SBI મિનિમમ બેલેન્સને લઈને કર્યા છે નવા ફેરફાર, જો તમારું ખાતું હોય તો જાણી લો આ વાતો

SBI એ ટ્વિટમાં લખ્યું છે તે કૃપા કરીને ધ્યાન આપો. મિનિમમ બેલેન્સ અને મેસેજ ચાર્જ જે સમયથી ન લાગવાની જાહેરાત કરાઈ હતી તે તારીખ પહેલા જો તમારા કોઈ પેમેન્ટ બાકી છે તો તમારે તેને પૂરું કરવાનું રહે છે. જાણો નવા નિયમો.

image source

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ન્યૂનતમ રાશિને લઈને જાણકારી આપવામાં આવી છે. તેમાં બેંકે કહ્યું છે કે ગ્રાહકને મિનિમમ બેલેન્સ ક્યારથી ચૂકવવાનું કહેશે. સ્ટેટ બેંકે મેસેજના ચાર્જને લઈને પણ ખાસ વાત જણાવી છે. બેંકના આધારે જે તારીખથી મેસેજ ચાર્જ ફ્રી કરાયો છે તે તારીખ બાદથી કોઈ શુલ્ક લાગશે નહીં. આ તારીખ પહેલાથી કોઈએ મિનિમમ બેલેન્સ રાખ્યું નથી તો તેને તેનો ચાર્જ ભરવો પડશે.

SBI એ ટ્વિટમાં લખ્યું છે તે કૃપા કરીને ધ્યાન આપો. મિનિમમ બેલેન્સ અને મેસેજ ચાર્જ જે સમયથી ન લાગવાની જાહેરાત કરાઈ હતી તે તારીખ પહેલા જો તમારા કોઈ પેમેન્ટ બાકી છે તો તમારે તેને પૂરું કરવાનું રહે છે. આ ટ્વિટના માધ્યમથી બેંકે ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે જે તારીખથી મેસેજ ચાર્જ ફ્રી કરાયો છે તે તારીખ બાદથી કોઈ શુલ્ક લાગશે નહીં. આ તારીખ પહેલાથી કોઈએ મિનિમમ બેલેન્સ રાખ્યું નથી તો તેને તેનો ચાર્જ ભરવો પડશે. તેનો અર્થ એ છે કે ગ્રાહકે ધ્યાન રાખવાનું રહે છે કે તેના મિનિમમ બેલેન્સ પહેલાથી પેન્ડિંગ તો નથી ને. જો છે તો તેણે તેનો ચાર્જ ચૂકવી દેવો પડશે.

શું કહ્યું છે SBIએ

image source

બેંક મિનિમમ બેલેન્સને લઈને ખાસ જાહેરાત કરી રહી છે. દરેક સેવિંગસ ખાતામાં એવરેજ મિનિમમ બેલેન્સને માફ કરી દેવાયા છે. નિયમના આધારે મેટ્રો શહેરમાં SBI સેવિંગ ખાતા પર AMB એટલે કે એવરેડ મંથલી બેલેન્સ 3000 રૂપિયા, અર્ધ શહેરી ક્ષેત્રોમાં AMB 2000 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રોની એસબીઆઈ શાખામાં સેવિંગ એકાઉન્ટ પર AMB 1000 રૂપિયા રખાયા હતા. બેંકે આ રકમને બનાવી રાખવાના નિયમને હટાવ્યો હતો. મિનિમમ બેલેન્સ ન રાખવા માટે 5-15 રૂપિયા અને જીએસટી ચાર્જ જોડીને વસૂલવામાં આવતો હતો. આ માટે સ્ટેટ બેંકે એસએમએસ ચાર્જ પણ માફ કર્યો હતો.

જાણો તમારા કેટલાક સવાલના જવાબ પણ…

સેવિંગ બેંક એકાઉન્ટમાં કેટલું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે

11 માર્ચ 2020એ સ્ટેટ બેંકે જાહેરાત કરી હતી કે AMBને માફ કરી દેવાયું છે. એટલે કે જો કોઈ ગ્રાહક ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખે તો તેને કોઈ ચાર્જ લાગશે નહીં.

કોઈ ગ્રાહક ઓનલાઈન એસબીઆઈ એકાઉન્ટ ખોલાવી શકે છે

image source

હા એસબીઆઈ ડિજિટલ સેવિંગ એકાઉન્ટની મદદથી ઓનલાઈન ખાતું ખોલાવી શકાય છે. યાદ રાખવું જોઇએ કે તેના માટે ગ્રાહકને ઓછામાં ઓછું એક વાર બ્રાન્ચ જવાની જરૂર રહે છે.

SBIમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય છે.

આ માટે તમારે બેંકના બેસિક સેવિંગ એકાઉન્ટ માટે એપ્લાય કરવાનું રહે છે. તે ઝીરો બેલેન્સની સુવિધા સાથે મળે છે.

શું કોઈ ગ્રાહક એસબીઆઈમાં એકથી વધારે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકે છે.

કોઈ પણ ગ્રાહક એક કસ્ટમર આઈડીની સાથે એસબીઆઈમાં અલગ અલગ પ્રકારના એકાઉન્ટ ખોલાવી શકે છે પણ એક જ કસ્ટમર આઈડીથી દરેક એકાઉન્ટને ઈન્ટર લિંક કરવાનું રહે છે.

શું એસબીઆઈમાં ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે

image source

ના. ખાતું ખોલાવવા માટે આધાર નંબર આપવાનો જરૂરી નથી. આ નિયમ દેશના દરેક બેંક પર અપ્લાય કરાય છે.

એસબીઆઈ એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય છે

એસબીઆઈમાં બેલેન્સ ચેક કરવા માટે તમે રજિસ્ટર્ડ નંબરથી 09223766666 પર BAL લખીને મેસેજ કરી શકો છો. આ પછી તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મિનિ સ્ટેટમેન્ટ અને અન્ય જાણકારી મેળવી શકો છો.