સોશ્યલ મીડિયામાં આ વીડિયો મચાવી રહ્યો છે ધૂમ, જુઓ યુવતીએ વાળ સાથે શું કર્યો છે કમાલ

સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે અને લોકો ક્યારેક તેના વખાણ કરે છે તો ક્યારેક તેની ટીકા. આ સિવાય ખાસ કરીને યુવતીઓ હોય છે તે તેમના લાંબા અને હેલ્ધી, શાઈની હેર માટે કંઈ પણ કરી જતી હોય છે. અનેકગણા રૂપિયા તેને માટેની ટ્રીટમેન્ટ માટે પણ ખર્ચ કરતા તે અચકાતી નથી. આજે આપણે એક યુવતીનો આવો વીડિયો જોઈશું જેને જોયા બાદ તમારી આંખો પણ પહોળી થઈ જશે.

image source

આપણે સૌ એ વાતથી વાકેફ છીએ કે લાંબા અને સુંદર વાળ રાખવા માટે અનેકગણી મહેનત કરવી પડે છે. અનેક મહિલાઓ વાળને સુંદર, ગ્રોથવાળા અને હેલ્ધી રાખવા માટે અનેક નુસખા અજમાવી લેતી હોય છે. કેટલાક લોકો એવા પણ છે જે તેમાં વધારે રચનાત્મકતા અને પ્રતિભાનો ઉમેરો કરી લેતા હોય છે. આવું એક મહિલાએ કર્યું છે અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તેની સચ્ચાઈ જાણીને તમને પણ આશ્ચર્ય થાય તો નવાઈ નહીં.

વીડિયોમાં તમે જોઈ શકશો કે એક યુવતી પોતાના લાંબા અને બ્રાઉન વાળને એવી રીતે કેરી કરી રહી છે કે જાણે તે તેનો ડ્રેસ હોય, આ વીડિયો હેપગુલ 5 નામના પેજ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં દેખાડાયું છે કે યુવતી હેટ અને સનગ્લાસીસ પહેરીને ઊભી છે. એટલું નહીં તેના બાદ તે સ્ટાઇલિશ ટચ એડ કરવા માટે વાળને પોતાની જગ્યા પર રાખવાની સાથે એક પહોળા, બ્લેક બેલ્ટનો ઉપયોગ કરી રહી છે અને તેના વાળને તે ડ્રેસનો ખાસ લૂક આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

યુવતીના લાંબા અને સિલ્કી અને સુંદર વાળ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને તેનું શરીર ચારે તરફથી હેયર ડ્રેસને લપેટાયેલું છે. તેના શરીરની આગળના ભાગને વાળથી એવી ખાસ રીતે ઢાંકી દેવામાં આવ્યું છે કે તે એક શોર્ટ ડ્રેસનું રૂપ લઈ ચૂક્યો છે. આ ડ્રેસ લૂકને પ્રોપર રીતે રાખવા માટે તેને પહોળા બ્લેક બેલ્ટની મદદ લેવામાં આવી છે. જેથી વાળ તેની જગ્યા પરથી હલે નહીં. આ વીડિયોને યૂઝર્સ અત્યાર સુધીમાં 4500થી વધારે વખત જોઈ ચૂક્યા છે અને લાઈક્સ અને કમેન્ટ્સ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.

જ્યારે તમે પણ આ વીડિયો જોશો ત્યારે તમે પણ આ લૂકને લઈને નવાઈ પામશો અને સાથે જ યુવતીની ટ્રિકને લઈને પણ કમાલની ફિલિંગ અનુભવશો. તો હવેથી તમે તમારા વાળની કેર કરજો પણ આવો વિચાર બને તો અપનાવશો નહીં. આ સોશ્યલ મીડિયા પર જ સારું લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!