કોરોનાની ગંભીરતા જાણવી હોય તો સુરતના આ સ્મશાનગૃહમાં મારી આવો લટાર, સમજાઈ જશે સ્થિતિ

દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર આતંક મચાવી રહી છે. દેશમાં આજે એક દિવસમાં કોરોનાના નવા કેસ 1 લાખ 15 હજાર 262 કેસ આવ્યા છે. તો એક દિવસમાં 630 મોત થયા છે. આ સમજાવે છે કે કોરોનાની બીજી લહેર કેટલી ઘાતક છે. ગઈકાલે ગુજરાતમા 3200થી વધારે કોરોનાના નવા કેસ આવવાના કારણે તંત્રમાં સતર્કતા જોવા મળી છે.

આપને જણાવી દઈએ કે ગઈકાલે હાઈકોર્ટે પણ કોરોનાને કાબૂમાં લેવા માટે 3-4 દિવસનો કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપ્યો છે. જેને અનુસરીને રૂપાણી સરકારે મોડી રાતે લોકહિત અને લોકોની સગવડને ધ્યાનમાં રાખીને રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી 8 શહેરોના 20 રાજ્યોમાં કર્ફ્યૂ લગાવ્યો છે.

image source

સુરતમાં વણસી પરિસ્થિતિ, હોસ્પિટલમાં વધ્યા કેસ

કોરોનાને કારણે શહેરમાં પરિસ્થિતિ વણસી છે અને સાથે ગંભીર દર્દીઓની સંખ્યા વધી ચૂકી છે. સુરતની સિવિલ અને સ્મીમેરમાં 883 દર્દીઓ ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે. તો અન્ય તરફ સિવિલમાં 694 પૈકી 609 દર્દી ગંભીર સ્થિતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. 13 દર્દીઓ વેન્ટિલેટર, 110 બાઈપેપ, 486 દર્દી ઓક્સિજન સપોર્ટ ઉપર મેળવી રહ્યા છે.

સ્મીમેરમાં 289 પૈકી 274 દર્દી ગંભીર સ્થિતિમાં છે. 17 દર્દીઓ વેન્ટિલેટર, 50 બાઈપેપ અને 207 દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર લઈ રહ્યા છે. સુરતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાને લઈને મનપા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેના આધારે હવેથી શહેરના ઔધોગિક એકમો જેવા કે ટેક્સટાઈલ માર્કેટ, ડાયમંડ યુનિટો, હીરા બજાર, કોમર્શિયલ શોપિંગ સેન્ટર, મોલ વગેરે જગ્યાએ વેક્સિનને ફરજીયાત કરી દેવામાં આવી છે. આ સાથે 45 વર્ષથી નીચેના વ્યક્તિ માટે કોરોનાનો RT-PCR અથવા રેપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે તથા ટેસ્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે એપેડેમિક એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવશે.

લો અશ્વિની કુમાર સ્મશાનની મુલાકાત

જો તમને સ્થિતિની ગંભીરતા ન સમજાય તો તમે સુરતના અશ્વિની કુમાર સ્મશાનની મુલાકાત પણ લઈ શકો છો. અહીં મૃત્યુઆકં સતત વધવાના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. આજે અહીં કોવિડની ગાઇડલાઇન પ્રમાણે અત્યાર સુધીમાં 20 મૃતદેહ લવાયા છે. અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગવાના કારણે તંત્ર સાચા આંકડા છુપાવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાએ મૃતકોની યાદીમાં ગરબડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે સ્મીમેર હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા છે પરંતુ પ્રશાસન કેટલા મોત દર્શાવે છે તેના પરથી સાચી હકીકત સામે આવશે. તો તમે પણ આ સ્થિતિ જોઈને ચેતી જાવ તે જરૂરી છે.

કોરોના વોરિયર્સ પોઝિટિવ થવાનું પ્રમાણ વધ્યું

સુરતમાં કોરોના વોરિયર્સ પોઝિટીવ આવવાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ સંક્રમિત થયા છે. 5 ખાનગી ડોક્ટર પણ કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં 33 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે તો 40 જેટલા વ્યવસાયીઓ પણ સંક્રમિત હોવાની સાથે 3 શિક્ષકોમાં પણ કોરોના હોવાનું જાણવા મળ્યું છે. હીરા ઉદ્યોગના 10 વેપારીઓને કોરોના થયો છે. તો ટેક્સટાઈલના 9 લોકો કોરોનાની ઝપેટમાં છે. આ સિવાય બેંકના 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

image source

સુરતની સ્થિતિ કફોડી

સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. અહી 2 દિવસમાં 800 બેડની કિડની હોસ્પિટલ શરૂ કરાશે અને આ આખું બિલ્ડિંગ કોરોના દર્દીઓ માટે ફાળવવામાં આવશે. સુરતમાં હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ રહી છે. અન્ય નવા બેડની વ્યવસ્થા પણ તાબડતોબ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. બેડ હાઉસફૂલ થયા છે અને અન્ય હોસ્પિટલની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવાનું મુખ્ય કારણ શહેરમાં બહારથી આવેલા કોરોના સંક્રમિત દર્દીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલની વાત કરીએ તો મહારાષ્ટ્રના 130 દર્દીઓ સુરતની હોસ્પિટલમાં દાખલ થયેલા જોવા મળી રહ્યા છે. સુરતમાં કોરોનાનો રિકવરી રેટ પણ ઘટતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પહેલા કોરોનાનો રિકવરી રેટ 97 ટકાનો હતો તે હવે 92 ટકા ઉપર આવ્યો છે. એટલે કે છેલ્લા 10 દિવસમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધવાના કારણે રિકવરી રેટમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

image source

વેન્ટિલેટર્સને લાવવામાં આવી રહ્યા છે કચરાની ગાડીમાં, તંત્ર સામે થઈ રહ્યા છે પ્રશ્નો

રાજ્યના આરોગ્ય વિભાગે આપેલા આદેશ મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મિમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યાં હતાં. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામાં આવ્યું હતું તેમાં કચરાની ગાડીનો ઉપયોગ કરાયો હતો. જેને લઈને સવાલો ઊઠ્યા છે. મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પોનો ઉપયોગ કરવામા આવે છે એ ટેમ્પો વેન્ટિલેટર લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પ્રજામાં સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને પ્રશ્નો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *