TATA ટિયાગોનું સ્પેશિયલ વર્ઝન જલ્દી જ કરશે લોન્ચ, જાણો શું મળશે ગ્રાહકોને નવી સુવિધાઓ

ટાટા મોટર્સએ 4 ઓગસ્ટ માટે બ્લોક યોર ડેટ ઇનવાઈટને બધા સાથે શેયર કરવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ જણાવ્યું હતું કે 4 ઓગસ્ટને તફ્ટ અને સ્પોર્ટી અવતારમાં એક ખાસ રજુઆત કરવા જઈ રહી છે. આ ખાસ તારીખે ટાટા મોટર્સ ટિયાગોને NRG ને રીટર્ન લાવી રહી છે. જો તમને યાદ ન હોય તો જણાવી દઈએ કે ટિયાગો NRG ને વર્ષ 2018 થી વર્ષ 2020 દરમિયાન વેંચવામાં આવી હતી. આ કારને એક ક્રોસઓવર મોડલ તરીકે જોવામાં આવે છે.

પરંતુ કંપની તરફથી જ્યારે ટિયાગો ફેસલીસ્ટને લોન્ચ કરવામાં આવી ત્યારબાદ તરત જ ટિયાગો NRG ને ડ્રોપ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી એક વખત આ મોડલ શોરૂમના ફ્લોર પર ઉનહી રહેવા માટે તૈયાર કરાઈ રહું છે. ટિયાગોNRG ફેસલીસ્ટમાં જુના વર્ઝનની સરખામણીએ ઘણું ખરું બદલી દેવામાં આવ્યું હોય તેવું બની શકે.

image source

શું શું હોઈ શકે નવું ?

ટાટા ટિયાગો NRG ફેસલીસ્ટમાં નવો ફ્રન્ટ લુક આપવામાં આવશે જે લાઈટી ગ્રીલ.અને હેડલેમ્પ સાથે હશે. વળી, તેમાં તમને રિવાઇઝડ બમ્પર અને ફ્રન્ટ તથા રિયરમાં ફોક્સ સ્કીડ પ્લેટ્સ મળશે. એટલું જ નહીં ટાટા ટિયાગોના ટેલગેટમાં પણ બ્લેક કલેન્ડિંગ મળશે જે NRG બેજ સાથે આવશે. ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200 થી 205 mm નું હોઈ શકે છે. જ્યારે સ્ટાન્ડર્ડ 170 mm નું હોઈ શકે.

image source

અંદરની બાજુએ ટાટા ટિયાગો NRG ફેસલીસ્ટ ઓલ બ્લેક કેબીન સાથે આવશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અને આ એસી એયર વેંટ બેજલ્સ, ગિયર શિફ્ટ નોબ અને સેન્ટર કંસોલ પર કોન્ટ્રાસ્ટ એકસેન્ટ સાથે આવશે. તેમાં નવા ટચસ્ક્રીન ઇંફોનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, હરમન સાઉન્ડ સિસ્ટમ અને ઘણી બધી સહિત પ્રી – ફેસલીસ્ટ મોડલની સરખામણીએ વધુ સુવિધાઓ પણ શામેલ છે. સુરક્ષા ઉપકરણોની વાત કરીએ તો ટાટા ટિયાગો NRG માં ડ્યુઅલ એયરબેગ, EBD ની સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર અને વધારાની સુવિધાઓ પણ શામેલ હશે.

image source

1.05 લીટર ડીઝલ એન્જીનને ટિયાગો રેન્જ પરથી હટાવી દેવામાં આવ્યું છે. 2021 ટાટા ટિયાગો NRG ફેસલીસ્ટને માત્ર 1.2 લીટર પેટ્રોલ એન્જીન દ્વારા સંચાલિત કરવામાં આવશે જે 84 bhp અને 113 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. મોટરને 5 સ્પીડ મેન્યુઅલ અને AMT યુનિટ સાથે જોડવામાં આવી છે. બન્ને ને નવા NRG પર રજૂ કરવામાં આવી શકે તેવી શકયતા છે. નવી ટિયાગો NRG ફેસલીસ્ટની સ્પર્ધા મારુતિ સુઝુકીની સેલેરિયો એક્સ અને ફોર્ડ ફ્રીસ્ટાઇલ સાથે થશે. કિંમતની વાત કરીએ તો ટાટાની ટિયાગો ફેસલીસ્ટ NRG ની એક્સ શોરૂમની કિંમત અંદાજે 5.5 લાખથી શરૂ થાય તેવી આશા સેવાઇ રહી છે.