તમારા જીવનમાં આવતી અણધારી તકલીફોને દુર કરવા જરૂરથી કરવું જોઈએ રાહુના આ ધ્યાન મંત્ર નો જાપ…

મિત્રો, બ્રમ્હાંડના ગ્રહ-નક્ષત્રો અને પૌરાણિક શાત્રો એ આપણા જીવનમા ખુબ જ વિશેષ પ્રભાવ પાડે છે. જો કોઈપણ ગ્રહ કે નક્ષત્રની સ્થિતિ આપણી કુંડળીમા શુભ હોય તો આપણને અનેકવિધ શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે પરંતુ, જો કોઈ ગ્રહની સ્થતિ આપણી કુંડળીમા નબળી હોય તો આપણે આવનાર સમયમા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

આપણુ જીવનમા ઘટતી દરેક ઘટના એ ગ્રહો અને ગ્રહોની ગ્રહદશા પર આધારિત હોય છે. જો ગ્રહોની ગ્રહદશા શુભ હોય તો આપણા જીવનમા સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ, જો ગ્રહોની ગ્રહદશા યોગ્ય ના હોય તો આપણે અનેકવિધ દુઃખ અને નીરાશાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

રાહુ એ આપણા જીવનમા આકસ્મિક ઘટનાઓ ઘટિત કરનાર ગ્રહ માનવામા આવે છે. કોઈપણ સમયમા આવનાર મોટા ફેરફારો માટે રાહુનો પ્રભાવ ખુબ જ વિશેષ મહત્વ ધરાવતો હોય છે. રાહુ એ એક છાયા ગ્રહ છે. તેમની પાસે પોતાની કોઈ રાશી નથી. બધી રાશિઓમા તે પોતાના સ્થાન પ્રમાણે ફળ આપે છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, જ્યારે પણ રાહુ કુંડળીની નબળી કે ખરાબ સ્થિતિમા હોય ત્યારે જીવનમા આકસ્મિક સંકટ આવવાની આશંકાઓ વધી જાય છે. આ ઉપરાંત જાતકોને આ સમય દરમિયાન ઈજા થવાનુ જોખમ પણ ખુબ જ વધી જાય છે.આ બધી જ સમસ્યાઓથી રાહત મેળવવા માટે રાહુના આ ધ્યાન મંત્રને શાંત ચિતથી મંત્રોચ્ચારણ કરતા રહો. આ ધ્યાન મંત્ર નીચે મુજબ છે.

कराल वदनः खड्गचर्मशूली वरप्रदः

नील सिंहासनस्थश्च राहुरत्रप्रशयते

image source

રાહુના આ ધ્યાન મંત્રનુ નિરંતર મંત્રોચ્ચારણ કરવાથી તમારા જીવનમા બનતી આકસ્મિક ઘટનાઓ ઘટી જશે. આ ઉપરાંત વારંવાર કાર્યસ્થળમા થતા સ્થળાંતરનો અંત આવે છે. રાહુના મિત્રો શનિ અને શુક્ર છે. કેતુ હંમેશા ૧૮૦ ડિગ્રી પર હાજર રહે છે. રાહુનો આ ધ્યાન મંત્ર શનિના દોષોને પણ દૂર કરવામા અસરકારક સાબિત થાય છે.

image source

રાહુના આ મંત્રની શરૂઆત ઓમ ના ઉચ્ચારણથી કરો. ધીમે-ધીમે તે મંત્રને નિયંત્રિત કરશે અને ધ્યાન વધારવામા પણ તમને મદદ કરશે. આમ, આ મંત્રોચ્ચાર તમે મૌન રહીને પણ ચાલુ રાખી શકશો. આનાથી તમારા સ્ટેમિના અને ધીરજમા વધારો થશે. આ ઉપરાંત આ મંત્રના મંત્રોચ્ચારણથી તમને પિતૃદોષ અને ગ્રહણ દોષમાંથી પણ મુક્તિ મળશે.

image source

રાહુ સંબંધિત સામગ્રી જેમકે, રાસાયણિક સામગ્રી, વિસ્ફોટક સામગ્રી અને સમાજમાં હલકી કક્ષાના માનવામા આવતા કાર્યો કરતા લોકો પણ જો આ મંત્રનો યોગ્ય રીતે મંત્રોચ્ચારણ કરશે તો તેમને સફળતા અવશ્યપણે પ્રાપ્ત થશે. આ ઉપરાંત ઘરમા નૈઋત્ય કોણ સાથે સંકળાયેલ વાસ્તુદોષ પણ આ મંત્રની અસરથી દૂર થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ