લગ્નમાં દુલ્હને દેખાડ્યા માર્શલ આર્ટના કરતબ, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો ઓ બાપ રે…

લગ્ન પ્રસંગનું નામ આવતા જ નજર સમક્ષ લગ્નનો મંડપ, દુલ્હા, દુલ્હન, મહેમાનો, ભોજન સમારંભ, ગીત- સંગીત જેવું બીજું ઘણું બધું આવી જાય છે. જો કે, અત્યારના સમયમાં લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હા અને દુલ્હનની એન્ટ્રીને અલગ રીતે કરતા હોય છે. કોઈ દુલ્હન ડાંસ કરતા કરતા લગ્નના મંડપમાં પ્રવેશ કરે છે તો કોઈ દુલ્હનને તેના મોસાળ પક્ષના સભ્યો પોતાના હાથ પર ચલાવીને કે પછી ખભે બેસાડીને લગ્નના મંડપમાં લાવે છે.

image source

એટલું જ નહી, ઘણી બધી દુલ્હન તો પોતાના દુલ્હા અને જાનૈયાની સામે જોરદાર ડાંસ કરતા દુલ્હાની સામે આવીને ઉભી રહી જાય છે. ત્યારે આજે અમે આપને આવી જ એક દુલ્હન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. હવે અમે આપને જણાવીશું કે, આ દુલ્હને પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન લગ્નની વિધિ પૂર્ણ થઈ ગયા બાદ એવું તો શું કર્યું કે, તેની આસપાસના લોકો જોઈને આશ્ચર્ય પામી ગયા.

image source

આ ઘટના તમિલનાડુ રાજ્યમાં થઈ છે. તમિલનાડુ રાજ્યમાં આવેલ થુથુકુંડી જીલ્લામાં આવેલ એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન લગ્નની વિધિ પૂર્ણ થઈ ગયા પછી તરત જ દુલ્હને પોતાની કલાથી આખા ગામ અને દુલ્હાની સાથે આવેલ જાનૈયાઓ નવાઈ પામી ગયા. નિશા નામની યુવતીએ પોતાના લગ્ન દરમિયાન આખા ગામની સમક્ષ સિલાબટ્ટમ નામનું એક પ્રાચીન માર્શલ આર્ટ ફોર્મ છે તેના કરતબ કરીને બતાવ્યા.

image source

નિશાએ આમ કરવા પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે, હું સ્ત્રીઓને આ સંદેશ પહોચાડવા ઈચ્છું છું કે, મુસીબતના સમયમાં સ્ત્રી પોતાની સુરક્ષા પણ કરી શકે તેના માટે અને આપણી પ્રાચીન સંસ્કૃત્તિ પણ જળવાઈ રહે તેના માટે પણ આવા પ્રાચીન માર્શલ આર્ટ ફોર્મ શીખવા જોઈએ. જયારે આ દુલ્હન નિશા માર્શલ આર્ટના કરતબ દર્શાવી રહી હતી તે સમયે નિશાની આસપાસ રહેલ ગામના લોકો નિશાની આસપાસ ટોળું વળી ગયા છે અને ગામના લોકો સીટી અને ઢોલ, નગારાના તાલની સાથે નિશાના ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે.

image source

તમિલનાડુ રાજ્યમાં આવેલ થુથુકુંડી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી નિશાએ પ્રાચીન ભારતના સુરક્ષાના માર્શલ આર્ટના એક ફોર્મ જેને સિલાબટ્ટમના નામથી ઓળખવામાં આવે છે. નિશાએ આ ફોર્મના કરતબ લોકો સમક્ષ રજુ કરીને દેશના પ્રાચીન વારસાને લોકો સમક્ષ રજુ કર્યો છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહી, નિશાએ લોકોને આ સંદેશો પણ આપ્યો છે કે, મહિલાઓ મુસીબતના સમયમાં પોતાની રક્ષા જાતે પણ કરી શકે છે.