સંસ્કાર નગરીમાં શરમજનક ઘટના, નવજાત શિશુ કીડીઓની વચ્ચે કાદવમાં ત્યજાયેલી હાલતમાં મળી આવ્યું

નાનું બાળક સામાન્ય પણે ભગવાનનો અવતાર કે પછી ઈશ્વરનું આશીર્વાદ માનવામાં આવે છે, લોકો શેરમાટીના ખોટ પૂરી કરવા માટે ન જાણે કેટલી માનતાઓ માને છે, બાધા રાખે છે, પીર, બાબા, ફકીર કે સાધુ, સંતના પગે પડે છે, ધામમાં જાય છે, સેવા કરે છે. એક શેર માટીની ખોટ માટે માણસો આકાશ પાતાળ એક કરી નાખે છે, પણ અમુક માવતર એવા પાષાણ હ્દય પણ હોય છે કે જે નવજાત માસૂમને કીચડમાં કે કાદવમાં કીડીઓની વચ્ચે છોડીને જતાં રહે છે, પછી બાળક જાણે કે બાળકનું નસીબ…

image soucre

આવો જ એક શરમજનક કિસ્સો ગુજરાતની સંસ્કાર નગરી કહેવાતી વડોદરા શહેરમાં બનવા પામ્યો છે, અહીંના છાણી કેનાલ રોડ પર એક ગટરની બાજુમાં તરછોડાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા લોકોએ નવજાત શિશુના રડવાનો અવાજ સાંભળી આવ્યા અને થોડી જ વારમાં ઘણા બધા લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. વટેમાર્ગુઓએ પણ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરતાં તેમનો કાફલો ત્યાં દોડી આવ્યાો હતો, અને બાળકને સારવાર અર્થે નજીકની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ બાજું ફતેહગંજ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તેની સામે તપાસ હાથ ધરી છે.

ગટરની બાજુમાં નવજાત શિશુ તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું

સંસ્કાર નગરી વડોદરાના સમા વિસ્તારના શાહઆલમ સોસાયટીના રહેવાસી અને ડ્રાઈવિંગનું કામ કરતા પરેશભાઈ રૂપાભાઈ મુનિયાને આ ટોળું જોવા મળ્યું, આ સાથે જ ફતેગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં આપેલી જાણકારી અનુ્સાર જણાવ્યું છે કે ટેમ્પો લઈને તેઓ તેમના ઘરેથી નીકળ્યા હતા અને લગભગ સાડા આઠના સુમારે પંચમ હાઈટ પાસે છાણી કેનાલ રોડ ઝૂંપડપટ્ટીના નાળા પાસેથી પસાર થતા સમયે એક ટોળું જોવા મળ્યું હતું. આ ત્યારે લોકોનું ટોળું એક જગ્યાએ જોવા મળ્યું હતું. દરમિયાન ત્યાં જઈ જોતાં નાળાની ગટરની બાજુમાં કપડામાં લપેટેલું એક નવજાત જન્મેલું બાળક નજરે ચઢ્યું હતું.

આ ટોળું બાળકને ઘેરીને વળોટીને ઉભું હતું.

કીડીઓ ચટકતી હતી જેના કારણે બાળકે રડવાનું શરુ કર્યું

વહેલી સવારે નવજાત બાળક મળી આવતાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું આ વિસ્તારમાં એકત્ર થઈ ગયું હતું. એક કપડામાં વીંટાળેલા બાળક પર કીડીઓ ફરી વળતાં તાત્કાલિક તેને પોલીસની મદદથી સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જો કે હાલ આ બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના છાણી કેનાલ પાસે કોઈ અજાણી વ્યક્તિ એક નવજાત બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. સવારે ત્યાંથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતાં તેઓ બાળકને શોધવામાં લાગ્યા હતા. દરમિયાન તેમને કપડામાં વીંટાળેલું એક નવજાત બાળક મળ્યું. નાના બાળકના શરીર પર કીડીઓ ચટકા ભરી રહી હતી, જેના લીધે પીડા થવાથી આ નાનું માસૂમ નવજાત બાળક રડી રહ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો

image soucre

જો કે આ નવજાત બાળક જીવિત હતું, એને કોઈ અજાણયી સ્ત્રી કોઈ કારણોસર અસુરક્ષિત જગ્યાએ ત્યજીને જતી રહી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં ફતેગંજ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સાથે 108 એમ્બ્યુલન્સ પણ આવી જતાં બાળકને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યું હતું. હાલ પોલીસના જણાવ્યા પ્રમાણે આ બાળક સુરક્ષિત અને સારી સ્થિતિમાં છે, જો કે કોઈ અજાણી સ્ત્રી આમ પોતાના નવજાત બાળકને કાદવમાં ત્યજીને કઈ રીતે જઈ શકે આ પ્રશ્ને હાલમાં લોકચર્ચા જગવી છે.

લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં

image socure

નવજાત શિશુના રડવાના અવાજને સાંભળી લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. નવજાત બાળક મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ફતેગંજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદના આધારે બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી તેનાં માતા-પિતાની તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે આ શિશુના માતાપિતાની શોધખોળ કરવાનું કામ આદરી દીધું છે, હવે જોવાનું એ રહે છે કે શું ખરેખર પોલીસ આ નવજાતના માતાપિતાને શોધવામાં સફળ રહી શકે છે કે કેમ?