એક પિતાનો વલોપાત પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહીં, મારી છોકરી જીવે છે કે મરી ગઈ છે એનો મને ખ્યાલ નથી: પિતા

લવ જેહાદ પર અંકુશ મેળવવા માટે કડક કાયદા બનાવ્યા છે.. અને પોલીસનો દાવો પણ છે કે કાયદાનુ કડક અમલી કરણ પણ થઇ રહ્યુ છે પરંતુ તેની વચ્ચે એક એવા બાપની લાચારી સામે આવી કે જે પોતાની દીકરીનુ મોઢું જોવા માટે પણ તરસી રહ્યો છે.. પોતાની દીકરીને ઉછેરીને મોટી કરી અને હવે તે બાપને એ પણ નથી ખબર કે તેની દીકરી જીવે પણ છે કે મરી ગઇ.. બસ તેને એટલો જ ખ્યાલ છે કે એક વિધર્મી યુવક દીકરીને નોકરીની લાલચ આપીને ફોસલાવીને લઇ ગયો છે.. ત્રણ માસથી આ લાચાર બાપ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યો છે પરંતુ પોલીસ પાસે પણ કોઇ ખાસ જવાબની અપેક્ષા હવે તેને નથી રહી.. કારણ કે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી તેવો તેમનો આક્ષેપ છે.. અને માટે જ હવે આ બાપ આણંદ જિલ્લા કલેક્ટર કચેરીએ પોતાની ફરિયાદ સાથે પહોંચ્યો છે..

ત્રણ માસ પહેલાં નોકરીની લાલચ આપી ખંભાતની 20 વર્ષીય યુવતીને ફસાવી હતી તેના બાપની આજીજી સાંભળવા સુધ્ધાંનો સમય પોલીસ પાસે નથી..?

image socure

‘સાહેબ, છેલ્લા ત્રણ મહિનાથી મારી પુત્રીને મેં જોઈ નથી. મેં મારી પુત્રીનો અવાજ પણ સાંભળ્યો નથી. મારી પુત્રી જીવે છે કે મરી ગઈ છે એની જ મને ખબર નથી’, આ શબ્દો છે ખંભાતના કડિયાપોળમાં રહેતા પીડિત નરેશભાઈ હરકિનશભાઈ દરજીના. તેમની 20 વર્ષીય પુત્રીને વિધર્મી યુવક નોકરીની લાલચ આપીને ગત જુલાઈમાં ભગાડી ગયો હતો, પરંતુ એ પછીથી તેનો કોઈ પતો નથી. આ મામલે ખંભાત શહેર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં તેમણે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવાની માગ કરી હતી.

પીડિત પિતા નરેશભાઈ દરજીએ આપેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે આણંદ ખાતે સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતી તેમની 20 વર્ષીય પુત્રીને ઓએનજીસીમાં નોકરી અપાવવાની લાલચ આપીને તેની બહેનપણી ઉન્નતી સારસ અને ચિરાગ પ્રજાપતિ (રહે. મહેસાણા હાઈવે રોડ)એ ઓએનજીસીમાં નોકરી કરતા ફિરોઝ ખાન સાથે સંપર્ક કરાવ્યો હતો. જોકે નોકરી માટે તેમણે રૂપિયા પાંચ લાખ માગ્યા હતા. પરિવાર આર્થિક રીતે સંપન્ન ન હોઈ, પૈસા પરિવારે આપ્યા નહોતા.

image socure

બીજી તરફ, ફિરોઝના દીકરા મોઈનુદ્દીને યુવતી સાથે ઘરોબો કેળવ્યો હતો અને તેને ગત પહેલી જુલાઈએ ભગાડી ગયો હતો. એ સંદર્ભે પરિવારે પોલીસ સ્ટેશનને જાણ કર્યા બાદ 12મી જુલાઈના રોજ તેને પોલીસ સ્ટેશને હાજર કરાઈ હતી. જોકે એ પછીથી પુન: 30મી જુલાઈના રોજ તે તેને ભગાડી ગયો હતો. એ દિવસથી આજ દિન સુધી તેનો કોઈ પતો નથી.

ખંભાત શહેર પોલીસે પાક્કી FIR જ ન લીધી

ખંભાત શહેર પોલીસ સ્ટેશને હું ગત જુલાઈમાં ગયો હતો. એ સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓએ આ મેટરમાં ફરિયાદ ન થાય એમ કહીને જાણે હું આરોપી હોય એવો વ્યવહાર મારી સાથે કર્યો હતો. એ પછી તેમણે મારી અરજી લીધી હતી. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરી નહોતી અને અરજી પણ ક્યાંક ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. -નરેશભાઈ દરજી, પીડિત પિતા, ખંભાત.

મહેસાણાના શૈલેષ નામના યુવકે આરોપીઓને રૂમ અપાવી હતી

નરેશભાઈ દરજીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વિધર્મી યુવક નોકરીની લાલચ આપીને તેને મહેસાણા ખાતે લઈ ગયો હતો. જ્યાં તેઓ મહેસાણાના શૈલેષ ઠાકોર નામની વ્યક્તિના ઘરે બે દિવસ રોકાયા હતા. ત્યાર બાદ શૈલેષ ઠાકોરે મહેસાણામાં મોઠેરા ચોકડી પર રૂમ અપાવી હતી. ચિરાગ ઠાકોર ઉપરાંત બીજો એક શખસ ચિરાગ પ્રજાપતિએ શખસને કાવતરું પાર પાડવામાં મદદ કરી હતી.

image soucre

હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવીને વિધર્મીઓ પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને પછી તેમની સાથે લગ્ન કરીને તેમને ધર્મ બદલવા પર મજબૂર કરે છે.. છેલ્લા કેટલાય સમયથી આ રમત કેટલાક ચોક્કસ તત્વો રમી રહ્યા છે.. દીકરીઓને પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે પરંતુ તે પણ આ યુવકોની ચાલને સમજી નથી શક્તી અને ફસાઇ જાય છે આવા વિધર્મીઓની જાળમાં.. મોટાભાગે તો આ વિધર્મીઓ નામ બદલીને અને પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતા હોય છે. હવે ખંભાતના આ લાચાર પિતાને ક્યારે ન્યાય મળે છે અને ન્યાય મેળવવા માટે હજી તેમને કેટલી જગ્યાના પગથિયા ઘસવા પડે છે તે મહત્વનુ છે