શું શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાથી અલગ થવાનો કરી રહી છે વિચાર? આ કારણે સામે આવી રહી છે વાત

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈ 2021 ના રોજ અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર રજૂ કરવાના ગુનામાં ક્રાઈમ બ્રાંચ દ્વારા લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા હજુ પણ જેલમાં જ છે અને તેના જામીન માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. રાજ કુન્દ્રાની સંડોવણી આ કેસમાં સામે આવ્યા બાદ તેની પત્ની શિલ્પા શેટ્ટીના અંગત જીવન તેમજ વ્યાવસાયિક જીવન પર પણ ઊંડી અસર પડી રહી છે. શિલ્પા શેટ્ટી લાંબા સમય સુધી સુપર ડાન્સર શોમાં પણ દેખાઈ ન હતી.

image soucre

આ દરમિયાન ચર્ચા એવી પણ સામે આવી છે કે આ વિવાદ વચ્ચે શિલ્પાના હાથમાંથી ઘણી મોટી બ્રાન્ડ્સ પણ હાથમાંથી નીકળી ગઈ હતી. જો કે, ધીરે ધીરે શિલ્પા શેટ્ટીની કારકિર્દી ફરી એક વખત પાટા પર આવી છે અને તે સુપર ડાન્સર 4 ના સ્ટેજ પર પરત ફરી છે. જાણવા મળતી માહિતી મુજબ શિલ્પા શેટ્ટી માત્ર એ શરતે શોમાં પરત આવવા માટે સંમત થઈ હતી કે તે કોઈ વિવાદાસ્પદ પ્રશ્નોના જવાબ નહીં આપે. તેવામાં હવે શિલ્પા શેટ્ટી વિશે એક નવા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શિલ્પા શેટ્ટી તેના બાળકો સાથે રાજ કુન્દ્રાથી અલગ થવાની યોજના બનાવી રહી છે.

image soucre

શિલ્પાના એક મિત્રએ કહ્યું કે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેવામાં શિલ્પા શેટ્ટીના મિત્રએ ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાનું રહસ્ય સામે આવ્યું ત્યારથી શિલ્પા શેટ્ટી શોકમાં છે. શિલ્પાને ખબર પણ ન હતી કે તેના માટે હીરા અને ડુપ્લેક્સ ખોટી રીતે ખરીદવામાં આવ્યા છે. તેવામાં હવે શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાના પૈસાને સ્પર્શ પણ કરવા માંગતી નથી.

image soucre

આ અહેવાલ મુજબ મિત્રએ આગળ કહ્યું હતું કે, ‘શિલ્પા શેટ્ટી કામ કરે છે અને તે તેના બાળકોની સંભાળ રાખવા માટે પૂરતી કમાણી કરી લે છે’. શિલ્પા શેટ્ટીએ ઇન્ડસ્ટ્રીમાં હંગામા 2થી કમબેક કર્યું છે અને હવે નિકમ્મા ફિલ્મ પણ તૈયાર છે. શિલ્પા શેટ્ટીની વાપસી પછી અનુરાગ બાસુ અને પ્રિયદર્શિને પણ તેમને તેમની ફિલ્મોમાં ભૂમિકાઓ ઓફર કરી છે.