શું વાત છે ? આ તારીખે આખા વિશ્વમાં ત્રણ દિવસ માટે થઈ જશે અંધારું, tik tok યુઝરે કર્યો અનોખો દાવો

વિશ્વમાં એવા અનેક લોકો થઈ ગયા છે જેઓએ પોતાના સમયમાં પૃથ્વીના નાશ થઈ જવા વિશે અનેક જાતની આગાહી કરી હોય. એટલું જ નહીં પણ એવા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે જેઓએ એવા દાવા કર્યા હોય કે તેમણે ટાઈમ ટ્રાવેલ એટલે કે સમયની યાત્રા કરી છે. આર્ટીકલ વાંચનારા વાંચકો પૈકી ઘણા ખરા લોકો ને ટાઈમ ટ્રાવેલ વિશે ખબર જ હશે કે ટાઈમ ટ્રાવેલ એટલે અમુક વ્યક્તિ દ્વારા ભવિષ્ય ના સમય માં પ્રવેશ કરીને ત્યારની પરિસ્થિતિ અને હાલત વિશે જાણી વર્તમાન સમયમાં પરત આવવું. ખાસ કરીને હોલિવૂડની અનેક ફિલ્મોમાં ટાઈમ ટ્રાવેલ વિશેની કલ્પનાઓ ફિલ્માવવામાં આવી છે. અને મોટાભાગે આપણે પણ આ ફિલ્મ જોઈને તેમાં બતાવવામાં આવેલી સ્ટોરી મુજબ ટાઈમ ટ્રાવેલ ની કલ્પના કરતા હોઈએ છીએ.

image soucre

હોલિવૂડમાં બતાવવામાં આવતી script મુજબ કોઈ વ્યક્તિ તેના વર્તમાન સમયમાંથી નીકળીને ભવિષ્યના સમયમાં પ્રવેશ કરી જે તે સમયની સ્થિતિ અને હાલતને જાણી વર્તમાન સમયમાં પરત આવે છે. અને તેના વર્તમાન સમયના લોકોને આગામી સમયમાં આવનારી મુસીબત કે ઉપાધી વિશે માહિતગાર કરે છે. જેથી યોગ્ય સમયે તેનાથી બચવાના ઉપાયો કરી શકાય. ત્યારે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ tik tok યુઝર @timetraveler2582 એ પોતે વર્ષ 2582 માં જઈ આવ્યો હોવાનો દાવો કર્યો છે.

ટાઇમ ટ્રાવેલરના દાવાએ લોકોને ધંધે લગાડ્યા

જેમ આપણે ઉપર વાત કરી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ tiktok પર એક યુઝર જેનું યુઝર આઇડી @timetraveler2582 છે. તેણે પોતે ટાઈમ ટ્રાવેલ કરી એટલે કે સમય યાત્રા કરી 561 વર્ષ આગળ ગયો હોવાનો દાવો કર્યો છે. આ ટિકટોક યુઝરના કહેવા અનુસાર આવનારા સમયમાં 6 june 2026 ના રોજ આખા વિશ્વમાં અચાનક અંધારુ છવાઈ જશે. અને એ સમયે કોઈપણ પ્રકારનો પ્રકાશ નજરે નહિ પડે. tiktok યુઝરના આ સનસનીખેજ દાવા બાદ તેના ફોલોઅરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો હતો.

5 વર્ષમાં બદલાઈ જશે દુનિયા

જો કે આ tik tok યુઝરે પોતાના સનસનીખેજ દાવા બાબતે કોઈપણ પ્રકારનો પુરાવો રજૂ નથી કર્યો. પરંતુ પોતે વિશ્વાસ સાથે જણાવે છે કે આગામી 6 જુન 2026 ના રોજ ત્રણ દિવસ માટે આખા વિશ્વમાં અંધારું છવાઈ જશે અને આ અંધારું બહુ ગાઢ હશે. તે સમયે આકાશ માંથી આવતા પ્રકાશને પણ જોવાની પરવાનગી પણ નહિ હોય. સાથે જ પ્રકાશના અન્ય સોર્સના ઉપયોગ કરવાની પણ મનાઈ હશે. આ સમયગાળા દરમિયાન ફક્ત મીણબત્તી નો જ ઉપયોગ કરી શકાશે.

image soucre

અહીં નોંધનીય છે કે આ પહેલા પણ અનેક લોકો ટાઈમ ટ્રાવેલ વિશે પોતાની ભવિષ્યવાણીઓ કહી ચુક્યા છે. અને તે ભવિષ્યવાણી સાચી હોવાના કોઈ પુરાવા આજ સુધી મળ્યા નથી. ત્યારે હાલનાં સમયમાં ઉપરોક્ત tiktok યુઝર એ કરેલા ટાઈમ ટ્રાવેલ વિશે ના દાવાએ લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. જો કે આ ટાઇમ ટ્રાવેલ સત્ય હોવાની શક્યતા વિશે કોઈ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી તે પણ ખાસ નોંધ લેવા જેવી બાબત છે.