ઉંમરનો બાધ છોડી મન મૂકીને ગરબે ઘુમતી વૃધ્ધાઓ

નવલી નવરાત્રિ એટલે આધ્યાત્મ અને નૃત્યનો સમન્વય.. અને નૃત્યમાં ખેલૈયાઓ સામાન્ય રીતે યુવા વર્ગના જ હોય છે.. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ખેલૈયાઓ સાથે પરિચય કરાવવા જઇ રહ્યા છે.. જે પોતાના જીવનની બીજી ઇનિંગ્સ એન્જોય કરી રહ્યા છે.. આવો મળીએ આવી જ કેટલીક સુરતની ડાન્સર દાદીઓને..

સામાન્ય રીતે ચાળીસી વટાવો એટલે શારીરિક અને માનસિક યાતનાઓ શરૂ થઇ જતી હોય છે.. અને ધીમે ધીમે સમાજિક કાર્યો અને ઉત્સવોમાંથી પોતાની જાતને બાકાત કરતા હોય છે.. કારણ કે શરીર સાથ નથી આપતુ હોતું.. અને બદલાતા ટ્રેન્ડ માનસિક રીતે સ્વીકાર કરવા સહેલા નથી હોતા.. પરંતુ સુરતમાં એક એવુ ગૃપ છે.. કે જે જીવનની બીજી ઇનિંગ્સને મન મૂકીને માણી રહ્યા છે.. ક્યાંક 60 વર્ષની દાદી ગરબે ઝૂમી રહ્યા છે.. તો 80 વર્ષના દાદી ઠુમકા લગાવી રહ્યા છે.. અને આ ગૃપમાં તમામ વૃધ્ધાનુ માનવુ છે કે AGE IS JUST NUMBER.. સામાન્ય રીતે આ ઉંમરમાં થતી તમામ સર્જરી, યાતનાઓ, દવાઓને સાઇડમાં મૂકીને દાદીઓ ડાન્સ શીખી રહી છે.. અને ભલભલાને મોંમાં આંગળા નાંખતા કરી નાંખે તેવા ડાન્સ કરી રહી છે..

image socure

યુવા ખેલૈયાઓને પણ શરમાવે તેવી દાદીઓનુ આ એવુ ગૃપ છે જેમાં સામાન્ય રીતે આ વયના વ્યક્તિઓ કંઇપણ નવુ કરવામાં રસ નથી દાખવતા.. પોતાની વિચારસરણી નથી બદલી શક્તા.. પોતાના પૌત્ર,પૌત્રીઓને વાર્તા અને પોતના જમાનાની સ્થિતિનુ વર્ણન કરતા હોય છે.. પરંતુ ડાન્સ ગૃપની આ દાદીઓના વિચાર અને માનસિકતા આધૂનિકતાની સાથે તાલ મિલાવી રહ્યા છે.. જીવનની બીજી ઇનિંગ્સ એન્જોય કરતી દાદીઓ આ અંગે શું વિચારે છે તે જાણીએ..

મધુ વાંકાવાળા (ઉંમર 70)

image socure

નકારાત્મક વિચારો પસંદ નથી… ત્રણ બાળકો ડૉક્ટર છે.. અને હાલ વિદેશમાં છે.. ઘરમાં પતિ સાથે રહું છું.. અને જીવનની બીજી ઇનિંગ્સને એન્જોય કરૂ છું. દરરોજ બે થી ત્રણ કલાક ડાન્સ કરૂ છું.. અને તેના કારણે હું નિરોગી છું..

સુશીલા જૈન (ઉંમર 82 વર્ષ)

આ ઉંમરમાં પણ ડાન્સ અને ગરબા કરવા મને ખૂબ જ પસંદ છે.. અને તેના કારણે હું શારીરિક રીતે ફીટ રહુ છું.. તેમાં શરમાવવાની શું જરૂર છે..?

બિન્ની જરીવાલા (ઉંમર 52 વર્ષ)

image socure

ડાન્સ મારૂ પેશન છે.. હું 90 વર્ષની થઇ જઇશ તો પણ ડાન્સ કરીશ.. શરીરની જે સમસ્યાઓ હોય છે તે ડાન્સ અને ગરબાથી દૂર થાય છે.. આપણી અંદર જે પ્રતિભા છે તેને બહાર કાઢવાની જરૂર છે. ડાન્સ અને ગરબા માટે હું હંમેશા તૈયાર રહુ છું..

બેલા જરીવાલા (ઉંમર 56 વર્ષ)

ડાન્સથી તમામ ટેન્શન દૂર થાય છે.. અડધી રાત્રે પણ ડાન્સ માટે હું તૈયાર હોઉં છું..

જ્યોતિ દેસાઇ (ઉંમર 67 વર્ષ)

image socure

હાઇવે પરનો એ ગોઝારો અકસ્માત મને આજે પણ યાદ છે.. હું અને મારો દિકરો બચી ગયા હતા.. સર્જરી 8 કલાક સુધી ચાલી.. મારા જીવનની આ બીજી ઇનિંગ્સ છે.. ભગવાને મને બીજો ચાન્સ આપ્યો છે જીવ ભરીને જીવી લેવાનો.. મન ક્યારેય વૃધ્ધ નથી થતું માત્ર શરીર વૃધ્ધ થાય છે..

રંજન નાયક (ઉંમર 68 વર્ષ)

નાનપણથી જ મને ગરબાનો ખૂબ શોખ હતો.. પરંતુ પિતાજીને પસંદ નહોતું.. લગ્ન બાદ મારા પતિએ મારો આ શોખ પૂરો કર્યો.. આ જ કારણ છે કે હું આ ઉંમરે ડાન્સ શીખી રહી છું.. ઉંમરના કારણે નવું શીખવામાં મુશ્કેલ જરૂર પડે પરંતુ મને ખૂબ ગમે છે માટે શીખી રહી છું..

“દાદીઓની જિજ્ઞાસાથી ઉર્જા મળે છે”

image source

સુરતના મીના મોદી ડાન્સ એકેડેમીમાં આશરે 25થી વધુ દાદીઓ ડાન્સ અને ગરબા શીખી રહી છે.. મોટાભાગની મહિલાઓની ઉંમર 50 થી 85ની વચ્ચે છે.. ડાન્સ ક્લાસના સંચાલક મીના મોદીનુ કહેવુ છે કે આ ઉંમરમાં તેમની જિજ્ઞાશા જોઇને મને પણ ખૂબ ઉર્જા મળે છે.. તેમની ઉંમર પ્રમાણે ડાન્સ સ્ટેપ આપવામાં આવે છે.. મોટાભાગની દાદીઓના હાવભાવ જૂના જમાનાની હિરોઇન જેવા હોયછે..

સામાન્ય રીતે આ ઉમંરમાં શારીરિક નબળાઇ અને વિચારોનો મન પર ઘેરાવો હોય છે.. કંઇક નવુ તો ઠીક પણ શું કરવું તેનો પણ સૌથી મોટો પ્રશ્ન હોય છે.. ત્યારે શોખની વાત તો ક્યાંથી આવે..? પરંતુ તે જ ઉંમરમાં બધી ચિંતાઓ, અને શારીરિક બંધનોને દૂર કરીને આ ડાન્સર્સ દાદી આજની યુવાપેઢીને ખૂબ મોટો મેસેજ આપે છે.. સાથે જ પોતાની ઉંમરના એટલે કે વૃધ્ધોને પણ એ સંદેશ આપે છે કે કંઇક નવું કરવુ હોય કે પોતાના શોખ પુરા કરવા હોય તો ઉંમરનો કોઇ બાધ નથી