જ્યાં શિવાંશની માતાની બોડી રાખી હતી ત્યાં પુછપરછ થતા ભાંગી પડ્યો સચિન દિક્ષીત

ગાંધીનગર ખાતે રાતના સમયે એક માસુમને તરછોડી દેવાના કેસમાં એક પછી એક વળાંક આવતા રહ્યા અને અંતે આ કેસમાં હત્યાનો ખુલાસો થયો છે. દીકરાને તરછોડી દેનાર પિતાએ તેની માતાની પણ નિર્મમ હત્યા નીપજાવી હતી. માતાને મારી નાંખી તેની લાશને બેગમાં પેક કરી દીકરાને લઈ નીકળ્યો અને પછી પોતાના જ અંશને મોતના મુખમાં અવાવરું જગ્યાએ મુકી દીધો હતો.

image socure

આ કેસમાં બાળકને કોણ તરછોડી ગયું તેની તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં સીસીટીવી ચેક કરતાં જાણવા મળ્યું કે રાતના સમયે કોઈ બાળકને કારમાં આવી મુકી ગયું હતું. સીસીટીવીમાં જે કાર જોવા મળી તેના આધારે પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે તે કાર કોઈ સચિન દિક્ષીતની છે. આ સચિન દિક્ષીતની તપાસ કરવામાં આવતા કેસ માટે બાળકને તરછોડવાનો રહ્યો નહીં અને કેસ બની ગયો હત્યાનો.

image socure

જી હાં શિવાંશને તરછોડવાનો એક માત્ર ગુનો સચિને કર્યો ન ગતો. આ કામ તો તેણે હત્યાનો ગુનો આચરીને કર્યું હતું. શિવાંશની માતા મહેંદીની ગળુ દબાવી હત્યા કરી સચિન દીકરાને પડતો મુકી આવ્યો હતો. આ વાતની કબૂલાત સચિને પોલીસ સમક્ષ ત્યારે કરી જ્યારે પોલીસની ટીમ તેને એ ઘરમાં લઈ ગઈ જ્યાં તેણે મહેંદીની હત્યા કરી લાશને બેગમાં પેક કરી દીધી હતી.

image soucre

સચિનની ધરપકડ કરી પોલીસની ટીમ તેને લઈ બપોરના સમયે વડોદરા પહોંચી અને ત્યાંથી તેને એ ફ્લેટ પર લઈ જવામાં આવ્યો જ્યાં તે મહેંદી અને શિવાંશ સાથે રહેતો હતો. પોલીસની ટીમે તેને રસોડામાં લઈ પ્લેટફોર્મ પર બેસાડ્યો અને પુછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને સ્વીકાર્યું કે તેણે મહેંદીને મારી તેની લાશ બેગમાં પેક કરી પ્લેટફોર્મ પર રાખી હતી.

image source

આ કેસમાં સચિને કરેલી કબૂલાત અનુસાર તે અને મહેંદી લિવ ઈનમાં રહેતા હતા. સચિન અમદાવાદની એક કંપની નોકરી કરતો હતો અને મહેંદી આ કંપનીના એક ડીલરને ત્યાં નોકરી કરતી હતી. કામના કારણે બંને વચ્ચે મુલાકાતો થતી તેમાંથી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. થોડા સમય બાદ તેઓ લિવ ઈનમાં રહેવા લાગ્યા. લિવ ઈન દરમિયાન 10 મહિના પહેલા મહેંદી શિવાંશને જન્મ આપ્યો. તેઓ બે માસ પહેલાં વડોદરામાં આ ફ્લેટમાં ભાડે રહેવા આવ્યાં હતાં.

image soucre

મહેંદી અને સચિન વચ્ચે થોડા સમય પહેલા ઝાંસી જવા અને બાળકની જવાબદારીને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાનો અંત લાવવા સચિને મહેંદીની ગળુ દબાવી હત્યા કરી લાશને બેગમાં ભરી ફ્લેટમાં પ્લેટફોર્મ પર રાખી દીધી.

મહેંદીની લાશનો કબજો લેવા જ્યારે પોલીસે આ બેગ ખોલી તો કઠણ કાળજાના પોલીસકર્મીઓ પણ હચમચી ગયા અને સ્થળ પર ઉલટી કરી બેઠા. બેગ ખુલતા જ સોસાયટીમાં વાસ પ્રસરી ગઈ હતી. ખુદ પોલીસ વડા પણ 2 જ મિનિટમાં ફ્લેટની બહાર નીકળી ગયા તેવી સ્થિતિ લાશની થઈ ગઈ હતી. પોલીસે આ મામલે સચિનને કસ્ટડીમાં લઈ અને વધુ તપાસ હાથ ધરી છે.