છત દ્વારા ફૂટબોલર મેસીના ઘરમાં ઘુસ્યા ચોર, સાફ કર્યો લાખોનો માલ

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીના રૂમમાં લાખો રૂપિયાની ચોરી થઈ છે. ઘટના બની એ સમયે મેસી એમના ક્લબ પીએસજી માટે ચેમ્પિયન્સ લીગ રમી રહ્યા હતા. એમની પત્ની અને એમના ત્રણ બાળકો પણ એમની સાથે પેરિસમાં જ હતા. એ દરમિયાન ચોરોએ એમના ઘરમાં ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર ચોર હોટલમાં એમની રૂમની છત તોડીને અંદર ઘુસ્યા હતા. ચોર લગભગ 30 લાખ રૂપિયાના ઘરેણાં અને રૂમમાં પડેલી કેશ એમની સાથે લઈ ગયા. જે હોટલમાં મેસીનો સામાન ચોરી થયો છે ત્યાં એમને 4 રૂમ લઈને રાખ્યા છે અને ચારે રૂમનું રોજનું ભાડું લગભગ 17 લાખ રૂપિયા છે.

मेसी जिस होटल में रहते हैं, वहां चोरों ने ज्वैलरी और नगदी पर हाथ साफ कर दिया. (AFP)
image source

મેસીના રૂમના ઉપરના ફ્લોર પર કોઈ રૂમમાં બાલ્કની ખુલી રહી ગઈ હતી. અહીંયાંથી જ ચોર હોટલની અંદર ઘુસ્યા અને મેસીના રૂમની છત તોડીને એમનો સામાન ચોરી કર્યો. મેસીના રૂમમાં ચોરી થયેલક ઘરેણાની કિંમત 11.11 લાખ રૂપિયા છે. દુનિયાના સૌથી લોકપ્રિય અને અમીર ખિલાડીઓમાંથી એક મેસી થોડા સમય પહેલા જ એમના જુના ક્લબ બર્સીલોનાને છોડીને પીએસજી કલબમાં સામેલ થયા છે. અને હજી સુધી એ એમના પોતાના ઘરમાં શિફ્ટ નથી થયા.

image source

હોટલ અને પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે. આ હોટલમાં મેસી અને એમના પરિવારના આવ્યા પછી સુરક્ષા વધારવામાં આવી હતી. જ્યારે એ માન્ચેસ્ટર સીટી વિરુદ્ધ એમની ટીમને જીતાડીને પરત ફર્યા હતા ત્યારે ક્રેશ બેરીયર પણ લગાવવામાં આવ્યા હતા. ખબરો અનુસાર મેસીએ એક ઘર માટે લિઝ પણ સાઈન કરી છે અને જલ્દી જ આખા પરિવાર સાથે એમાં શિફ્ટ થવાના છે.

image source

તમને જણાવી દઈએ કે આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ એ સમયે ફૂટબોલ જગતને ચોંકાવી દીધું હતું જ્યારે એમને બર્સીલોનાને અલવિદા કહી દીધું હતું. પ્રેસ કોંફરન્સમાં બર્સીલોનાથી અલગ થવાના એલાન સાથે જ મેસી ભાવુક થઈ ગયા હતા અને એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. અને મેસીએ આ આંસુ એક ટીશયું પેપરથી લૂછયા હતા.

image source

વીતેલા દિવસોમાં એવી પણ ખબર આવી હતી કે હવે આ ટીશયું પેપરની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક વેબસાઈટ દ્વારા આ ટીશયું પેપરની નિલામી કરવામાં આવશે જેની કિંમત એક કરોડ રાખવામાં આવી છે. ભારતીય રૂપિયામાં વાત કરીએ તો એની કિંમત 7, 44, 44, 550 રૂપિયા હશે