અ સરકારી બેંકે કરી મોટી જાહેરાત, હોમ લોન-કાર અને ગોલ્ડ લોન પર મળશે આ છૂટ, પરંતુ આટલી તારીખ સુધી જ હોં

જો તમે બેંક ઓફ મહારાષ્ટ્રના ગ્રાહક છો તો તમારા માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સંચાલિત બેંક ઓફ મહારાષ્ટ્રએ તેના હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ ઘોષણામાં 30 સપ્ટેમ્બર 2021 સુધી ગોલ્ડ લોન, હોમ અને કાર લોન પર પ્રોસેસિંગ ફી પર છૂટ આપવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ હશે નવા દર:

image soucre

મળતી માહિતી મુજબ સામાન્ય રીતે બેંક 6.90 ટકાના દરે હોમ લોન અને 7.30 ટકાના દરે કાર લોન આપે છે. હવે આ ઓફર હેઠળ હોમ લોનના હપ્તાની સમયસર ચુકવણી પર 2 EMI મફત રહેશે એટલે કે તમારે બે EMI ચૂકવવા પડશે નહીં. કાર અને હોમ લોનમાં 90 ટકા સુધીની લોન મળશે. આ સાથે સમય પહેલા લોન પૂરી કરવા અથવા આંશીક રીતે તેની ચુકવણી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગોલ્ડ લોન યોજનામાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે અને 7.10 ટકાના વ્યાજ દરે 20 લાખ રૂપિયા સુધીની લોન ઓફર કરવામાં આવી રહી છે.

પ્રોસેસિંગ ફી કરાઇ શૂન્ય:

image soucre

1 લાખ સુધીની ગોલ્ડ લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી લેવામા આવશે નહી. આ સાથે બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેમંત ટમટાએ જણાવ્યું હતું કે રિટેલ બોનાન્ઝા-મોનસુન ધમાકા ઓફર સાથે ગ્રાહકોને ઓછા દર અને પ્રોસેસિંગ ફી ઓફરમાં ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

ડિસ્કાઉન્ટ આપી રહી છે SBI:

image soucre

બેન્ક ઓફ મહારાષ્ટ્ર પહેલાં દેશની સૌથી મોટી ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેન્ક(SBI)એ પણ મોનસૂન બ્લાસ્ટ ઓફરની જાહેરાત કરી છે. તાજેતરમાં SBIએ હોમ લોન પર પ્રોસેસિંગ ફી પર 100% છૂટની જાહેરાત કરી છે. બેન્ક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 31 ઓગસ્ટ સુધી હોમ લોનની પ્રોસેસિંગ ફી આપવી પડશે નહીં. બેન્કે તેને મોન્સૂન ધમાકા ઓફર નામ આપ્યું છે. આ સાથે બેન્કે કહ્યું કે જો બેન્કની યોનો એપથી હોમ લોન માટે અરજી કરવામાં આવે છે તો વ્યાજ દરમાં 5 પેસિક પોઈન્ટ એટલે કે0.05 ટકાની છૂટ આપવામાં આવશે. તેનાથી વધુમાં વધુ હોમ લોન ગ્રાહકોને ફાયદો થશે.

image soucre

આ સિવાય વાત કરવામા આવે ગુજરાત વિશેની તો અહી મહિલાઓ માનભેર ઊભી રહે તે માટે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 10 બહેનોનું એક સખી મંડળ, એમ કુલ 10 લાખ ‘સખી મંડળો’ નિર્મિત કરીને પ્રત્યેક સખીમંડળને રૂા. 1 લાખની લોન શૂન્ય ટકાના વ્યાજે આપવામાં આવશે. ભૂતકાળમાં બહેનોના સખીમંડળોને નોંધણી પછી પ્રોજેક્ટ બનાવવો પડતો હતો અને તેને બેંકમાં લોન મંજૂરી માટે આપવો પડતો હતો. આ પછી મહા મહેનતે લોન મળતી હતી પરતુ હવે મંડળ નોંધાય કે તરત જ તેમને બેંક લોન આપવામા આવશે.