શાહરુખ ખાન કોઈ ભૂલ કરે તો પત્ની ગૌરી અને બાળકો થઈ જાય છે એક, ને પછી શાહરુખ ખાનનો લે છે ઉધડો

શાહરૂખ ખાનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો બાદશાહ માનવામાં આવે છે, જેની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ એ વાત પણ સાચી છે કે શાહરૂખ ખાન એક ફેમિલી મેન છે, જે તેની પત્ની ગૌરી ખાન અને ત્રણેય બાળકોને ખૂબ પ્રેમ કરે છે. શાહરૂખ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની એક પણ તક છોડતો નથી. બાળકો સાથે વેકેશન પર જવાથી લઈને દીકરી સુહાના ખાનને એરપોર્ટ પર છોડવા સુધી તે ઘણી વખત મીડિયાના કેમેરામાં કેદ થઈ ચૂક્યો છે.

image soucre

શાહરૂખ ખાનનો પરિવાર પણ અભિનેતાને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત શાહરૂખ ખાનને તેના પરિવારને ઠપકો સાંભળવો પડ્યો છે. હા, તે નવાઈની વાત છે પરંતુ જો શાહરૂખ ખાન કોઈ ભૂલ કરે છે તો તેને તેની પત્ની ગૌરી તેમજ બાળકો દ્વારા ઠપકો આપવામાં આવે છે અને આ વાત ખુદ અભિનેતાએ પોતાના ઈન્ટરવ્યુમાં કહી હતી. આ દરમિયાન શાહરૂખે IPLમાં થયેલા વિવાદ પર પરિવારની પ્રતિક્રિયા જણાવી હતી.

image socure

વર્ષ 2012માં જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાનની માલિકીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ ચાલી રહી હતી, ત્યારે અભિનેતા કેટલાક બાળકો સાથે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન એવી માહિતી મળી હતી કે શાહરૂખ ખાને ક્રિકેટ એસોસિએશન (MCA) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને આ કારણે તેને બહારનો રસ્તો પણ દેખાડવામાં આવ્યો હતો અને તેની આ ભૂલ પર અભિનેતાને તેમના પરિવારના સભ્યોએ ખૂબ જ સંભળાવ્યું હતું

image socure

શાહરૂખ ખાનને એક ઈન્ટરવ્યુમાં આ ઘટના વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર તેણે કહ્યું હતું કે હા ત્યારે હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. ખૂબ જ નારાજ હતો. મને પણ આની શરમ આવે છે. પછી મને લાગ્યું કે અમારા બાળકો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન મેં પણ ખૂબ પ્રેમથી કહ્યું કે અમારા બાળકો છે અને અમે તેમને લઈ જઈએ છીએ. ત્યાં એક વ્યક્તિ હતી જેણે કંઈક કહ્યું હતું અને મને તેના જ શબ્દો પર ગુસ્સો આવ્યો.

image soucre

તેની આગળ શાહરૂખ ખાને કહ્યું હતું કે, ‘એ સાચું છે કે મારે આવું ન કરવું જોઈતું હતું. મેં બીજા દિવસે ઘરે આ ઘટના માટે માફી માંગી. જ્યારે હું સ્ટેડિયમથી ઘરે પહોંચ્યો ત્યારે માત્ર મારી પત્ની જ નહીં મારા બાળકોએ પણ મને ઠપકો આપ્યો હતો. પછી મેં મારા પુત્રને કહ્યું, તમે જોયું કે ત્યાં શું થયું. પરંતુ તેણે મને જવાબ આપ્યો અને કહ્યું કે પાપા, આ બહુ વધારે થઈ ગયું હતું. તમારે આ બિલકુલ ન કરવું જોઈએ.

image soucre

શાહરૂખ ખાને પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું, ‘પછી મેં સુહાનાને પણ કહ્યું કે તે મને અપશબ્દ બોલી રહ્યા હતા, પરંતુ સુહાનાએ મને કહ્યું કે હા તે ઠીક છે, પરંતુ તમે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તમે મોટા સ્ટાર છો. તમારે શાંત રહેવું જોઈતું હતું.