8 ધનાઢ્ય લોકોએ પરિવાર સાથે લીધી દીક્ષા, સંસારમાં જે સુખસાયબીની કલ્પના લોકો કરતા હોય તેનો ત્યાગ કરી 14 કરોડપતિઓ ચાલ્યા સંયમના માર્ગે

ડાયમંડ સીટી તરીકે પ્રખ્યાત સુરત શહેર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. સુરતવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા જ્યારે 75 મુમુક્ષોએ દીક્ષા ગ્રહણ કરી. આ દીક્ષા સમારોહમાં એવા પરિવારે દીક્ષાગ્રહણ કરી જેઓ અત્યાર સુધી જાહોજલાલીમાં જીવન જીવ્યા હતા. જે જાહોજલાલીની ઈચ્છા અને કલ્પના સામાન્ય રીતે લોકો કરતાં હોય છે તે બધું જ છોડી અને ધનાઢ્ય પરિવારના સભ્યોએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.

image source

સુરતના વેસુ વિસ્તારમાં એક સાથે મહિલાઓ, પુરુષો અને બાળકો એમ કુલ 75 મુમુક્ષોએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ દીક્ષા મહોત્સવ છેલ્લા 5 દિવસથી ચર્ચામાં હતો. ભવ્યાતિભવ્ય કાર્યક્રમ વચ્ચે 75 મુમુક્ષો સોમવારે સંયમના માર્ગે નીકળ્યા હતા. આ ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી પણ સુરત પહોંચ્યા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી.

સુરતનો આ દીક્ષા મહોત્સવ ચર્ચામાં એ કારણે પણ રહ્યો કે તેમાં 14 કરોડપતિ, 8 પરિવારના સભ્યોએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. 4 દિવસના વિવિધ સમારોહ બાદ સોમવારે સાંજે દીક્ષા વિધિ કરવામાં આવી હતી. દીક્ષા સમારોહમાં કેશ લુંચન વિધિ વખતે અવલૌકિક દ્રશ્ય સર્જાયા હતા.

image source

સંસાર છોડી સંયમના માર્ગે નીકળેલા 75 મુમુક્ષોઓનું સ્મિત જોઈ લોકોએ ધન્યતા અનુભવી હતી. દીક્ષા સમારોહમાં હાજર સંતો મહંતોએ તમામને આશીર્વાદ આપ્યા હતા. તમામ મુમુક્ષોએ જૈનાચાર્ય વિજય યોગતિલકસુરેશ્વરજી મહારાજના હાથે દીક્ષા લીધી હતી. જૈનાચાર્ય વિજય યોગતિલકસુરેશ્વરજી મહારાજની નિશ્રામાં આઠ પરિવારોના તમામ સભ્યઓએ સંયમનો માર્ગ પકડ્યો છે. દીક્ષાર્થીઓમાંથી 14 મુમુક્ષો કરોડપતિ છે જે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવે છે.

image socure

75 મુમુક્ષોઓમાંથી 38 પુરુષો છે અને 37 મહિલાઓ છે. આ દીક્ષાર્થીઓમાં 7 વર્ષના બાળકથી લઈ 70 વર્ષના દીક્ષાર્થીઓનો સમાવેશ થાય છે. એક સાથે 75 મુમુક્ષોઓ દીક્ષા લીધી હોય તેવી આ પહેલી ઘટના છે.

કોણે કોણે લીધી દીક્ષા

image socure

દીક્ષાર્થીઓમાં મુકેશભાઈ શાંતિલાલજી સંઘવીના આખા પરિવારનો સમાવેશ થાય છે જેમણે ધર્મપત્ની, 18 વર્ષ પુત્ર અને 14 વર્ષની દીકરી સાથે દીક્ષા લીધી છે. આ સિવાય 17 વર્ષના મન સંજયભાઈ સંઘવીએ વૈરાગ્ય લીધો છે. ભવ્યકુમાર ભંડારી અને વિશ્વાકુમારી ભંડારીએ પિતાની અઢળક સંપતિનો વારસો છોડી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. ભવ્ય ફૂટબોલ તેમજ કબડ્ડીનો નેશનલ પ્લેયર છે. આંગી કુમારભાઈ કોઠારીએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. અંકિતભાઈ ઓસવાલ અને રિનીકાબેન ઓસવાલે 31 અને 30 વર્ષની વયે દીક્ષા લીધી છે. વૈશાલીબેન મહેતાની 3 દીકરીઓએ દીક્ષા લીધી છે.

આ ઉપરાંત વિરેન્દ્રભાઈ પારેખે આખા પરિવાર સાથે દીક્ષા લીધી છે. સુરતમાં રહેતા વિપુલભાઈ મહેતાએ પણ પોતાની ધર્મપત્ની તથા બંને દીકરા સાથે દીક્ષા લીધી છે. સીએ અમિષભાઈ દલાલ અને 70 વર્ષીય ચીનુભાઈએ પણ દીક્ષા લીધી છે.