જોઇ લો તસવીરોમાં ‘નોટ સ્મોકિંગ’ એડમાં જોવા મળેલી આ નાનકડી છોકરી હવે કેટલી મોટી થઇ ગઇ છે, બીજુ બધુ તો ઠીક પણ એની સ્માર્ટનેસ તો જુઓ

‘નો સ્પોકીંગ’ ની એડમાં જોવા મળેલ આ બાળકી હવે આટલી મોટી થઇ ગઈ છે, એના સુંદર ફોટા જોવા કલીક કરો

image source

તમે જયારે પણ કોઈ ફિલ્મ જોવા માટે સિનેમામાં જાઓ છો ત્યારે ફિલ્મ શરુ થતા પહેલા જ સરકાર દ્વારા આવશ્યક નો સ્મોકિંગ અંગેની એડ આવે છે. આ એડમાં પહેલા સિગારેટ, તમાકુ અને અન્ય વ્યસન દ્વારા થતા રોગો સામે જાગૃત કરવા માટેની જાહેરાત આવે છે. જો કે અગાઉ આ એડમાં મુકેશ નામનો વ્યક્તિ બતાવવામાં આવતો હતો. બીજી એડમાં એક નાનકડી બાળકી જોવા મળે છે, જેમાં આ બાળકી પિતાની ધૂમ્રપાનની આદતથી પરેશાન બતાવવામાં આવી છે. આ નાનકડી બાળકી ફિલ્મ થીયેટરોમાં શરૂઆત અને ઈન્ટરવલ દરમિયાન આવતી જાહેરાતમાં જોવા મળે છે. જો કે આપને જણાવી દઈએ કે આ યુવતી હવે મોટી થઇ ગઈ છે.

નો સમોકીંગની જાહેરાત

image source

આ જાહેરાત લગભગ દરેક ફિલ્મની પહેલા જોવા મળે છે. આ જાહેરાતમાં એ બાળકી માત્ર સાત વર્ષની છે, જો કે આજે આ બાળકી મોટી થઇ ગઈ છે. આ જાહેરાતમાં જ્યારે તેના પિતા ધૂમ્રપાન કરે છે અને ખાંસી કરે છે, એ નારાજ થઈને મો ફેરવી લે છે. જો કે આ જાહેરાત આજે પણ ટીવી અને સિનેમામાં બતાવવામાં આવે છે. આ યુવતી હવે મોટી થઈ ગઈ છે અને તમે હવે તો એમને જોઇને ઓળખી પણ નહિ શકો. કારણ કે હવે તેમનો દેખાવ સાવ અલગ જ થઇ ગયો છે.

image source

આ જાહેરાતમાં આજે પણ જોવા મળતી નાનકડી બાળકી સીમરન નાટેકર છે. આપને જણાવી દઈએ કે સેન્સર બોર્ડની સૂચના મુજબ આ દરેક સિનેમામાં ‘નો સ્મોકિંગ’ ની જાહેરાત ફરજીયાત બતાવવામાં આવે છે. જો કે સીમરન હવે પહેલા જેવી રહી નથી. હવે આ સીમરન મોટી થયા પછી એટલી સુંદર લાગે છે કે એડમાં જોયેલી બાળકી અને હવે દેખાતી સીમરનને તમે જાહેરાત પ્રમાણે તો ઓળખી પણ નહિ શકો.

જાહેરાતની આ માસુમ અને ક્યૂટ સિમરન હવે સુંદર દેખાય છે

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષો પહેલા નો સ્મોકિંગ માટે જે જાહેરાતનું શુટિંગ થયું હતું ત્યારે સીમરનની ઉમર માત્ર 7 વર્ષની જ હતી. જો કે હવે સીમરન મોટી થઇ ગઈ છે ૧૯ વર્ષની થઇ ચુકી છે. સીમરન હવે ચતુરતા, માસુમિયત અને સાથે સાથે ખૂબ જ સુંદર પણ દેખાય છે.

જાહેરાતમાં જોવા મળેલી આ બાળકીએ અનેક ટીવી સીરીયલોમાં પણ કામ કર્યું છે. સીમરને કરેલી ટીવી સીરીયલમાં ‘લવ યુ જિંદગી’, ‘એક હજારો મેં મેરી બહના હૈ’, ‘હાતિમ’, ‘બાલિકા વધુ’ જેવી સિરિયલો પણ છે. હાલમાં સીમરનની ઉમર ૧૯ વર્ષની છે અને તે હજુ પણ ટીવી સીરીયલોમાં કામ કરે છે.

image source

ટીવી સીરીયલ સાથે સીમરન નાટેકર ગુજરાતી ફિલ્મ ‘બેસ્ટ ઓફ લક લાલુ’ માં પણ જોવા મળી હતી. તેમજ બોલીવુડ ફિલ્મ દાવત-એ-ઇશ્ક ફિલ્મમાં પણ ફરીદાની ભૂમિકામાં સિમરન જોવા મળી હતી.

નો સ્મોકિંગની જાહેરાત સિવાય સિમરને ડોમિનોઝ, કેલોગ, યાકૂટ, વીડિયોકોન, ક્લિનિક પ્લસ, બાર્બી ટોય જેવી અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. જો કે તમે સીમરનને પ્રખ્યાત ટીવી સીરિયલ ‘પહેરેદાર પિયા કી’માં પણ જોઈ જ હશે. આ સિવાય પણ સિમરને ડિઝની ચેનલના કોમેડી શો ઓયે જોશીકન કામાં કામ કર્યું છે. આ શોમાં મિન્ની રોયનું પાત્ર લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું.

image source

ઉલ્લેખનીય છે કે નો સ્મોકિંગ એડમાં જે બાળકી છે એને જોઇને કોઈ કહી શકે નહિ કે એ સીમરન જ છે. હવે સીમરન 19 વર્ષની થઈ ચુકી છે અને આ સમયગાળા દરમિયાન તે બોલ્ડ અને સુંદર પણ દેખાય છે. એની તસ્વીર જોઇને તમે પણ જોતા જ રહી જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત