શું તમને ખબર છે આ કારણે જન્મે છે જુડવા બાળકો, જાણો તેની પાછળનું સાચું કારણ..

મિત્રો, એક સ્ત્રી અને પુરુષના જીવનમા લગ્ન પછીની બીજી કોઈ અવિસ્મરણીય ક્ષણ હોય તો તે છે માતા-પિતા બનવુ. જેમ લગ્ન સમયે એક સ્ત્રી અને પુરુષનો નવો જન્મ થાય છે અને તેમના જીવનના એક નવા તબક્કાની શરૂઆત થાય છે તેમ તેવી જ રીતે લગ્ન પછી જ્યારે એક સ્ત્રી અને પુરુષના જીવનમા માતા-પિતા બનવાની ક્ષણ આવે છે ત્યારે તેમના બાળક સાથે તેમનો પણ નવો જન્મ થાય છે અને તેમના જીવનની પણ એક નવી યાત્રા શરુ થાય છે.

image source

જ્યારે કોઈ સ્ત્રી ફક્ત એક જ બાળકની માતા બને ત્યારે તે આપણા બધા માટે સામાન્ય છે પરંતુ, જ્યારે કોઈ સ્ત્રી એકસાથે બે કે ત્રણ બાળકોને જન્મ આપે છે ત્યારે ઘણીવાર પ્રશ્ન એવો ઊભો થાય છે કે, સ્ત્રીઓ કેવી રીતે જોડિયા બાળકો કે ત્રણ બાળકોને એકસાથે જન્મ આપે છે? આજે અમે આ લેખમા આ પ્રશ્નનો તમને યોગ્ય જવાબ જણાવીશુ.

image source

એકબીજાથી અલગ દેખાવ ધરાવતા અથવા એક જેવો દેખાવ ધરાવતા જોડિયા અથવા ડિઝિગોટિક, મેનોગોગોટિક જોડિયા બાળકો જ્યારે ઇંડામાંથી શુક્રાણુ દ્વારા ફર્ટિલાઇઝ કરવામાં આવે છે પરંતુ, બે એમ્બ્રેઓનુ નિર્માણ થાય છે. આ રીતે જન્મેલા જોડિયા બાળકોનું આનુવંશિક બંધારણ સમાન છે. જ્યારે બે અલગ-અલગ શુક્રાણુઓ બે ઇંડા પેદા કરે છે અને બે અલગ અલગ દેખાતા બાળકો જન્મે છે ત્યારે ડિઝિગોટિક જોડિયા બાળકો જન્મે છે. આવા બાળકોનુ આનુવંશિક માળખું અલગ હોય છે.

image source

ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના ચેપ્ટર હેડ અને નિયોનેટોલોજિસ્ટ અને એમ્બ્રાલોજિસ્ટ ડૉ. રણધીર સિંહ જણાવે છે કે, એકથી વધુ બાળકને જન્મ આપવાની ઘટનાને તબીબી ભાષામા મલ્ટીપલ પ્રેગનેન્સી કહેવામા આવે છે. આનો અર્થ એ થયો કે, સ્ત્રીના ગર્ભમાં બે કે તેથી વધુ બાળકો હોય છે. આ બાળકો એક જ ઇંડા અથવા અલગ-અલગ ઈંડાથી ફલિત થયા હોય શકે છે.

આઇડેન્ટિકલ ટ્વીન્સ :

image source

એક જ ઇંડામાંથી જન્મેલા બાળકોને આઇડેન્ટિકલ ટ્વીન્સ કહેવામા આવે છે. આવું ત્યારે થાય છે જ્યારે ઇંડાને શુક્રાણુ સાથે ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ ફર્ટિલાઇઝ કરેલા ઇંડાને બે કે તેથી વધુ ભાગમાં વહેંચવામાં આવે છે. તેને તદ્દન દુર્લભ માનવામાં આવે છે. આ બાળકોનો ચહેરો અને પ્રકૃતિ એકદમ સમાન છે.

ફેટરનલ ટ્વીન્સ :

image source

જુદા-જુદા ઇંડામાંથી જન્મેલા બાળકોને ફ્રેટર્નલ ટ્વીન્સ કહેવામા આવે છે. આવું ત્યારે થાય છે જ્યારે બે કે તેનાથી વધુ ઇંડા જુદા-જુદા શુક્રાણુ સાથે ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. જો મહિલાના કુટુંબમાં પહેલેથી જ જોડિયા બાળકો હોય તો તેની શક્યતા વધી જાય છે. મોટાભાગના જોડિયા બાળકો એકસરખા હોય છે. આવા જોડિયા બાળકો એકસમાન પણ દેખાઈ શકે અને અલગ-અલગ પણ દેખાય શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત