ટોયલેટમાં હોસ્પિટલ : સૌચાલયમાં ખોલી દીધું સંજીવની ક્લિનક, કારણ જાણી તમે પણ કહેશો વાહ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આરોગ્ય વિભાગે સુલભ શૌચાલયની અંદર સંજીવની ક્લિનિક ખોલ્યું છે. જેના કારણે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઘણો ફાયદો મળી રહ્યો છે. જોકે આ ક્લિનિક વર્ષ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકો અહીં સારવાર કરાવવા માટે અચકાતા હતા. ધીમે ધીમે લોકો તેનું મહત્વ સમજવા લાગ્યા છે. કારણ કે તેમને નાની-મોટી બીમારીઓ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જવું પડતું નથી. દરરોજ 40 થી 50 જેટલા દર્દીઓ અહીં પહોંચીને પોતાની સારવાર કરાવી રહ્યા છે.

ક્લિનિક શરૂ થયા પહેલા બંધ શૌચાલયના કારણે કચરાના ઢગલા જોવા મળતા હતા. હવે આ ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓ હોય કે અહીં ફરજ પરના તબીબો બધા અહીંની વ્યવસ્થાથી ખુશ છે. આ ક્લિનિક સવારે 9 વાગ્યે ખુલે છે અને સાંજે 4 વાગ્યે બંધ થાય છે. સુલભ શૌચાલયમાં બનેલું આ ક્લિનિક સવારે 9 વાગ્યે ખુલે છે અને લોકો નાની-મોટી બીમારીઓ માટે પરામર્શ માટે સાંજે 4 વાગ્યા સુધી આવે છે. ઇએનટી, ઓપીડી, સ્ક્રીનીંગ, માતા અને બાળ આરોગ્ય, કિશોર આરોગ્ય ઉપરાંત અનેક પ્રકારની પરીક્ષાઓ અહીં કોઇપણ શુલ્ક વિના ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

image source

મહિલાઓ અને બાળકો સારવાર લઈ રહ્યા છે

કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં આ ક્લિનિક ખોલવા માટે બિલ્ડિંગ ઉપલબ્ધ નહોતું. તેથી જ અહીં બંધ સુલભ શૌચાલયોનું સમારકામ કરીને ક્લિનિક શરૂ કરવામાં આવ્યું હતું. લોકો પોતાની અને પોતાના બાળકોની સારવાર કરાવવા માટે મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. સામાન્ય રોગો, બ્લડપ્રેશર, સુગર ચેક અપના દર્દીઓ ઓપીડીમાં આવે છે. મહિલાઓ અને બાળકો ANC, PNC ટેસ્ટની સારવાર લઈ રહ્યા છે.