RCB માટે અંપાયર સાથે ઝઘડો કર્યો, સૌથી વધુ રન બનાવ્યા તો પણ કોહલીની ટીમ સાબિત થઈ ‘જોકર’

IPLની એલિમનેટર મેચમાં કેપ્ટન કોહલીની ટીમ બેંગલુરુ રોયલ ચેલેન્જર્સે તનતોડ મહેનત કરી કે આ વખતે તેઓ પોતાના પર લાગેલો ચોકરનો ઠપ્પો દૂર કરી દે અને મેચમાં શાનદાર વિજય મેળવે પરંતુ કોહલીની ટીમમાં આ સુખ આ સીઝનમાં પણ નથી.

image source

પહેલા તો જણાવી દઈએ કે ચોકર ટીમ ક્રિકેટ જગતમાં તેને કહેવાય છે કે આખી સીરીઝમાં શાનદાર રીતે રમી હોય પરંતુ નિર્ણાયક મેચ કે ફાઈનલમાં ધબાય નમ: થઈ જાય.

image source

જો કે આ પહેલી વાર નથી કે કોહલીની ટીમ સાથે આવું થયું હોય. છેલ્લા 8 વર્ષમાં કેપ્ટન કોહલીની લીડરશીપમાં RCB સાથે આ ચોથી વાર થયું છે જ્યારે તેમની ટીમ આઈપીએલની શરુઆતમાં તો 14 મેચ ધુંઆધાર રીતે રમે છે પરંતુ છેલ્લા 2,3 મેચમાં ટીમ દમ તોડી દે છે. જો કે આ વખતે આવું ન થાય તે માટે કેપ્ટન કોહલીએ ખૂબ મહેનત કરી. પરંતુ તે પોતાનું નસીબ બદલી શક્યો નહીં

image soucre

જ્યારે મેચ હાથમાંથી નીકળી ગઈ તે નક્કી થઈ ગયું તો કોહલી મેદાન પર જ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. મેચ દરમિયાનની આવી જ કેટલીક ક્ષણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

image soucre

આ મેચમાં કોઈપણ ભોગે જીતવાના ઈરાદા સાથે ટીમ મેદાનમાં ઉતરી હતી. ત્યારે મેચ દરમિયાન એવી ક્ષણ પણ આવી જ્યારે અંપાયરના ખોટા નિર્ણય માટે કોહલી તેની સાથે રીતસર ધડ કરવા લાગ્યો હતો. થયું એવું કે અંપાયર વીરેન્દ્ર શર્માએ બેંગલુરુની ઈંનિંગ દરમિયાન બે બેટ્સમેનને ખોટી રીતે આઉટ જાહેર કરી દીધા હતા.

image soucre

પરંતુ ત્યારબાદ તેમણે રિવ્યૂ લઈ અને પોતાની વિકેટ બચાવી હતી. બેટિંગ વખતે તો કોહલી મેદાન પર ન હતા પરંતુ જ્યારે બોલિંગ વખતે તે મેદાન પર હતા ત્યારે અંપાયર સાથે તેમની રકજક થઈ ગઈ હતી.

image socure

કોલકત્તા નાઈટ રાઈડર્સના સુનીલ નરેને કોહલીની ટીમ માટે છેલ્લી મેચ દુખદાયી બનાવી દીધી હતી. આ સિવાય બાકી હતી તે કસર બેટ્સમેન કે એસ ભરતે પુરી કરી દીધી. કોહલીની ટીમ પર આ બે ખેલાડી ભારે પડ્યા હતા.