દયા બાદ હવે તારક મહેતામાં આ કેરેક્ટર પણ નહીં મળે જોવા, શું છોડી રહી છે શો?

તારક મહેતાની આ અભિનેત્રી હવે નહિ દેખાય શો માં? છેલ્લા ઘણા સમયથી છે સેટ પરથી ગાયબ.

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બબીતાનો રોલ કરનાર ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા ઘર ઘરમાં ફેમસ થઈ ગઈ છે. એપ્રિલમાં મહારાષ્ટ્રમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. એ સમયે મેકર્સે સિરિયલનું શૂટિંગ ગુજરાતમાં કરવાની નિણર્ય કર્યો અને ટીમે અહીંયા એક મહિના સુધી શૂટિંગ પણ કર્યું. ટીમ ગયા મહીનેથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે. જો કે મુનમુન દત્તા હજી સેટ પર નથી પહોંચી. એટલું જ નહીં મુનમુન સેટ પર નથી આવતી એટલે એને ધ્યાનમાં લઈને વાર્તા નથી લખવામાં આવી.

image source

સૂત્રો અનુસાર જાતિવાદ શબ્દનો ઉપયોગ કરીને વિવાદોમાં ઘેરાયા પછી મુનમુન દત્તા સેટ પર નથી આવતી. હવે માનવામાં આવી રહ્યું છે કે એ જલ્દી જ સિરિયલ છોડવાનો નિર્ણય કરશે. આ સંબંધે મુનમુન દત્તાએ હજી સુધી કોઈ ટિપ્પણી નથી કરી.

મુનમુન દત્તા ભલે સેટ પર ન હોય પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. હાલમાં જ મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર વર્ષ 2017ની જોર્ડન ટુરનો ફોટો શેર કર્યો છે.

શુ હતો વિવાદ?

image source

મુનમુન દત્તાએ થોડા મહિના પહેલા પોતાનો એક વિડીયોમાં જાતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ઘણા લોકોએ આ વિડીયોનો વિરોધ કર્યો. જ્યારે મુનમુન દત્તાને પોતાની ભૂલનો અહેસાસ થયો તો એમને સોશિયલ મીડિયા પરથી વિડીયો હટાવી દીધો અને એને યુટ્યુબ પર સંપાદિત કરી દીધો.જો કે જેવો વિરોધ ઓછો ન થયો તો મુનમુન દત્તાએ મીડિયા પાસે માફી માંગતા હિન્દી અને અંગ્રેજીમાં એક બયાન જાહેર કર્યું.

મુનમુને કહ્યું કે આ એક વિડીયોન સંદર્ભમાં છે. આ વીડિયો મેં કાલે પોસ્ટ કર્યો હતો. મારા દ્વારા અહીંયા ઉપયોગ કરવામાં આવેલ શબ્દમાંથી એકનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આ અપમાન કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા કે પછી કોઈને દુઃખી કરવામાં ઈરાદાથી નથી કહેવામાં આવ્યો. ભાષાની મારી અણસમજના કારણે મેં શબ્દના સાચા અર્થને ખોટો સમજ્યો. જ્યારે મને સાચો અર્થ જણાવવામાં આવ્યો તો મેં એ ભાગને સંપાદિત કર્યો છે.

image source

અભિનેત્રીએ આગળ કહ્યું કે મારા મનમાં દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિ માટે ખૂબ જ સમ્માન છે. હું સમાજ કે રાષ્ટ્ર માટે એમના અપાર યોગદાનનો સ્વીકાર કરું છું. હું એ બધા લોકોની ખરા દિલથી માફી માંગુ છું જે અજાણતા જ મારા શબ્દના ઉપયોગથી દુઃખી થયા છે. હું એ વિશે માફી માંગવા માંગુ છું.

33 વર્ષીય મુનમુન દત્તાને તારક મહેતા કા ઉલટા ચશ્મા શોથી જ ઓળખ મળી હતી. આ શો જુલાઈ 2008માં શરૂ થયો હતો. તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી ઇતિહાસમાં પાંચમો સૌથી લાંબો ચાલનારો શો છે. શોના 3000થી વધુ એપિસોડ રિલીઝ થઈ ચુક્યા છે.

પુણે, મહારાષ્ટ્રમાં ટીવી પર પોતાની શરૂઆત કરનારી મુનમુન દત્તાએ એક મોડલ તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું. એમને વર્ષ 2004માં ઝી ટીવીની સીરિયલ હમ સબ બારાતીથી ટીવી ડેબ્યુ કર્યું હતું. પછી એમને વર્ષ 2005માં ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ અને વર્ષ 2006માં ફિલ્મ હોલીડે અને વર્ષ 2015માં ફિલ્મ ઢીંચક એન્ટરપ્રાઇઝમાં જોવામાં આવી હતી.