બાપ રે! લોકડાઉનમાં અંગુરી ભાભીના આવ્યા આવા ખરાબ દિવસો, જાણો કેવુ કામ કરી રહી છે શિલ્પા શિંદે

કોરોના વાયરસને લીધે થયેલા લોકડાઉનને કારણે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ પણ બેરોજગાર બની ગયા છે. ટીવી અને ફિલ્મ સ્ટાર્સે પણ બેકારીની પીડા વ્યક્ત કરી ચુક્યા છે. હવે નાના પડદાની ચર્ચિત કોમેડી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ!’ થી ઘરે ઘરે પ્રખ્યાત બનેલી ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદે એક્ટિંગ છોડીને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી જોવા મળી છે.

image source

શિલ્પા શિંદેએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા શરે કર્યો

શિલ્પા શિંદે કહ્યું ‘ભાભીજી ઘર પર હૈ!’ ટીવી સીરિયલમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવ્યું હતું, જે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યું હતુ અને તેને પણ આ પાત્રથી અલગ ઓળખ મળી છે. શિલ્પા શિંદેએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ડ્રિલિંગ મશીનથી પત્થરો અને દિવાલ તોડતી નજરે પડે છે. જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

image source

કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્રિલિંગ મશીન ચલાવતી જોવા મળી

શિલ્પા શિંદેએ બાંધકામ સાઇટ પર પથ્થર તોડતી વખતે પોતાનો વીડિયો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્રિલિંગ મશીન ચલાવતી જોવા મળી રહ્યો છે. તે જ સમયે, તેણે તેના માથા પર કેપ લાગવી છે અને કુર્તા પહેરેલ છે. તેનો આ વીડિયો શેર કરતી વખતે શિલ્પા શિંદેએ એક ખાસ પોસ્ટ પણ લખી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

લોકડાઉન થયું ત્યારે હું કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં આવી ગઈ

શિલ્પા શિંદેએ તસવીર પોસ્ટમાં લખ્યું કે, ‘જ્યારે લોકડાઉન થયું ત્યારે હું કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં આવી ગઈ હતી. જેમની પાસે હજી કામ નથી, તેઓ પોતાનું ક્ષેત્ર બદલી શકે છે. સમય જતા બધું ઠીક થઈ જશે. ફક્ત હકારાત્મક બનો. ‘ શિલ્પા શિંદેની પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ઘણા ચાહકો અને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ તેનો વીડિયો પસંદ કરી રહ્યા છે. વળી, કોમોન્ટ કરીને શિલ્પા શિંદેની પ્રશંસા પણ કરી છે.

image source

શિલ્પા શિંદે ટીવી જગતનો લોકપ્રિય ચહેરો

તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે ટીવી જગતનો લોકપ્રિય ચહેરો છે. તે ‘કભી આયે ના જુદાઈ’, ‘મિસ ઈન્ડિયા’, ‘મેહર-કહાની હક અને હકીકત કી’, ‘સંજીવની’, ‘રબ્બા ઇશ્ક ના હોવે’, ‘હરિ મિર્ચી લાલ મિર્ચી’ ‘બેટિયા અપના યા પરાયા ધન’ અને ‘ વારિસ ‘સહિત ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે’. આ સિવાય તેણે ‘પટેલ કી પંજાબી શાદી’ ફિલ્મમાં એક આઇટમ સૌન્ગ કરીને વાહવાહી લુટી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *