આઇકોનીક સુપરહીરો શક્તિમાન પર બનશે ફિલ્મ, સોની પિકચર્સએ બતાવી ફિલ્મની પહેલી ઝલક

શક્તિમાન 90ના દાયકાની લોકપ્રિય ટીવી સિરિયલ છે, જેને દર્શકો આજે પણ ભૂલી શક્યા નથી. આ સીરિયલમાં અભિનેતા મુકેશ ખન્નાએ સુપરહીરો ‘શક્તિમાન’નું પાત્ર ભજવ્યું હતું. પરંતુ હવે ટીવી સીરિયલ બાદ શક્તિમાન પણ મોટા પડદા પર ઉતરવા જઈ રહ્યો છે. હા, બોલિવૂડમાં તમામ સુપરહીરોને જોયા પછી ‘શક્તિમાન’ની શક્તિ જોવા મળશે. સોની પિક્ચર્સે આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક શાનદાર વીડિયો પણ રિલીઝ થયો છે, જેમાં શક્તિમાનની ઝલક જોવા મળી રહી છે.

image socure

આ ફિલ્મને લગતો એક વીડિયો સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શક્તિમાનનો ચહેરો દેખાતો નથી, પરંતુ ગંગાધર (મુકેશ ખન્ના)ના ગોળ ચશ્મા ચોક્કસ દેખાઈ રહ્યા છે, જે સિરિયલના દિવસોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ સાથે એક આઇકન પણ બતાવવામાં આવ્યું છે, જેમાં કોઈ તસવીર લેવામાં આવી નથી. સોની પિક્ચર્સની આ જાહેરાત બાદ ‘શક્તિમાન’ સિરિયલના ફેન્સ ચોક્કસપણે ખુશ થઈ ગયા છે. હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ ફિલ્મમાં શક્તિમાનના રોલમાં કોણ જોવા મળશે.

આ વીડિયોની સાથે સોની પિક્ચર્સે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભારત અને દુનિયામાં અમારી ઘણી સુપરહીરો ફિલ્મોની સફળતા પછી હવે અમારા દેશી સુપરહીરોનો સમય આવી ગયો છે. સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન શક્તિમાન પર લાવવા માટે તૈયાર છે અને આઇકોનિક સુપરહીરોના જાદુને ફરીથી બનાવશે. આ ફિલ્મનું નિર્માણ ‘બ્રુઈંગ થોટ્સ પ્રાઈવેટ લિમિટેડ’ અને મુકેશ ખન્નાની ભીષ્મ ઈન્ટરનેશનલ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. શક્તિમાન ફિલ્મ માટે તૈયાર થઈ જાઓ. બાકીની માહિતી ટૂંક સમયમાં આવશે. શું તમે રોમાંચિત છો?

image socure


તમને જણાવી દઈએ કે આ શો પ્રથમવાર 13 સપ્ટેમ્બર 1997ના રોજ ટેલિકાસ્ટ થયો હતો અને 2005 સુધી ચાલ્યો હતો. આ પછી લોકડાઉનના દિવસોમાં આ સિરિયલ ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મેકર્સ ત્યારથી જ આ ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ સીરિયલમાં મુકેશ ખન્ના ઉપરાંત કીટુ ગિડવાણી અને વૈષ્ણવી મહંત મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.