શું તમે પણ નથી જાણતા મોબાઈલ નંબર પોર્ટ કરાવવાની પ્રક્રિયા વિશે? તો જાણીલો આ સરળ પ્રક્રિયા

મિત્રો, સ્માર્ટફોન ભલે ગમે તેટલો સારો હોય પરંતુ, જો નેટવર્ક યોગ્ય ના હોય તો ફોન તમારા માટે કઈ જ કામનો નહિ. ફોનમા કોલિંગ અને ઇન્ટરનેટ હાલ સૌ કોઈની જરૂરીયાત બની ગયુ છે. જો તમે પણ તમારા મોબાઇલ નેટવર્કથી પરેશાન છો, તો તમે તમારો નંબર બીજા નેટવર્ક પર પોર્ટ કરી શકો છો. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે તમારો મોબાઇલ નંબર કેવી રીતે પોર્ટ કરવુ? તેથી અમારી પાસે તમારા પ્રશ્નનો જવાબ છે. આજે અમે તમને બતાવીશું કે મોબાઇલ નંબર કેવી રીતે પોર્ટ કરી શકાય છે.

ત્રણ મહિના પહેલા નંબર પોર્ટ નહી થાય :

image source

જો તમારે તમારો નંબર પોર્ટ કરાવવો હોય તો તમારે કમ સે કમ ૯૦ દિવસ એટલે કે ત્રણ મહિના માટે તમારા હાલના નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે. ૯૦ દિવસ પહેલા કોઈપણ રીતે તમે તમારા નંબરને પોર્ટ કરી શકતા નથી. જો તમે પોસ્ટપેઇડ જોડાણનો ઉપયોગ કરો છો, તો તમારુ બેલેન્સ ડ્યુ ના હોવુ જોઈએ. જો તમારુ બેલેન્સ બાકી છે, તો તમારો નંબર પોર્ટ નહીં થાય.

આવા નંબરો પોર્ટ થઇ શકશે નહિ :

image source

નંબર પોર્ટ કરવા માટે સૌપ્રથમ તમે કયુ નેટવર્ક લેવા ઈચ્છો છો, તે નક્કી કરો. ત્યારબાદ તમારે યુ.પી.સી. એટલે કે અનન્ય પોર્ટિંગ કોડ જનરેટ કરવાની જરૂર પડશે. તેને ઉત્પન્ન કરવાની રીત ખૂબ જ સરળ છે. આ માટે તમારે ૧૯૦૦ પર એસ.એમ.એસ. મોકલવાની જરૂર પડશે. તમે તમારા સંદેશમા port તમારા મોબાઈલ નંબર લખો અને ત્યારબાદ આ સંદેશાને મોકલો. તેના થોડા સમય બાદ તમને ૧૯૦૧ નંબર પરથી એસ.એમ.એસ. મળશે. આ સંદેશામાં અનન્ય પોર્ટિંગ કોડ લખેલુ હશે.

આ દસ્તાવેજોની જરૂર પડશે :

image source

ત્યારબાદ જે નેટવર્ક સાથે જોડાવવા ઈચ્છતા હોવ તે નેટવર્ક પ્રોવાઈડરની મુલાકાત લઈને ત્યા તેને યુ.પી.સી. કોડ જણાવો. આ સમયે તમારે આધાર કાર્ડ પણ સાથે રાખવાની જરૂર છે. જો તમારા આધાર કાર્ડમાં સરનામું અલગ હોય તો તમારે સ્થાનિક સરનામાનુ એક આઈ.ડી, પણ સાથે લેવાની જરૂર છે. આ આઈ.ડી. સબમિટ થયા પછી તમારુ બાયોમેટ્રિક લેવામા આવશે અને તમને નવું સિમ આપવામાં આવશે.

એક અઠવાડિયાની અંદર એક્ટીવેટ થઇ જશે નવુ સીમ :

image source

એક અઠવાડિયાની અંદર તમને પોર્ટિંગ સંદેશ મળશે, જેમા પોર્ટિંગ તારીખ પણ નાખેલી છે. આ તારીખ આપવામા આવી હોય તે દિવસે તમારા જૂના નંબરમાંથી નેટવર્ક એકાએક ગાયબ થઈ જશે. સિગ્નલ ગયા પછી તમે તમારા નવા સિમને તમારા ફોનમા નાખીને એક્ટીવેટ કરી શકો છો અને નવા નેટવર્કની સુવિધાઓનો લાભ પણ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!