ભારતનું આ સ્વિત્ઝર્લેન્ડ લાઇફમાં એક વાર અચુક જોજો, અનેક દેશોને ટક્કર મારે એવો છે નજારો

હાલ કોરોના મહામારીના કેસો ઘટતા ફરક એક વખત પર્યટકો ફરવા લાયક જગ્યાઓ તરફ નીકળવાની તૈયારી કરી રહ્યા છે. ઘણા પર્યટકો પ્રાકૃતિક અને શાંત માહોલ ધરાવતી જગ્યાઓએ જવાનું પસંદ કરે છે. જો તમે પણ આવી જગ્યાની શોધમાં હોય તો તમે હિમાલયની બાજુમાં વસેલા એક ખુબસુરત ગામ હર્ષિલ ખાતે ફરવા માટે જઈ શકો છો.

જો તમને પહાડો પર સમય વિતાવવામાં મજા આવતી હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશનછે. હર્ષિલના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની તાજગી અનુભવાય છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કુદરતી સૌંદર્યથી લબાલબ હર્ષિલની અન્ય બાબતો અને વિશેષતાને જાણીને તમને ચોક્કસ ત્યાં ફરવા જવાનું મન થઇ જશે. તો ચાલો થોડી વિસ્તૃત વિગત જાણીએ.

image source

ઉત્તરાખંડના ગઢવાલના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું હર્ષિલ એક લાજવાબ જગ્યા છે. અહિંથી ગંગોત્રી સાવ નજીક છે. ગંગોત્રી જવા માટે તમારે ફક્ત 21 કિલોમીટર જેટલુ જ અંતર કાપવું પડે છે જેને તમે માંડ અડધાથી પોણા કલાકની મુસાફરીમાં જઈ શકો છો. એટલું જ નહીં અહીંથી ગંગોત્રી જવા માટેનો રસ્તો પણ સુંદર અને કંટાળા વગરનો છે.

હર્ષિલ કેમ અને ક્યારે જવું ?

હર્ષિલ ફરવા જવા માટે સૌથી સારો સમયગાળો જૂન મહિનો અને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુધીનો સમયગાળો છે. અહીં આવવા માટે તમે ઋષિકેશથી ઉત્તરકાશી અને ત્યાંથી હર્ષિલ અને ગંગોત્રી તરફ આવી શકો છો. ઉત્તરકાશીથી અહીં આવવા માટે લોકલ ગાડીઓ પણ મળી રહે છે.

image source

હર્ષિલની વિશેષતા

હર્ષિલમાં તમને નિર્ઝર ઝરણાંઓ, બરફથી ઢંકાયેલા પર્વતો અને અનેક કિલોમીટર સુધી ફેલાયેલા દેવદાર અને ચીનારના ગીચ જંગલો, ઉપરાંત નીચે વહેતી ભગીરથી નદીની ધારાઓ જોવા મળશે. એ સિવાય તમને કુદરતી દ્રશ્યોમાં જોયા હોય તેવા પહાડો, વહેતા પાણી અને આકાશના પ્રાકૃતિક દ્રશ્યો નજર સામે રૂબરૂ નિહાળવા મળશે. એ સિવાય અહીંના સફરજન પણ દુર દુર સુધી વખણાય છે એટલા માટે અહીં આવ્યા બાદ ભૂલ્યા વિના સફરજનનો સ્વાદ અચૂક લેવા જેવો છે.

image source

આમ તો હર્ષિલ એક નાનકડું ગામ છે પરંતુ આ ગામની આજુબાજુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો. તમે અહીં આવીને ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે જઈ શકો છો. આ ઉદ્યાન હર્ષિલ ગામથી અંદાજે 30 કિલોમીટરના અંતરે આવેલું છે જેને માંડ અડધો પોણો કલાકની મુસાફરી કરીને કાપી શકાય છે. એ ઉપરાંત પણ હર્ષિલમાં એવી અમુક જગ્યાઓ છે જેમ કે મુખવાસ ગ્રામ, સત્તલ એટલે કે સાત તળાવનો સંગમ, ગંગનાની તેમજ ધરાલી જ્યાં તમે તમારા પરિવારના સભ્યો, મિત્રો કે સગા સ્નેહીઓ સાથે આરામથી હરવા ફરવા જઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!