અચાનક સાપ પહોંચી ગયો મોબાઇલમાં મશગુલ યુવાનો પાસે, ખરેખર પછી શું થયુ તે જાણવા જેવુ છે

ભરૂચમાં મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે અચાનક આવેલા સાપને જોઇને દોડધામ મચી ગઈ હતી

image source

ઘણીવાર કોઈ ઘટના ઓચિંતા ઘટે છે, ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું નહિ એ સમજી શકાતું નથી. એમાં પણ જ્યારે એવા કોઈ જીવને તમે તમારા નજીક અચાનક જ જોઈ લો, જેના કારણે તમારો જીવ જઈ શકે તો તમારી સ્થિતિ ખરેખર જોવા જેવી બની જતી હોય છે. આ ઘટના જો કેમેરામાં કેદ ન થઇ હોત તો કદાચ જ આ સ્થિતિની કલ્પના આપણે કરી શક્યા હોત. જો કે આજકાલ તો હવે દરેક દુકાનમાં હવે CCTV કેમેરા લગાડેલા જોવા મળતા હોય છે. આપને જણાવી દઈએ કે ભરૂચના એક સ્ટોરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.

CCTVમાં સાપ કેદ થયો

image source

ભરૂચના એક સ્ટોરની બહાર અચાનક જ ક્યાંકથી સાપ આવી જતા લોકો ડરી ગયા હતા. સાપની ઝડપી ચાલ જોઇને એ વાત પણ સ્પષ્ટ છે કે એ પોતે પણ કેટલો ડરેલો હશે. મોબાઈલમાં કઈક કરતા યુવાનોના નીચેથી અચાનક જ્યારે સાપ પસાર થયો, ત્યારે એ લોકો ત્યાંથી ઉઠીને દોડવા લાગ્યા હતા. જો કે વિડીયોમાં તમે જોઈ શકો છો કે ક્યાં જવું એ પણ એમને સમજાઈ રહ્યું નથી.

પગમાં થઈને સાપ નીકળતા ડરી ગયા યુવકો

image source

ઉલ્લેખનીય છે કે શનિવારના દિવસે ભરૂચના એક સ્ટોર પાસે ક્યાંકથી સાપ આવી ગયો હતો. જો કે આ સાપ ક્યાંકથી ડરીને આવ્યો હોય એમ ઝડપ ભેર પસાર થઇ રહ્યો હતો. અચાનક પગ પાસેથી સાપ નીકળતા ત્યાં મોબાઈલમાં કઈક ગડમથલ કરી રહેલા યુવાનો પણ ડરી ગયા હતા. જો કે સાપ કોઈને પણ કરડયો નથી એ વાતની રાહત પણ એમને છે. આ સાપ ક્યાંથી આવ્યો એની જાણ કોઈને થઇ નથી.

એક યુવકે સાપને પાછળથી પકડીને દુર કર્યો હતો

image source

સાપ ઝડપ ભેર યુવાનોના પગ પાસેથી નીકળીને સ્ટોરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. આવા સમયે, એક યુવકે સાપને પાછળથી પકડીને દુર કર્યો હતો. વિડીયોમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવકે બહાદુરી પૂર્વક સાપને દુકાનમાં જતા અટકાવ્યો હતો અને પાછળના ભાગેથી પકડીને દુર ફેંકી દીધો હતો. જો કે અચાનક આવેલા સાપને જોઇને બધા જ ડરી ગયા હતા.

વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

image source

ભરૂચમાં એક દુકાનની બહાર મોબાઈલમાં વ્યસ્ત રહેલા યુવાનો પાસે અચાનક સાપ આવી જતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે અચાનક સાપ આવી જતા બધાના જીવ તાળવે ચોટી ગયા હતા. આ વિડીયો શનિવારનો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત