જૂન મહિનામાં જાણો ક્યારે આવશે ગ્રહણ અને કયારે કયા વ્રત તહેવાર, જાણી લો તારીખો

દર મહિનો તેની સાથે પોતાના ખાસ તહેવાર અને વ્રત લઈને આવે છે. જૂન મહિનો પણ ખાસ રહેશે. આ મહિનામાં 2 ગ્રહણ પડવા જઈ રહ્યા છે. કેટલાક અનેક ખાસ તહેવારોમાં આ મહિને અપરા એકાદશી, વટ સાવિત્રી વ્રતથી લઈને શનિ જયંતિ અને માસિક શિવરાત્રીની સાથે અન્ય ઉપવાસ પણ આવી રહ્યા છે. આ મહિને 10 જૂને પહેલુ સૂર્યગ્રહણ પણ આવી રહ્યું છે. તો જાણો આ મહિનાના પર્વની તારીખ અને તેના મહત્વને વિશે.

ચાલો જાણીએ મહિનાની શરૂઆતથી આવનારા તહેવારો અને તેના મહત્વ વિશે

2 જૂન

કાલાષ્ટમી

હિંદુ પંચાગ અનુસાર કૃષ્ણ પક્ષની અષ્ટમીએ કાળાષ્ટમીનું વ્રત આવે છે. આ દિવસે કાળ ભૈરવની પૂજા કરાય છે.

image source

6 જૂન

અપરા એકાદશી

સનાતન માન્યતા છે કે જયેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ મનોકામના પૂરી થાય છે.

9 જૂન

માસિક શિવરાત્રિ

જયેષ્ઠ મહિનાની માસિક શિવરાત્રિ બુધવારે આવી રહી છે. હિંદુ ધર્મમાં આવનારી આ શિવરાત્રિ ઘણું મહત્વ રાખે છે.

10 જૂન

વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ

ધાર્મિક માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત હિંદુ વિવાહિત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કરે છે. તો જેઠ મહિનાની આ અમાસને શનિ જયંતિના નામે પણ ઓળખવામાં આવે છે.

image source

10 જૂને છે સૂર્યગ્રહણ

હિંદુ પંચાંગ અનુસાર જેઠ અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે. તેને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ કારણે અહીં સૂતકકાળ માન્ય રહેશે નહીં.

14 જૂન

વિનાયક ચતુર્થી

દર મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીના નામે ઓળખાય છે. આ દિવસે ધાર્મિક માન્યતા અનુસાર વ્રત રાખવાથી જાતકોને અનેક પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે.

image source

20 જૂન

ગંગા દશેરા

જેઠ મહિનાની દશમીની તિથિને ગંગા દશેરાના નામે ઉજવવામાં આવે છે. આ દિવસને લઈને સનાતન માન્યતા પણ છે. આ તિથિએ મા ગંગા સ્વર્ગથી ઘરતી પર અવતરી હતી. આ દિવસ ગંગા સ્નાન અને દાનનો વિશેષ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દરેક લોકોએ પોતાની યથાશક્તિ દાન કરવું. આમ કરવાથી તમારા પુણ્યમાં અને સુખાકારીમાં વધારો થઈ શકે છે.

21 જૂન

ગાયત્રી જયંતિ

જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિને મા ગાયત્રીના જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. ગાયત્રી માથી ચારે વેદની ઉત્પત્તિ થાય છે.

image source

24 જૂન

જેઠ પૂનમ

જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો ધર્મ કરવાનું વિધાન પણ છે. આ દિવસે ગંગામાં સ્નાન કરીને મનોકામના પૂર્ણ કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે. માન્યતા તો એવી પણ છે કે સંવત 1455ની આ પૂર્ણિમાએ કબીરદાસનો જન્મ થયો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ