શું તમે જાણો છો આ પાંચ સરળ ઉપાયથી મળશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા..

મિત્રો, ક્યારેક તમને અમુક જગ્યાઓ એટલી બધી સારી લાગે છે કે, તમે તે જગ્યાને છોડીને જવા ઈચ્છતા નથી. તમારુ મન અને મન એ જગ્યાની એક સુંદર અને આરામદાયક ક્ષણ છે, જે તમને હળવાશનો અહેસાસ કરાવે છે. વાસ્તવમા તે જગ્યાની હકારાત્મક વાઇબ્સ અને પોઝિટિવ એનર્જીને કારણે તમને તે સ્થળ ખુબ જ વધારે પડતુ ગમે છે.

image source

આ સકારાત્મક ઊર્જા તમારા મૂડને એકદમ સારો બનાવે છે અને તમને હળવાશનો અહેસાસ કરાવે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા સરળ અને ઘરેલુ ઉપાયો વિશે જણાવીશુ કે, જે તમારા ઘરની સકારાત્મક ઊર્જા વધારવામા તમને મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ ક્યા છે આ ઘરેલુ ઉપાયો?

સુગંધ :

image source

જો તમે ઘરમા સારી સુગંધી મીણબત્તી, ધૂપ અને અગરબતી સળગાવીને તમારા ઘરના વાતાવરણને સુખદ બનાવી શકો છો. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ સુગંધ એ ઘરમા સકારાત્મક ઉર્જા વધારવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

શુદ્ધ હવા અને ધૂપ :

image source

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં શુદ્ધ હવા અને ધુમાડાના પ્રવાહ માટે બારીઓ બનાવે છે. બારીઓમાંથી આવતી ધૂપ રૂમમા પ્રવેશે છે અને તમારા ઘરમા રોશની ફેલાવે છે અને રોશની ફેલાવવાની સાથે તે તમારા ઘરની આસપાસ સકારાત્મક ઉર્જાનુ નિર્માણ પણ કરે છે.

રંગબેરંગી ઘર :

image source

પ્રવર્તમાન સમયમા ઘરને કલર કરવા માટે ઓર્ગેનિક કલર્સ અને વોલપેપર પણ બજારમા ખુબ જ સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે. સારા રંગો અને વોલપેપર્સ પણ ઘરને સુંદર બનાવવાની સાથે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને ઘરમા સકારાત્મક ઉર્જાને પણ વધારે છે, જેથી તમે ઊર્જાવાન મહેસૂસ કરી શકો છો.

હરિયાળી :

image source

આપણા ફેંગશુઈ મુજબ જો ઘરમા હરિયાળી હોય તો તેનાથી પાણી અને પૈસાની પ્રવૃત્તિમા વૃદ્ધિ થાય છે. ઇકો ફ્રેન્ડલી ઘર તમને સારો અનુભવ કરાવવામા ખુબ જ મદદરૂપ સાબિત થાય છે અને હકારાત્મક વિચારોને વધારે છે.

વિન્ડ ચાઈમ :

image source

ઘરની અંદર હોલ, બેડરૂમની દીવાલો કે બારીઓ પર વિન્ડ ચાઈમ લગાવવાથી તેનુ મધુર સંગીત ઘરમા એક સકારાત્મક ઉર્જાનુ નિર્માણ કરે છે. ઘરમાં સજાવટની સાથે-સાથે તેનો મધુર અને ધીમો અવાજ મનને હળવાશનો પણ અહેસાસ કરાવે છે.

image source

તો આ હતા અમુક વિશેષ અમુક ઘરેલુ ઉપાયો કે, જે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને તમારા ઘરમા સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરે છે તથા ઘરમાં સુખ-શાંતિની સ્થાપના કરે છે. માટે જો તમે પણ તમારા ઘરમા સકારાત્મક ઉર્જા લાવવા ઈચ્છતા હોવ તો આ ઉપાયો અવશ્યપણે અજમાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ