જાણો શા માટે આ ગામમાં રહે છે માત્ર એક મહિલા, બહુ રોચક છે ઈતિહાસ

સામાન્ય રીતે એક નાના ગામમાં પણ ઓછામાં ઓછા 50 થી 100 લોકો રહેતા હોય છે. પરંતુ વિશ્વનું એક એવું ગામ છે, જ્યાં તમને તેની વસ્તી જાણીને આશ્ચર્ય થશે. આ ગામમાં એક જ મહિલા રહે છે અને તે ખૂબ વૃદ્ધ પણ છે. આ મહિલા ઘણાં વર્ષોથી એક ગામમાં એકલા રહે છે. તમારા મનમાં જરૂર થશે કે એવું તે શું થયું કે એક આખા ગામમાં માત્ર એક મહિલા જ રહે છે. આજે અમે તમને આ ગામ અને સ્ત્રીને લગતી રસપ્રદ કહાની જણાવીશું.

લ્સી આઇલર વર્ષ 2004 થી આ ગામમાં એકલી જ રહે છે

image source

આ ગામનું નામ મોનોવી છે, જે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે. સાલ 2010 ની વસ્તી ગણતરી અનુસાર, અહીં એક માત્ર વૃદ્ધ મહિલા રહે છે, જેનું નામ એલ્સી આઈલર છે. હાલ તેની ઉંમર લગભગ 86 વર્ષની છે. તે અહીની બારટેન્ડરથી લઈને ગ્રંથપાલ અને મેયર બધુ જ છે. એલ્સી આઇલર વર્ષ 2004 થી આ ગામમાં એકલી જ રહે છે.

મોનોવી ગામમાં પહેલા લોકનો વસવાટ હતો

image source

54 હેક્ટરમાં ફેલાયેલ મોનોવી ગામમાં પહેલા લોકોનો વસવાટ હતો. એક અહેવાલ મુજબ, 1930 સુધી અહીં 123 લોકો રહેતા હતા, પરંતુ તે પછી વસ્તી ધીરે ધીરે ઓછી થવા લાગી. 1980 સુધીમાં, ફક્ત 18 લોકો આ ગામમાં બચ્યા હતા. ત્યારબાદ 2000 સુધીમાં અહિયા એલ્સી આઈલર અને તેના પતિ રૂડી આઈલર માત્ર બે જ લોકો બચી શક્યા. 2004 માં રૂડી આઈલરનું પણ મોત થઈ ગયું, ત્યારબાદ એલ્સી હવે એકલા રહે છે.

એલ્સીએ તેના બારમાં મદદ કરવા માટે કોઈને નોકરી પર રાખ્યો નથી

image source

86 વર્ષીય એલ્સી ગામમાં જ એક બાર ચલાવે છે, જ્યાં અમેરિકાના અન્ય રાજ્યો ઉપરાંત અન્ય દેશોના લોકો આવે છે. લોકો ખાસ કરીને ઉનાળાના દિવસોમાં કુદરતી સૌંદર્ય માણવા માટે આ ગામમાં આવે છે. એલ્સીએ તેના બારમાં મદદ કરવા માટે કોઈને નોકરી પર રાખ્યો નથી. જે લોકો અહીં આવે છે તેઓ જ તેમને મદદ કરે છે.

આ ગામ છોડવા પાછળનું મુખ્ય કારણ રોજગારી

image source

એટલું જ નહીં મોનોવી ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ છે, જેની રચના વર્ષ 1902 માં થઈ હતી. પરંતુ ઘટતી વસ્તીને કારણે, 1967 માં આ પોસ્ટ એફિસ બંધ કરી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે ગામ છોડવા પાછળ રોજગારીનું મુખ્ય કારણ હતું. લોકો પોતાના અને બાળકોના સારા ભવિષ્ય માટે શહેરોમાં સ્થાયી થવા લાગ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત