શું તમારે રહેવું છે શાહરુખ ખાનના ઘરમાં? તો આ તારીખ સુધીમાં કરી લો આ કામ, અને માણો આલિશાન બંગલામાં રહેવાની મજા: PICS

બોલિવૂડના બાદશાહ તરીકે પ્રખ્યાત શાહરુખ ખાનના કરોડો ફેન્સ ભારતમાં છે તેની સાથે જ વિદેશમાં પણ તેની લોકપ્રિયતા ખૂબ વધારે છે. મુંબઈ ફરવા આવતાં લોકો શાહરુખ ખાનના બંગલાને જોવા પણ જતા હોય છે. તેવામાં એક ખુશખબર શાહરુખ ખાનના ફેન્સ માટે સામે આવી છે. જેની એક ઝલક જોવા માટે જ્યાં પડાપડી થતી હોય છે ત્યાં હવે લોકો શાહરુખ ખાનના ઘરમાં રહી શકશે. જી હા આ વાત કોઈ ખોટી અફવા નથી પરંતુ શાહરુખ ખાન જે ઘરમાં રહ્યો છે અને મોટો થયો છે તે ઘરમાં હવે સામાન્ય લોકો પણ રહી શકે છે.

image source

એ વાત તો સૌ કોઈ જાણે છે કે શાહરુખ ખાનનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે દિલ્હીમાં જ મોટો થયો હતો. દિલ્હીમાં શાહરુખ ખાનનું ઘર પણ છે. જ્યારે શાહરુખ ખાનનું નાનપણ પસાર થયું છે. આ દિલ્હી ખાતેના ઘરમાં જ સામાન્ય લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

વાત જાણે એમ છે કે દિલ્હી ખાતેના શાહરુખ ખાનના ઘરને ગૌરી ખાને રિ-ડિઝાઈન કર્યું છે. રિ-ડિઝાઈન કર્યાની સાથે જ આ ઘરને લઈ શાહરુખ અને ગૌરીઓ એક કંપની સાથે કરાર કર્યો છે. જેના કારણે શાહરુખના દિલ્હીના ઘરમાં રહેવા માટે લોકો બુકીંગ કરાવી શકે છે. શાહરુ ખાને આ ઘરની તસવીરો તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે આ ઘરમાં તેની અઢળક યાદો આજે પણ છે. આ ઘર તેના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. તેવામાં ગૌરીએ આ ઘરને ફરીથી ડિઝાઈન કર્યું છે અને ઘરમાં સચવાયેલી જૂની યાદોને પ્રેમથી ભરી દીધી છે. હવે આ ઘરમાં મહેમાન બની લોકો આવી શકે છે.

image source

આ ઘરમાં રહેવા માટે Airbnb.com/homewithopenarms વેબસાઈટ પર લોગઈન કરવું પડશે. ત્યારબાદ તેમાં દર્શાવેલા વિકલ્પને ફોલો કરી અને શાહરુખ ખાનના દિલ્હીના ઘરમાં રહેવા માટે બુકીંગ કરાવી શકાય છે. આ ઘરમાં રહેવા માટે લોકો એપ્લીકેશન 30 નવેમ્બર સુધી કરી શકે છે. 30 નવેમ્બર સુધીમાં વેબસાઈટના માધ્યમથી તમામ એન્ટ્રી કરી દેવી ફરજિયાત છે. આમ કર્યા બાદ શાહરુખના ફેન્સ અને અન્ય લોકો જે આ ભવ્ય ઘરમાં રહેવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ અહીં સમય પસાર કરી શકે છે.

image source

શાહરુખ ખાનની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તે ફિલ્મોથી દૂર છે. છેલ્લે વર્ષ 2018માં તેની ફિલ્મ ઝીરો રજૂ થઈ હતી. માં જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ લોકોને આકર્ષી શકી નહીં અને સુપરફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી.

image source

ત્યારબાદથી શાહરુખ એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. પરંતુ હવે ચર્ચા છે કે શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ પઠાન કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત