ITBPના જવાને એકદમ અનોખા અંદાજમાં લતા મંગેશકરને આપી શ્રદ્ધાજંલી, વીડિયો વાયરલ થતાં ચારેકોર વખાણ

સ્વર કોકિલા લતા મંગેશકર આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદો હંમેશા આપણા બધાના હૃદયમાં રહેશે. લતા મંગેશકર એક એવું વ્યક્તિત્વ હતું જેમને ભારતમાં દરેક વ્યક્તિ પ્રેમ કરતા હતા અને કરતા રહેશે. સાથે જ આજે દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ITBP ટ્રિબ્યુટના એક જવાને સ્વર કોકિલા લતા મંગેશકરને ‘એ મેરે વતન કે લોગોં’ ગીત પર સંગીત વગાડીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ગીતને લગતો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી કોઈની પાસે લતા મંગેશકરની ગેરહાજરીનું દર્દ વ્યક્ત કરવા માટે શબ્દો નહીં હોય. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે ITBPના જવાને તેમની અનોખી શૈલીમાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી છે. આ વીડિયોને ITBPના સત્તાવાર ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘આય મેરે વતન કે લોગોં… સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરને કોન્સ્ટેબલ મુઝમ્મલ હક, ITBPની શ્રદ્ધાંજલિ’.

આ ગીત સ્વર કોકિલા લતા મંગેશકરે તેના સુરીલા અવાજમાં ગાયું હતું. આ એક એવું ગીત છે જે લોકોના હૃદયને સીધું જોડે છે અને એવી કોઈ વ્યક્તિ નથી કે જેણે આ ગીત સાંભળ્યું ન હોય અને તેમની આંખો ભીની ન થઈ હોય. આ ગીતમાં એક એવી વાત છે કે આ ગીત જેટલી વાર સાંભળવામાં આવે તેટલઉં ઓછી છે. આ ગીત સાથે ભારતના દરેક વ્યક્તિનો આત્મા જોડાયેલો છે, જે સાંભળીને એક અલગ જ જોશનો અહેસાસ થાય છે.