સવારમાં ઉઠીને તમને પણ ચહેરો ધોવાની આદત હોય તો આજે જ બદલી નાખજો, નહિંતર…

કોઈપણ છોકરો કે છોકરી સવારે ઉઠતાની સાથે જ પોતાનો ચહેરો ધોઈ લે છે કારણ કે ચહેરો ધોવાથી તેમની ઊંઘ ઉડી જાય છે અને ચહેરો
ધોયા પછી મૂડ પણ ફ્રેશ થાય છે.પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે ઉઠતાની સાથે જ ચહેરો ધોવાથી નુકસાન થાય છે.આ સાંભળીને
તમને આશ્ચ્ર્ય થશે પણ આ સાચું છે.સવારે ઉઠતાની સાથે જ ચેહરો ધોવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.એ સમસ્યા ત્યારે જ દૂર થશે
જયારે તમે તમારી આ આદત બદલશો.તો ચાલો અમે તમને જણાવીએ કે સવારે ઉઠતાની સાથે જ ચેહરો ધોવાની તમને કય સમસ્યાનો
સામનો કરવો પડી શકે છે.

image source

વરસાદ અથવા ઠંડા વાતાવરણમાં વધુ પડતી ઠંડીના કારણે ઘણા લોકો સવારે ઉઠીને તરત જ ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખે છે.પરંતુ
આવું બિલકુલ ન કરવું જોઈએ.ગરમ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો ભેજ ગુમાવે છે. ચહેરાના ભેજની ખોટને કારણે ચહેરો શુષ્ક થઈ જાય છે અને ચહેરો પર ફોલ્લીઓ થવા લાગે છે.તેથી જ તમારે સવારે ઉઠ્યા પછી હંમેશાં તમારા ચહેરાને સાદા પાણીથી ધોવું જોઈએ.ગરમ પાણી તમારા ચેહરાની સમસ્યા વધારી શકે છે.

image source

ઘણા લોકો સવારે ઉઠીને ચહેરો સાફ કરવા માટે ચહેરા પર સાબુ લગાવતા હોય છે અને પછી ચહેરો ધોઈ નાખે છે. પરંતુ સવારે વ્યક્તિએ
ચહેરો ધોવા માટે ક્યારેય સાબુનો ઉપયોગ કરવો ન જોઇએ.ચહેરાની ત્વચા ખૂબ જ નાજુક હોય છે અને કેમિકલથી બનેલા સાબુથી
ચહેરો ધોવાને કારણે ચહેરા પર પિમ્પલ્સ શરૂ થઈ જાય છે.એટલા માટે તમારે ચેહરો ધોવા માટે હંમેશા કોઈપણ ફ્રૂટ ફેસવોશનો ઉપયોગ
કરવો જોઈએ.આ તમારી ત્વચા એકદમ સોફ્ટ બનાવશે.

ઘણીવાર લોકો સવારે ઉઠતાની સાથે જ ચેહરા પરની ગંદકી દૂર કરવા માટે ચેહરો ઘસીને ધોવે છે,આવું ન કરવું જોઈએ.ચેહરો ઘસીને
ધોવાથી ત્વચા પર લાલાશ આવી જાય છે.જે ઘણી મેહનત પછી પણ દૂર નથી થતી.તેથી ત્વચાને ક્યારેય પણ ઘસીને ન ધોવી જોઈએ.
જાણો ચેહરો ક્યારે અને કેવી રીતે ધોવો જોઈએ.

સવારે ચેહરો ધોવો

image source

સૌથી પેહલા સવારે ઉઠો અને પહેલા તમારા દાંત સાફ કરો.પછી જ તમારો ચહેરો ધોવો.ચહેરો ધોવા માટે હળવા ફેસવોશનો ઉપયોગ
કરો.ફેસવોશ સવારે ચહેરો ધોવા માટે જરૂરી છે.આ ત્વચાના છિદ્રો પર જમા થતી ગંદકી,વધારાનું તેલ દૂર કરે છે. ચહેરો સ્વચ્છ અને ફ્રેશ
બનાવે છે.

બપોરે ચેહરો ધોવો

image source

ત્વચારોગ વૈજ્ઞાનિકો અનુસાર ચેહરો ધોવા સમયે ફેસવોશનો ઉપયોગ કરવો જ જોઇએ.ઉનાળાના ગરમીના દિવસોમાં તમે ઠંડા પાણીથી
તમારા ચહેરો ધોઈ શકો છો.ઠંડા પાણીથી મોં ધોવાથી બપોરે અતિશય તાપને કારણે ગરમીથી રાહત મળે છે અને ત્વચા તાજી લાગે
છે.ચહેરા પર વધારે પ્રમાણમાં સંગ્રહિત થતું તેલ દૂર થશે.

રાત્રે ચેહરો ધોવો

રાત્રે જયારે તમે બહારથી ઘરે આવો ત્યારે ચહેરો ધોઈ લો.જો તમે લાંબા સમયથી બહાર છો તો રાત્રે આવીને સ્નાન કરવું તમારા માટે શ્રેષ્ઠ
છે.આ ચહેરા પર એકઠી થતી ધૂળ,ગંદકીને દૂર કરશે અને શરીરમાંથી થાક દૂર કરશે.જેથી તમે તાજગી અનુભવશો.

અહીં જણાવેલી બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ

image source

– વારંવાર મોં ધોવો ત્યારે સાબુનો ઉપયોગ ન કરો.ખરેખર તેમાં હાજર કેમિકલ ચેહરાનો કુદરતી ગ્લો દૂર કરે છે.

– ગોરા થવાની સાથે ચહેરા પર ભેજ જાળવવા હંમેશા હળવા ફેસવોશનો ઉપયોગ કરો.

– કેટલાક લોકોને દર 1-2 કલાકે મોં ધોવાની ટેવ હોય છે.આ કરવાનું ટાળો.

– જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે.તેઓએ નવશેકા પાણીથી ચહેરો સાફ કરવો જોઈએ.

image source

– ચહેરા પર બેબી સાબુનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે.

– ચહેરો ધોતી વખતે વધારે સમય સુધી ચેહરો ન ધોવો.આ તમારી ત્વચામાં શુષ્કતા લાવી શકે છે.

– જો તમારે ફેશ્યલ સ્ક્રબિંગ કરવું હોય તો તેને 2-3. મિનિટથી વધારે ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત