આ બતક ટીકટોકથી કમાય છે એક મહિનાની ત્રણ લાખ આવક, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

સામાન્ય રીતે લોકો પોતાની જરૂરિયાતો અને સપના માટે નોકરી કરે છે પરંતુ, ક્યારેક એવા અહેવાલો પણ સામે આવે છે કે, પાલતુ પ્રાણી અથવા પક્ષીઓ મનુષ્યો માટે કામ કરે છે. એક અમેરિકન મહિલા પાસે એક બતક છે જે દર વર્ષે ૫૦ હજાર ડોલર એટલે કે ૩૭,૧૨,૪૨૦ રૂપિયા કમાય છે.

image soucre

સૌથી અગત્યની બાબત એ છે કે, આ બતક એક ટિકટોક સ્ટાર છે અને ટિકટોક પર તેના ૨.૭ મિલિયન ફોલોઅર્સ છે. આ બતકનું નામ મંચકીન છે અને તેના માલિકનું નામ ક્રિસી એલિસ છે.મંચકિન પાસે ડંકિન ડક્સ નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે.મંચકિનને ઉછેરનાર મહિલાએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે પેન્સિલવેનિયામાં માત્ર એક ફાસ્ટ ફૂડ ચેઇન હતી, ડંકિન ડોનટ્સ, અને સ્ટોરનું નામ ડંકિન ડક્સ પરથી આવ્યું હતું.મંચકિનના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

image source

એલિસે જણાવ્યું કે, ૧૬ વર્ષની ઉંમરથી તે પાલતુ પ્રાણી વગેરે ઉછેરવાનો શોખીન છે. તેણી જ્યા પણ જતી તેના પાલતુ પ્રાણીને સાથે લઈને જતી હતી. આ કારણોસર બાળકો તેને શાળામાં ખુબ જ ચીડવતા હતા. બુલીંગથી કંટાળીને એલિસે મંચકીન માટે એક ચેનલ બનાવી.

એલિસ દાવો કરે છે કે, તે માત્ર અડધા કલાકમાં ડંકિન ડક્સ ચેનલમાંથી એટલી કમાણી કરે છે કે જેટલી કમાણી માટે તેને અઠવાડિયામાં ૪૦ કલાક કરિયાણાની દુકાનમાં કામ કરવું પડે છે. ડંકિન ડક્સને મોટાભાગની પ્રાયોજિત પોસ્ટ્સ મળે છે. આ સિવાય સારી રકમનું ભંડોળ પણ ઉપલબ્ધ છે.

image soucre

દર મહિને એલિસ ડંકિન ડક્સના ટિકટોક ખાતામાંથી ૪,૫૦૦ ડોલર એટલે કે લગભગ ૩,૩૩,૯૭૨ રૂપિયા કમાય છે. એલિસ કહે છે કે, ક્યારેક બુલીંગ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે અને લોકો તેના કારણે જ તમને પસંદ કરવા લાગે છે. ખરેખર, સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલી આ ઘટના તદન વિચિત્ર છે.