ઋત્વિક રોશનનો શર્ટલેસ લુક જોઈ કવિતા કૌશિકે કરી દીધી આવી કમેન્ટ, લોથપોથ થયા લોકો

બોલિવૂડ એક્ટર ઋતિક રોશને પોતાના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા અલગ રીતે આપી છે. શર્ટલેસ થઈને તેણે તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેની આ તસવીર સામાન્ય લોકો તેમજ સેલેબ્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

image socure

ખાસ કરીને છોકરીઓ ઋત્વિક રોશનનો આ શર્ટલેસ ફોટો જોઈને પાગલ થઈ રહી છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી કવિતા કૌશિક પણ ગ્રીક ગોડ કહેવાતા બોલિવુડના અભિનેતા ઋતિક રોશનના ચાર્મથી બચી નથી શકી. તેણે ઋત્વિક રોશનના શર્ટલેસ ફોટો પર ખૂબ જ ફની કોમેન્ટ કરી છે.

ઋત્વિક રોશનના ફોટા પર ફેન્સ થયા ફિદા

image soucre

ૠતિક રોશને ટ્વિટર હેન્ડલ પર તેની શર્ટલેસ સેલ્ફી પોસ્ટ કરી છે જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘#2022 ચાલો તેને સારી રીતે જીવીએ.’ આ તસવીર જોઈને ખબર પડે છે કે તે યાટ પર છે અને પોતે સ્ટીક વડે સેલ્ફી ક્લિક કરી રહ્યો છે. ૠતિક રોશને આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ તે આડેધડ વાયરલ થવા લાગી. લોકોએ ઝડપથી કમેન્ટ કરવાનું શરૂ કરવા લાગ્યા. આ દરમિયાન કવિતા કૌશિષે પણ રિતિકનો ફોટો જોયો. રિતિકની તસવીર જોઈને કવિતા કૌશિક એનું દિલ હારી બેઠી. એમને તરત જ ઋત્વિક રોશનના ફોટા પર એક રસપ્રદ કમેન્ટ કરી દીધી છે.

કવિતાએ કરી મજેદાર કમેન્ટ

ૠતિક રોશનની તસવીર પર ટિપ્પણી કરતાં કવિતા કૌશિકે લખ્યું, ‘મતલબ… શું કરવું? શું મારે મારા પતિને ટેકરા પરથી ધક્કો મારવો જોઈએ?’ કવિતા કૌશિકની આ કોમેન્ટ ખૂબ વાયરલ પણ થઈ રહી છે. તેની કમેન્ટ પર લોકો ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કવિતા કૌશિકની કમેન્ટ પર ફેન્સ લઈ રહ્યા છે મજા

કવિતા કૌશિકની કોમેન્ટનો જવાબ આપતા એક યુઝરે લખ્યું, ‘સમુદ્રની વચ્ચે ફેકવું પણ એક સારો વિકલ્પ છે’. બીજાએ લખ્યું, ‘નિર્દોષ પતિને ટેકરા પરથી ધક્કો મારવો એ મજાની વાત નથી.’

image socure

તમને જણાવી દઈએ કે કવિતા કૌશિકને ટીવી શો ‘FIR’ થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તેણે ઈન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવી હતી. હરિયાણવી સ્ટાઈલમાં બોલવાની તેમની સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કવિતા કૌશિકે પણ બિગ બોસમાં ભાગ લીધો હતો, પરંતુ તે ટૂંક સમયમાં જ શોમાંથી બહાર થઈ ગઈ હતી.