કાળજું કંપાવતી આપવીતી, ગ્રીષ્માનું આર્મીમાં જોડાવાનું સપનું અધૂરું રહી ગયું, એ પહેલા જ નરાધમે ગળું વાઢી નાખ્યું

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનીલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળુ કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.

છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. પોલીસ જોઈ પોતાના હાથની નશ કાપી ઝેરી દવા પી લીધું હતી. અને પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું. જો કે પોલીસે આરોપી ફેનીલ સાથે જ ગ્રીષ્મના કાકા અને ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપી સાજો થાય તો તેની ધરપકડ કરી પુરાવાના આધારે તેને કડકથી કડક સજા થાય તેવા પ્રયાસ કરી રહી છે.

image source

આર્મીમાં જવા ઇચ્છતી હતી

સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં લક્ષ્મી ધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્માના માતા-પિતા દિવ્યાંગ છે. તથા 22 ડિસેમ્બર 2001માં ગ્રીષ્માનો જન્મ સુરતમાં થયો હતો. ગ્રીષ્માએ 1થી 12 ધોરણ જેબી ડાયમન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમજ જે.જે શાહ કોલેજમાં ગ્રીષ્મા હતી. તેમજ આર્મીમાં જવાનું સપનું ગ્રીષ્માનું હતુ. તે સરળ શાંત અને સંસ્કારી તથા ખુબજ શાંત સ્વભાવની હતી. જેમાં દર રક્ષાબંધનમાં કોઈપણ જાતની અપેક્ષા વગર ભાઈને રાખડી બાંધી સુરક્ષાનું વચન લેતી હતી. દીકરીના લગ્ન ધામધૂમથી થાય તે માટે એક વર્ષ પહેલાં પિતા આફ્રિકા રોજી રોટી કામ ધંધા માટે ગયા હતા. પણ પિતાને તેના મોતના પ્રસંગે પરત આવવું પડ્યું તે કારમી ઘટના બની છે.

ગ્રીષ્માના માતા વિલાસબેન ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ હતા, પિતા નંદલાલભાઈને પહેલા ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી સુરત આવવા કહ્યું હતું. જોકે, ત્યારબાદ દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિની કામગીરી કરવામાં આવી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DCB, PCB સહિતનો સ્ટાફ ગોઠવાયો હતો.

image source

ગ્રીષ્માની આજે અંતિમ યાત્રા નીકળી. મૃતક યુવતીના પિતા આફ્રિકા હોવાથી અંતિમ યાત્રામાં મોડું થયું હતું. 12મી ફેબ્રુઆરી શનિવારે સાંજના સમયે ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. આજે 12 કિમી સુધીની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. જેમા તેમણે તેને ભાવભીની વિદાય આપી હતી. યાત્રામાં જેટલા પણ લોકો હાજર રહ્યા હતા દરેકની આંખમાં ભીની જોવા મળી હતી.

image source

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લીધી

 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયા ધરપત આપી હતી. આ ઘટનાથી સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોએ આજે પોલીસ કમિશ્નર અજય તોમરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ગ્રીષ્માની હત્યાનો ઉલ્લેખ કરી પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

હાલ સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. જેથી મજબૂત પૂરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે કે જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.