આયર્લેન્ડ સ્થિત આ પ્રાચીન શિવલિંગ છે એકદમ રહસ્યમયી, આજે જ જાણો તમે પણ…

વિશ્વમાં રહસ્યમય મંદિરો અને મૂર્તિઓ છે. આવું જ એક રહસ્યમય શિવલિંગ છે, પરંતુ તે ભારતમાં નહીં પણ આયર્લેન્ડમાં છે. એવું કહેવાય છે કે આયર્લેન્ડમાં, જાદુઈ શક્તિ ધરાવતા લોકોએ સેંકડો વર્ષો પહેલા આ શિવલિંગ ની સ્થાપના કરી હતી. ઘણી વખત લોકોએ તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી, પણ કોઈ કંઈ બગાડી શક્યું નહીં.

image socure

આ શિવલિંગની સ્થાપના આયર્લેન્ડના કાઉન્ટી મીથમાં તારા હિલ વિસ્તારમાં વિશાળ પથ્થરની ઇંટોનું વર્તુળ બનાવીને કરવામાં આવી હતી. ત્યાંના લોકો તેને રહસ્યમય પથ્થર માને છે, અને તેને લિયા ફીલ (નસીબનો પથ્થર) કહે છે. ત્યાં ના લોકો તેની પૂજા પણ કરે છે.

ફ્રેન્ચ સાધુઓના પ્રાચીન દસ્તાવેજ, માઇનર્સ ઓફ ધ ફોર માસ્ટર્સ અનુસાર, ચોક્કસ જાદુઈ શક્તિ ધરાવતા જૂથના નેતા તુથા ડી ડેનોન દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. આ દસ્તાવેજ 1632-1636 માં લખવામાં આવ્યો હતો. તુથા દી ડેન એટલે કે દેવી દાનુના બાળકો, તેમણે 1897 બીસીથી 1700 બીસી સુધી આયર્લેન્ડ પર શાસન કર્યું. આ પથ્થર એટલો ખાસ હતો કે 500 ઇ.સ સુધી તમામ આઇરિશ રાજાઓના રાજ્યાભિષેક માટે તેનો ઉપયોગ થતો હતો.

image source

દેવી દાનુ યુરોપિયન પરંપરામાં નદી દેવી હતી. ઘણી નદીઓ પણ તેની સાથે જોડાયેલી છે. કેટલાક આયરિશ ગ્રંથોમાં દાનુ દેવી ના પિતા ને શ્રેષ્ઠ દેવ કહેવામાં આવ્યા છે. વૈદિક પરંપરામાં પણ દાનુ દેવી નો ઉલ્લેખ છે. દાનુ દેવી દક્ષ ની પુત્રી અને નદીઓ ની દેવી કશ્યપ મુનિ ની પત્ની હતા.

image soucre

સંસ્કૃતમાં દાનુ શબ્દ નો અર્થ વહેતું પાણી છે. દક્ષ ની સતી અને દાનુ ની પુત્રી હતી. દક્ષ ની બીજી પુત્રી માતા સતી ના લગ્ન ભગવાન શિવ સાથે થયા હતા. જેઓ વૈદિક પરંપરામાં માને છે. તેમના અનુસાર, લિયા ફૈલ નામ શિવ લિંગ સાથે ખૂબ સમાન છે.

ઘણા લોકો એ આયર્લેન્ડ ના શિવલિંગ ને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નુકસાન થયું ન હતું. સમગ્ર વિશ્વમાં ભગવાન શિવ ની પૂજા કરવામાં આવી હતી. આ માટે ઘણા પુરાવા છે. આઇએસના આતંકવાદીઓ દ્વારા નષ્ટ કરાયેલા, નિમરુદ જેવા પ્રાચીન શહેરોમાં પણ શિવ ની પૂજાના પુરાવા મળ્યા હતા.

image soucre

જૂન ૨૦૧૨ મા એક વ્યક્તિએ અગિયાર વખત પથ્થર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ મે ૨૦૧૪ માં કોઈએ લાલ અને લીલા રંગ નો ઉમેરો કરીને સપાટી બગાડવાનો પ્રયાસ કર્યો હતો. લોકો અહીં કાળા જાદુ અને તાંત્રિક પ્રવૃત્તિઓ કરવા આવતા રહે છે. સમગ્ર વિશ્વમાં શિવ ની ઉપાસના ની પ્રથા વિશે હજારો પુરાવાઓ વેર વિખેર છે. તાજેતરમાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા નાશ પામેલા પાલ્મિરા, નિમરુદ વગેરે પ્રાચીન શહેરોમાં પણ શિવની ઉપાસના ની પ્રથાના અવશેષો જોવા મળે છે.