તમે રોટલીનો લોટ બાંધતી વખતે કરશો આ નાનકડું કામ, તો સ્વાસ્થ્યને થશે એક નહિં પણ આટલા બધા ફાયદાઓ

મિત્રો, કોઈપણ ભારતીય ભોજન રોટલી અથવા ફુલકા રોટલી વિના પૂર્ણ થતુ નથી. ફુલેલી ગરમા-ગરમ રોટલી બનાવવા કોણ ઇચ્છતુ નથી? જ્યારે પણ રોટલી ગોળ બને છે અને ભોજન સાથે તેને પીરસવામા આવે છે ત્યારે દરેક ખાનાર વ્યક્તિને પણ તેનો એક અનેરો આનંદ આવે છે

image source

પરંતુ, મોટાભાગના લોકો લોટ બાંધતી વખતે અમુક પ્રકારની ભૂલ કરે છે, જેના કારણે તમે ઇચ્છતા હોવા છતાપણ તમારી રોટલી ફૂલતી નથી અને ટૂંક સમયમા જ તમારી રોટલી પાપડની જેમ એકદમ કડક બની જાય છે. તો ચાલો આજે આ લેખમા અમે તમને એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના ઉપયોગથી તમે નરમ અને મુલાયમ રોટલી બનાવી શકો છો.

image source

રોટલી, પૂરી કે પરાઠાને તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલા તો રોટલીના લોટને યોગ્ય રીતે મસળવાની જરૂર છે. ઘણા લોકોને આ કાર્ય ખૂબ જ વધારે પડતુ કંટાળાજનક લાગે છે પરંતુ, તે રસોઈઘરમા સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાનુ એક કાર્ય છે. આ લોટને મસળવાનુ કાર્ય તમારો વધારે પડતો સમય માંગી શકે તેમ છે.

હમેંશા ઉતાવળમા ગૂંથેલ લોટ એ તમારી રોટલીનો ટેસ્ટ બગાડે છે. આ કારણોસર જ હમેંશા લોટને ભેળવવા માટે કમ સે કમ તમારે ૫-૧૦ મિનિટનો સમય લેવાનો રહેશે, તમારે એ બાબતનુ વિશેષ ધ્યાન રાખવુ કે, આપણે જે કોઈપણ કાર્ય કરીએ તે હમેંશા સંપૂર્ણ માપ સાથે કરીએ છીએ પરંતુ, જ્યારે લોટ ગૂંથતા હોઈએ છીએ ત્યારે આપણે પાણીનુ માપ ક્યારેય લેતા નથી,પરંતુ તેને શૈલીમાં મૂકીએ છીએ.

image source

ઘણીવાર આમ કરવાથી કા તો લોટ વધારે પડતો કઠણ બની જાય છે અથવા તો વધારે પડતો ઢીલો પડી જાય છે. તેથી, હમેંશા લોટ બાંધતા સમયે માપસર પાણી લેવુ અત્યંત આવશ્યક છે. જેમકે, જો તમે ૨ કપ લોટ માટે ૨ કપ પાણી લો અને ક્યારેય પણ લોટમા એકસાથે પાણી ના ભેળવવુ. લોટને મસળતા-મસળતા ધીમે-ધીમે પાણી મિક્સ કરવુ.

image source

આ સિવાય જો તમે લોટ ભેળવતી વખતે તેમા નમક ઉમેરી રહ્યા છો તો પાણીનુ પ્રમાણ થોડુ ઓછુ રાખવુ કારણકે, નમક પણ પાણી છોડે છે. આવી સ્થિતિમા લોટ ઢીલો થવાની સંભાવના વધી જાય છે. એકવાર બધો લોટ બાંધી લો પછી તેને ફેલાવો અને થોડુ પાણી છંટકાવ કરતા રહેવુ અને પાંચ મિનિટ સુધી રાખો. જો તમે આ અમુક ટીપ્સ લોટ બાંધતા સમયે અનુસરશો તો તમારી રોટલી એક્દમ કરકરી અને સ્વાદિષ્ટ બનશે, તો આજે જ અજમાવો આ ઉપાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *