હવે જેમ્સ બોન્ડની સિરીઝ થશે ગુજરાતીમાં રજૂ, તમે પણ અચૂક જોજો.

આખી દુનિયામાં જેમ્સ બોન્ડની ફિલ્મનો ફેમસ ડાયલોગ નામ? જેમ્સ, જેમ્સ બોન્ડ આજકાલ ગુજરાતી ભાષામાં સંભળાઇ રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ નો ટાઇમ ટુ ડાયનું ગુજરાતી ટ્રેલર ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે જેમ્સ બોન્ડની આ પહેલી ફિલ્મ છે જેને ગુજરાતી ભાષામાં ડબ કરીને રજૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે આ ફિલ્મને રજૂ કરવાની તારીખ વારંવાર મુલતવી રાખવામાં આવી રહી છે તેમ છતાં જેમ્સ બોન્ડની આ ફિલ્મ જોવા માટે ફેન્સ ખૂબ જ આતુર છે.

જેમ્સ બોન્ડ ફિલ્મના નિર્માતા યુનિવર્સલ પિકચર્સે ઇંગ્લીશ અને હિન્દી ઉપરાંત આ વખતે ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રજૂ કરવાની જાહેરાત કરીને જેમ્સ બોન્ડના ગુજરાતી ફેન્સને પણ ખૂબ જ ખુશ કરી દીધાં છે. આ દરમિયાન રોચક વાત તો એ છે કે જેમ્સ બોન્ડની આ ફિલ્મ અમેરિકામાં રિલિઝ થશે એના એક સપ્તાહ પહેલા જ ભારતમાં રજૂ થઇ જશે.

image source

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને 30 સપ્ટેમ્બરના રોજ ભારતમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ આમ યુકેની સાથે સાથે જ ભારતમાં રિલિઝ થશે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જેમ્સ બોન્ડ સિરિઝની આ 25મી ફિલ્મ છે અને જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગની આ આખરી ફિલ્મ હોવાથી તેના ફેન્સઆ ફિલ્મ જોવા માટે ઉતાવળા થઇ રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે એમ-16ના એજન્ટ તરીકે જેમ્સ બોન્ડ આ ફિલ્મમાં ફાંકડું ગુજરાતી બોલીને દુશ્મનોના છક્કા છોડાવી દેશે. ડેનિયલ ક્રેગની જેમ્સ બોન્ડ તરીકે આ આખરી ફિલ્મ હોવાથી જેમ્સ બોન્ડની ફિલ્મના નિર્માતાઓએ બીઇંગ જેમ્સ બોન્ડ જર્ની નામની 45 મિનિટની શોર્ટ ફિલ્મ પણ બનાવી છે.

image source

આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગને જેમ્સ બોન્ડ તરીકે ચમકાવતી ફિલ્મો ક્વોન્ટમ ઓફ સોલાસ, કેસિનો રાયલ, સ્કાયફોલ, સ્પેકટ્રમ વગેરેના અંશો તથા નિર્માતાઓ બાર્બરા બ્રોકોલી અને માઇકલ જી.વિલ્સન સાથે ડેનિયલ ક્રેગે કરેલી ચર્ચાઓ પણ સામેલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેમ્સ બોન્ડની સિલ્વર જ્યુબિલી એટલે કે પચીસમી ફિલ્મ તરીકે રજૂ થઇ રહેલી નો ટાઇમ ટુ ડાયને ધામધૂમથી રજૂ કરવામાં ફિલ્મના નિર્માતાઓ કોઇ કચાશ રાખવા માગતાં નથી. આ ફિલ્મના પ્રિમિયર માટે 10 મિલિયન ડોલરનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે સિનેમાની હિસ્ટ્રીમાં સૌથી લાંબા સમયથી ચાલતી ફિલ્મ ફ્રેન્ચાઇઝીઝમાં જેમ્સ બોન્ડનો સમાવેશ થાય છે. જેનો ઇન્ડિયામાં લાર્જ ફેન બેઝ છે. શૉ કોનેરી સ્ટારર પહેલી જેમ્સ બોન્ડ મૂવી ‘ડૉ નો’ 1962માં રિલીઝ થઈ હતી. ‘નો ટાઇમ ટુ ડાય’ એ 25મી જેમ્સ બોન્ડ મૂવી છે. આ ફ્રેન્ચાઇઝીમાં છેલ્લી 007 મૂવી 2015ની ‘સ્પેક્ટર’ હતી.