જો તમે સવારમાં કરશો આ કામ, તો ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં અને નહિં લેવા પડે ઇન્સ્યુલિન પણ

ડાયાબિટીસ જોખમી અને ખતરનાક બીમારી છે, જો કે હવે સ્થિતિ અને લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આ બીમારી નાની ઉંમરમાં લોકોને થઈ જાય છે. આ બીમારી એકવાર થઈ જાય પછી વ્યક્તિએ ખાવા-પીવાથી લઈ નાની નાની વાતનું પણ ધ્યાન રાખવું પડે છે. જરા અમથો ઘા પણ એવા વ્યક્તિ માટે ઘાતક બની શકે છે જેમને ડાયાબિટીસ હોય. ડાયાબિટીસથી પીડાતા લોકોની વાત કરીએ તો શરીરમાં જ્યારે બલ્ડ શુગરનું લેવલ નિયંત્રણમાં ન રહે તેવી સ્થિતિમાં ડાયાબિટીસ થાય છે.

image source

ડાયાબિટીસ બે પ્રકારના હોય છે જેમાં એકમાં વ્યક્તિના શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ન હોય ત્યારે અને બીજામાં જ્યારે શરીરમાં બનતા ઇન્સ્યુલિન પર બોડી રીએક્ટન ન કરે. ડાયાબિટીસ કોઈપણ રીતે થયું હોય પરંતુ જો ડાયાબિટીસમાં સાવધાની રાખવામાં આવે નહીં તો તેનાથી હૃદય, મગજ, આંખો, કિડનીને અસર થાય છે.

image source

ડાયાબિટીસ અનુસાર ડોક્ટર દવા પણ આપતાં હોય છે. જો કે તેનો ઉપાય દવા વિના ઘરગથ્થુ ઉપચારથી પણ કરી શકાય છે. આ ઉપચાર કયા છે તે પણ તમને જણાવીએ.

image source

– રોજ રાત્રે એક વાટકી પાણીમાં 1 ચમચી મેથી પલાળી દેવી. સવારે મેથીને કાઢી અને આ પાણી ખાલી પેટે પી જવું. આમ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

image source

– ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે પલાળેલી બદામ ખાવાથી પણ લાભ થાય છે. તેનાથી શરીરને પ્રોટીન મળે છે અને ત્વચાને પણ લાભ થાય છે. તેના માટે રોજ એક વાટકીમાં 6થી 7 બદામ પલાળી દેવી. સવારે તેની છાલ ઉતારી અને તેને બરાબર ચાવીને ખાઈ જવી. આ કામ પણ ખાલી પેટે કરવું જોઈએ.

image source

– સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે તેમાં પણ જો તમને ડાયાબિટીસ છે તો તમારો સવારનો નાસ્તો પ્રોટીન અને ફાઈબરથી ભરપુર હોય તે જરૂરી છે. તમે સવારના નાસ્તામાં આખા અનાજ, ઇંડા પણ લઈ શકો છો. ફાઇબરયુક્ત ખોરાકનું પાચન ધીમે ધીમે થાય છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

– ઘણા લોકોને આદત હોય છે કે તે ફળના જ્યુસનું વધારે સેવન કરે છે. પરંતુ જ્યુસને બદલે આખા ફળ ખાવાની ટેવ રાખવી જોઈએ. ફળનું જ્યારે જ્યુસ કાઢવામાં આવે છે તો તેમાંથી મોટાભાગના ફાઇબર બહાર નીકળી જાય છે, વળી તેમાં મીઠાસ વધારવા ખાંડ પણ ઉમેરાતી હોય છે. તેથી તે ડાયાબીટીસના દર્દી માટે યોગ્ય નથી. તેના બદલે તમે આખા ફળનું જ સેવન કરો તે જરૂરી છે.

image source

– શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવવું પણ ખૂબ જરૂરી હોય છે. આ માટે દિવસ દરમિયાન લીંબુ શરબત, હર્બલ ટી પણ પી શકો છો. સાથે જ પુરતા પ્રમાણમાં પાણી તો પીવું જ જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત