તારક મહેતા કા ઉલટા ચશ્માના તારક મહેતાનો મજાક ઉડાવી રહ્યા હતા કપિલ શર્મા, મળ્યો આવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ

કોમેડીનો કિંગ એટલે કે કપિલ શર્માનો શો દર અઠવાડિયે એવા સ્ટાર્સની મહેફિલ સજેલી રહે છે, જેઓ કપિલ શર્મા અને ‘ધ કપિલ શર્મા શો’ના અન્ય કલાકારો સાથે ન માત્ર મજાક કરે છે, પરંતુ તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ જણાવે છે.

image soucre

આ અઠવાડિયે કપિલ શર્માના શોમાં કવિઓનો મેળાવડો થવાનો છે અને ખાસ વાત એ છે કે કપિલના શોમાં આવનાર મહેમાનોમાં ‘તારક’ એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શૈલેષ લોઢા પણ સામેલ છે. શૈલેષ લોઢા તેના અન્ય સાથી ખેલાડીઓ સાથે કપિલના શોમાં હાજરી આપશે. એ સાથે જોડાયેલા અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

શૈલેષ લોઢાની એન્ટ્રી બાદ કપિલ શર્મા તેની સાથે મજાક કરવામાં પાછળ નથી છોડતો. પરંતુ શૈલેષ લોઢા કોમેડી કિંગને એવો જવાબ આપે છે કે કોમેડી કિંગની બોલતી બંધ થઈ જાય છે. ‘ધ કપિલ શર્મા શો’ના વાયરલ વીડિયોમાં કપિલ શર્મા શૈલેષ લોઢાને જોઈને કહે છે, “તે ટીવી કરે છે, અખબારોમાં તેના લેખો પણ પ્રકાશિત થાય છે. આ સિવાય તે કવિ સંમેલનમાં પણ જાય છે.”

કપિલ શર્માએ મજાકમાં શૈલેષ લોઢાને કહ્યું કે, તમે એવી કઈ વસ્તુ ખરીદી છે, જેની EMI તમને પરેશાન કરી રહી છે. શૈલેષ લોઢા પણ કપિલના આ શબ્દોને પલટાવવામાં પાછા ન પડ્યા. તેણે કોમેડી કિંગને જવાબ આપતા કહ્યું, “જુઓ કોણ બોલે છે. કપિલ શર્મા શો તમે કરી રહ્યા છો, તમે જે ફિલ્મો કરો છો, તમારે શું વેચવુ અને ખરીદવું છે તમે જ કહો.”

image soucre

શૈલેષ લોઢા અહીં જ અટક્યા ન હતા. કપિલ શર્માને શાયરાના અંદાજમાં જવાબ આપતા તેણે કહ્યું, ” मतलब वो कत्ल भी कर दें तो चर्चा नहीं होती। हम आह भी भरते हैं तो हो जाते हैं बदनाम। ये कोई बात हुई।”” તમને જણાવી દઈએ કે કપિલ શર્માના શોમાં શૈલેષ લોઢાના આવવાથી ફેન્સ તો આશ્ચર્યમાં છે જ, સાથે જ સવાલ પણ કરી રહ્યા છે કે ‘તારક મહેતા’ કપિલના શોમાં કેવી રીતે આવી ગયા

વાત જાણે એમ છે મેં, એક શો દરમિયાન શૈલેષ લોઢાએ કપિલ શર્માના શોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, “જ્યારે હું આવા કાર્યક્રમો જોઉં છું ત્યારે મને શરમ આવે છે. એક દાદી છે જે દરેકને કિસ કરવા માંગે છે. એક ફોઈ છે જે લગ્ન કરવા માંગે છે. એક પતિ છે જે તેની પત્નીનું શોષણ કરે છે. હું એવા શોમાં કામ કરું છું જ્યાં પુત્ર તેના પિતાના પગ સ્પર્શે છે. હું આવા શોમાં ક્યારેય અભિનય નહીં કરું. મારે મારી પુત્રીને આ બધું કહેવું પડે છે કે તે આ બધું ન જોવે.”