ઉર્વશી રાઉતેલાના મોંઘા શોખ જોઈને નવાઈ લાગશે, 37 કરોડ તો ક્યારેક 15 કરોડના ગાઉન પહેરીને બતાવે છે વૈભવી ઠાઠ

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા હવે તમિલ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશીને પોતાની પહેલી તમિલ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હોવાની વાતો સામે આવી રહી છે. આ જ કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગઈ છે. ઉર્વશી પહેલી એક્ટ્રેસ છે, જેને સાઉથમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. જો કે ઉર્વશી પોતાની કરિયર કરતાં કપડાં અને જ્વેલરીને કારણે વધારે ચર્ચામાં આવતી રહે છે.

image source

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઉર્વશીનો પહેલો ઈન્ટરનેશનલ મ્યૂઝિક વીડિયો ‘વર્સાચે બેબી’ લૉન્ચ થયો હતો. છ મિનિટના આ ગીતમાં ઉર્વશીના લુકની ઘણી જ ચર્ચા થઈ રહી છે. ઉર્વશીના આ લુક પાછળ 15 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે એવો અહેવાલ છે. જો કે આ પહેલાં પણ ઉર્વશી ઘણીવાર કરોડો રૂપિયા માત્ર કપડામાં ખર્ચી ચૂકી છે એવા અહેવાલ સામે આવ્યા છે. તો અહીં જુઓ ઉર્વશીએ ક્યારે ક્યારે કેટલા લાખનો ડ્રેસ પહેર્યો.

25 લાખના આઉટફિટ

ઉર્વશી પહેલી એવી ભારતીય અભિનેત્રી છે કે જેણે અરબ દેશના મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. ઉર્વશીએ ઈરાકના મેગેઝિન માટે કવર ફોટોશૂટ કરાવ્યું હતું અને જે ઓરેન્જ રંગના આઉટફિટ પહેર્યા હતા, તેની કિંમત 25 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે

image source

37 કરોડ રૂપિયાનું ગોલ્ડન ગાઉન

એપ્રિલ, 2021માં ઉર્વશીએ અરબ ફેશન વીકમાં ભાગ લીધો હતો. અહીંયા તેણે એક શોર્ટ ફિલ્મ રિલીઝ કરી હતી. આ શોર્ટ ફિલ્મમાં ઉર્વશીએ ઈજિપ્તની મહારાણી ક્લિયોપેટ્રાનો રોલ પ્લે કર્યો હતો. આ દરમિયાન ઉર્વશીએ ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની કિંમત 5 મિલિયન અમેરિકન ડોલર (ભારતીય ચલણ પ્રમાણે, 37 કરોડ રૂપિયા) હતી.

45 હજાર અમેરિકન ડોલરનું ગાઉન

image source

સૌથી પહેલાં ન્યૂ યર પાર્ટીની વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઉર્વશી ન્યૂ યર ઈવેન્ટમાં હાજર રહી હતી. આ ઈવેન્ટમાં ઉર્વશીએ જે કપડાં પહેર્યા હતા એ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. કારણ કે તેણે બેકલેસ રેડ કલરનું ગાઉન પહેર્યું હતું અને કિંમત 45 હજાર અમેરિકન ડોલર કે જે ભારતીય ચલમ પ્રમાણે 32,88,427.10 હતી. આ ગાઉનને તૈયાર કરતાં 150 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ગાઉન ખુબ જ ચર્ચામાં રહ્યો હતો.

55 લાખ રૂપિયાની સાડી તથા 28 લાખ રૂપિયાની જ્વેલરી

એ જ રીતે ઉર્વશીના કઝિન બ્રધરના લગ્ન 2017માં હતા ત્યારે પણ તેના કપડા લાખોની કિમતમાં હતા. આ લગ્ન ઉત્તરાખંડમાં યોજાયા હતા અને ત્યારે ઉર્વશીએ 55 લાખ રૂપિયાની સાડી તથા 28 લાખ રૂપિયાની જ્વેલરી પહેરી હતી. એટલે કે ઉર્વશીએ સાડી તથા જ્વેલરી પાછળ એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. ઉર્વશીની બ્રાઉન રંગની સાડીને તૈયાર થતાં 7 મહિના જેટલો સમય થયો હતો.

image source

45 લાખનું ગાઉન

ઉર્વશી રાઉતેલાએ વર્ષની શરૂઆતમાં વર્સાચે (ઈટાલિયન લક્ઝૂરિયસ ફેશન બ્રાન્ડ) માટે એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરમિયાન ઉર્વશીએ સી-બ્લૂ રંગનું ગાઉન પહેર્યું હતું. બ્રાન્ડ લેબલ અમાતો કોચરનું આ ગાઉન 45 લાખ રૂપિયાનું હતું. આ સાથે જ તેણે 7 લાખ રૂપિયાની જ્વેલરી પહેરી હતી.

image source

34 લાખની જ્વેલરી

66મા ફિલ્મફેર અવોર્ડમાં ઉર્વશીએ મોનિશા જયસિંગે ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની કિંમત 69,999 રૂપિયા હતી. જ્યારે ઉર્વશીએ પહેરલી જ્વેલરીની કિંમત 34 લાખ રૂપિયા હતી

70 લાખ રૂપિયાનું બ્રેસલેટ

એ જ રીતે વાત કરીએ તો થોડાં મહિના પહેલાં ઉર્વશીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઉર્વશીએ જે બ્રેસલેટ પહેર્યું, તેની કિંમત 70 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

image source

5 લાખ રૂપિયાની સાડી

ડિસેમ્બર 2020માં પણ ઉર્વશી પ્રોડ્યૂસર રાંઝા વિક્રમ સિંહ તથા સિમરન કૌરના લગ્નમાં ચંદીગઢ ગઈ હતી. ત્યારે રિસેપ્શનમાં ઉર્વશીએ શિફોન સાડી પહેરી હતી અને અને સાથે જ ડાયમંડ જ્વેલરીથી લુક કમ્પ્લિટ કર્યો હતો. શિફોનની આ સાડી પાંચ લાખ રૂપિયાની હતી.

નેહા કરતાં ઉર્વશી ચડિયાતી નીકળી

image source

ઓક્ટોબર 2020માં બોલિવૂડ સિંગર નેહા કક્કરે દિલ્હીમાં સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ઉર્વશી પણ હાજર રહી હતી. નવાઈની વાત એ છે કે લગ્નમાં ઉર્વશીએ દુલ્હન નેહા કક્કર કરતાં મોઘાં કપડાં પહેર્યા હતા. ઉર્વશીએ ફેશન ડિઝાઈનર રેણુ ટંડને ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. જ્યારે અર્ચના અગ્રવાલે ડિઝાઈન કરેલી જ્વેલરી પહેરી હતી. ઉર્વશીની સ્ટાઈલિસ્ટ સાંચી જુનેજાના મતે, જ્વેલરી તથા લહેંગાની કિંમત 55 લાખ રૂપિયા હતી. માનવામાં આવે છે કે નેહાના વેડિંગ લુક કરતાં ઉર્વશીનો લુક 10 ગણો મોંઘો હતો. તો આ રીતે ઉર્વશી અવાર નવાર મોંઘા મોંઘા ડ્રેસ અને ગાઉન પહેરીને લોકો સમક્ષ આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!