સોશિયલ મીડિયા પર દોસ્ત બનાવ્યા પછી બનાવ્યો અશ્લીલ વિડીયો, બ્લેકમેલ કરી પડાવ્યા, એટલે સુરતના ઓપરેટરે ગળે ફાંસો ખાઈને કરી હત્યા

સોશિયલ મીડિયા પર સુરતમાં રાંદેરના ઉગત-ભેંસાણ રોડના રહેવાસી એવા એક કમ્પ્યુટર ઓપરેટર સાથે મિત્રતા કર્યા બાદ તેનો અશ્લીલ વીડિયો બનાવીને એક યુવતીએ બ્લેકમેઇલ કર્યો હતો. જ્યારે આ મૃતકનો મોબાઇલ ચેક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે એ યુવતીએ મૃતક પાસે 20 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા અને એ પછી પણ વધુ રૂપિયા માગી યુવતીએ સતત બ્લેકમેઇલ કરતાં યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.સાઇબર ક્રાઇમે યુવકની આત્મહત્યા મામલે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

31મી ઓક્ટોબરે યુવકે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી

image soucre

મૃતક યુવક મૂળ ઓલપાડનો અને ઉગત-ભેંસાણ રોડ પર રહેતો હતો અને ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો જેની ઉંમર 26 વર્ષ હતી. યુવકે 31મી ઓક્ટોબરે મોડી રાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એ બાદ જ્યારે પરિવારને સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કર્યો તો તેમાંથી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે યુવક સાથે યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી તેને ફસાવ્યો હતો.

યુવકને સતત બ્લેકમેલ કરતા એને ત્રાસીને ફાંસો ખાઇ લીધો

image soucre

સોશિયલ મીડિયા પર યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી અને એ પછી એને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. યુવતીએ વધુ રૂપિયા માટે યુવકને સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો હતો. જો કે, યુવકે એ બીભત્સ વીડિયો ડિલીટ કરવા માટે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ધમકી પણ આપી છતાં તેણે વધુ રૂપિયાની માગણી ચાલુ જ રાખી હતી.

20 હજાર લીધા બાદ વધુ રૂપિયાની માંગણી કરી

image soucre

31મી ઓક્ટોબરના રોજ સમાજમાં બદનામીના ડરે યુવકે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ બ્લેકમેલ કરનાર યુવતીને મોકલી આપી હતી આમ છતાં સોશિયલ મીડિયા વાળી યુવતી તેની પાસે વીડિયો ડિલિટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. એ પછી યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા નહોતી થઈ એના કારણે યુવતી તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરીને યુવકને માનસિક રીતે હેરાન કરી રહી હતી.