પરિવાર અને ડોક્ટર્સની અથાગ મહેનતથી આ નાનકડા ભુલકાને મળ્યુ નવુ જીવન, સંપૂર્ણ આર્ટિકલ વાંચીને તમારી આંખોના ખુણા પણ થઇ જશે ભીના

hemangioendothelioma

હિમેંજીઓ એંડો થેલીઓમાં

કઈ ટપ્પો પાડ્યો ? કે ટપ્પો પડીને બોલ બાઉન્સ ગયો?

બે મહિનાના બાળકને જ્યારે આવો રોગ લાગુ પડે તો આ વાર્તા ઘણી લાંબી થશે પણ અમુક અમુક મુદ્દા આવરીને તેને સાજા કરનારા હરેક ડોક્ટરને આજે આભાર માનવાની ઈચ્છા થઈ છે.

સૌપ્રથમ બે મહિના કરતાં પણ નાનો હતો ત્યારે તેને ભાવનગરમા ડૉ દિનેશ ડાંખરા પાસે લઈ ગયા. તેમણે જોઈને CT scan કરવા કહેલું એટલે બીજો ઓપીનીયન લેવા ડૉ કમલેશ ઉનડકટ પાસે ગયા. તેમણે પણ એ જ સલાહ આપી. રીપોર્ટ જોઈને ડાંખરા સાહેબે બાયોપ્સી કરવા કહેલું. પછી અમદાવાદ આવ્યા. બે મહિના કરતાં પણ નાની ઉંમરના બાળકને ચીરો પાડી તેની બાયોપ્સી લેવામાં આવી. એક હાશકારો કૅન્સર તો નહોતું પણ હજી નિરાંત પણ ન હતી. કંઇક અલગ જ બીમારી લઈને જન્મેલા અમારા ખુશભાઈના રીપોર્ટ જોઈને ભાવનગરના જાણીતા ડોકટર અને પપ્પાના મિત્ર ડૉ ઘનશ્યામ પટેલ અને ડૉ કાનાણી સાહેબે મુંબઈ અથવા અમદાવાદ જવા માટે કહેલું.

છેલ્લે ડાંખરા સાહેબે મુંબઈના હિન્દુજા હોસ્પિટલના ડૉ રસિક શાહ ની ચિઠ્ઠી લખી આપી. પરિસ્થિતિ જોતા તરત તેમણે ડૉ મિલિન્દ સાખે પાસે જે હિંદુજામાં જ બાળકોના ન્યુરો સર્જન હતા તેમની પાસે મોકલ્યા.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ ડૉક્ટરની એક નાની જીદથી જ બાળક આજે જીવન માણી રહ્યું છે.મિલિન્દ સરે First oparation કર્યું. ખરેખર આ ડોક્ટરને પગે જ લાગવું જોઈએ કેમકે એક મહિનો વેન્ટિલેટર પર જ્યારે બાળક હતું તો હજી એક વિક મને આપો કહીને બાળકને બચાવ્યું છે. એમણે તો પોતાની વ્યક્તિગત કબૂલાત કરતા એવું પણ કહેલું કે મારાથી પણ રડાય જવાય છે જ્યારે હું આ બાળકના શરીરમાં પંકચર પાડુ છું. સર જ્યારે ઓપરેશન કરીને અમેરીકા કામથી ગયા ત્યારે ડૉ સોનું ઉદાણીનો પણ આભાર જ માનવો રહ્યો. જેમણે અમને હિંમત આપી. હિન્દુજા હોસ્પિટલની આ જંગ લગભગ અઢી મહિના લડ્યા.

પાછા આવ્યા. નિરાંતની પળો હજી માણી રહ્યા હતા ત્યાં ગાલમાં સેમ ટ્યૂમર ( કૅન્સરનું નહી) ઉપસી આવ્યું. ફરી ગાડી હિન્દુજા હોસ્પિટલમાં પહોંચી. ૧૫ દિવસમાં ૩ ધક્કા ખાધા. ડૉ મિલિન્દ સરના કહેવા પ્રમાણે હવે મગજમાં કોઈ પ્રોબ્લેમ નથી ગાલમાં છે. તેથી બીજા ડિપાર્ટમેન્ટમાં ગયા. ત્યાં અમને ખૂબ જ clear શબ્દોમાં કહેવામાં આવ્યું કે બાળકને ઑપરેશન બેડ પર કઈ પણ થઈ શકે, પેરાલિસિસનો પ્રોબ્લેમ આવે કે જડબુ કેટલું કપાય કઈ કહી ના શકીએ અને ત્રીજી વાર ના થાય તેની કોઈ જ ગેરંટી નથી.

આ ડર વચ્ચે મારા મામા ડો ઉમેશ ફળકિયા જેમણે જ્યારે ખુશ વેન્ટિલેટર પર હતો ત્યારે સજેસ્ટ કરેલું કે તે રીમુવ કરીને બાળકને હવે વધુ હેરાન ના કરીએ અને તેને મુક્ત કરીએ. તેવી સલાહ આપેલી તેની જ સલાહ હેઠળ હોમીઓપેથી #ડો સાંકેત વાદગમાં જે સુરતમાં પ્રેક્ટિસ કરે છે તેમના પાસે ૬ મહિના દવા કરી પછી તેમણે જ ડો ક્ષિતિજ જોશી સર સાથે મુલાકાત કરાવી જે પ્રિડીકટિવ હોમીઓપેથીમાં હતા. જેમની મુલાકાત પછી તરત જ તેમણે તેમના હેડ ડૉ ( ઉર્ફે અમારા તો ભગવાન જ) પ્રફુલ્લ વિજયકરને ઘાટકોપરના એક કેમ્પમાં આવવા કહ્યું.

બસ તે દિવસથી અમારી બધીજ ચિંતા તેમણે લઈ લીધી.

ખુશ અને અમારા પૂરા પરિવાર તરફથી આ બધાજ ડોક્ટરો ઉર્ફે ભગવાનને વંદન.

માણસ બીમાર પડે ત્યારે તેને થોડું આત્મજ્ઞાન તો આવે છે. મોટા ભાગના લોકો સાજા થાય એ પછી એ જ્ઞાન ગુમાવી દે છે. બહુ ઓછા લોકો એ જ્ઞાનને અમલમાં મૂકી શકે છે. મારા ઘરના સદસ્યોની તો મને નથી ખબર પણ ખુશના કેસ, મારા કાકાનો બનાવ, મારો personal અનુભવ એક્સીડન્ટ અને અલ્સર અને મારા દાદાનો ખાટલો) પછી થી હંમેશા જીવનમાં તન, મન, ધનનો ક્રમાંક જ ફોલો કર્યો છે. આજે પણ કામનું પ્રાધાન્ય ત્રીજું જ છે અને રહેશે.

#હેપીનેસ ની કોઇ યુનિવર્સલ ફોર્મ્યુલા નથી. તમારે તમારી હેપીનેસ શોધવાની છે. તમે ખુશ રહેવા જોઇએ. બધું પકડી ન રાખો, હળવા રહો, લોકો સાથે વાતો કરો, મજામાં રહેવાના દરેક નુસખાઓ અજમાવો, તમારા સંબંધો મજબૂત રાખો, પૂરી મહેનત પછી પણ સંબંધો મજબૂત ન રહે તો પણ બહુ ચિંતા નહીં કરવાની.

હેલ્થની સાથોસાથ હેપીનેસ વિશે પણ વિચારો. હેપીનેસ વધી શકે છે, જો તમને જિંદગી જીવતા આવડે તો! અમારી જેમ સામનો કર્યા પછી જ બુદ્ધિ આવે તેના કરતાં પહેલાં જ સમજી જાઓ, રોજ એવો વિચાર કરજો કે હું હેપ્પી તો છું ને? જવાબ હા હોય તો વાંધો નથી પણ ના હોય તો કંઇક એવું કરજો કે મૌજ આવે. આપણી ખુશી છેલ્લે તો આપણે જ શોધવાની હોય છે.

A Tibetan fable explains the preciousness of human life beautifully. A tortoise, a divine amphibious being lives in a sea and surfaces the water once in ten thousand years. There also is a wooden ring floating randomly across the sea. The rare probability of occurrence of a phenomenon, of the tortoise surfacing and the wooden ring getting being rounded on the neck, is the same as we getting our birth in the human form. Life is a rare phenomenon and therefore life is so precious that everything else is less precious than life as such.

આપણે હમણાં ચલણ ચાલ્યું છે ફોરેન ભણવા જવાનું. નીચેની લીંક પર જોઇ શકો છો કે વીજયકર સર પાસે લોકો ફોરેનથી ભણવા આવે છે. અને પાછો પ્રેક્ટિકલ કેસ અમારા ખુશનો હોય, અમારે તો ગજબની કૃપા છે ઉપરવાળાની બંને છોકરા નાનપણમા જ પોપ્યુલર થઈ ગયા છે.

એ રામ રામ

Day 2 of the International Session Marathon with the foreigners conducted by Dr.Prafull Vijayakar where he talked on topic like tumors with the help of live consultations

Posted by Predictive Homoeopathy on Tuesday, January 28, 2020

Khush

Father Prashant A Bhalani

Mother : Pinkal Bhalani

આલેખન

આશિષ બલાની

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત