વિરાટ કોહલીએ શેર કર્યો દીકરી વામિકા અને પત્ની અનુષ્કા સાથેનો બ્રેકફાસ્ટનો ફાસ્ટ, યુઝર્સે લખ્યું “ચહેરો તો બતાવી દો”

ક્રિકેટર વિરાટ કોહલીએ દીકરી વામિકા અને પત્ની અનુષ્કા શર્મા સાથેનો નવો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં ત્રણેય બ્રેકફાસ્ટ કરતા દેખાઈ રહ્યા છે. અનુષ્કા અને વિરાટ એમની ક્યૂટ દીકરી વામિકા સાથે નાસ્તો કરી રહ્યા છે અને બન્ને કેમેરાની તરફ જોઈ હસી રહ્યા છે. ફોટામાં કેમેરા તરફ વામિકાની પીઠ છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટાની નીચર ઘણા પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે અને ફેન્સ વામિકા અને કોહલી પરિવાર પર ખૂબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે. એક યુઝરે આ ફોટાની નીચે કમેન્ટ કરતા લખ્યું છે કે વામિકાનો ચહેરો તો બતાવી દો. વાત જાણે એમ છે કે વિરાટ ને અનુષ્કા એમની દીકરીના જેટલા પણ ફોટા મૂકે છે એમાં એમનો ચહેરો છુપાવીને રાખે છે. એવામાં યુઝર્સ એમની દીકરી વામિકાનો ચહેરો જોવા માટે તરસી ગયા છે. આ જ કારણ છે કે યુઝર કહી રહ્યા છે કે વામિકાના દર્શન ક્યારે કરાવશે.

image soucre

ફોટામાં અનુષ્કા શર્માએ ઘાટા ભૂરા રંગનું ડેનિમ પેન્ટ અને સફેદ સેન્ડલની સાથે સ્ટ્રાઇપડ ટોપ પહેરેલું છે. એમની સામે બેઠેલા વિરાટે ગ્રે કલરનું ટીશર્ટ અને કાળા રંગનું શોર્ટ્સ પહેર્યું છે. વામિકા એ બન્નેની વચ્ચે એક ઊંચી ખુરશી પર બેઠેલી છે અને એની પીઠ કેમેરા તરફ છે. કેમેરાની ફ્રેમમાં વામિકાની બે ચોટલીઓ જ દેખાઈ રહી છે.

image soucre

વિરાટ અને અનુષ્કા દીકરી વામિકા સાથે રેસ્ટોરેન્ટની અંદર બેઠેલા છે. આ ફોટાની સાથે એમને સિંગલ હાર્ટ ઇમોજી શેર કર્યું છે. એ પહેલાં અનુષ્કા શર્માએ દીકરી વામિકા અને વિરાટ કોહલીનો એક સુંદર ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટામાં વિરાટ દીકરી વામિકા તરફ પ્રેમભરી નજરે જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. અનુષ્કાએ આ ફોટાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે મારું આખું દિલ એક ફ્રેમમાં.

image socure

આ ફોટા પર પણ અનુષ્કા અને વિરાટના ફેન્સે ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો. વિરાટ અને વામિકાનો આ ફોટા પર અભિનેતા રણવીર સિંહે હાર્ટ વાળું ઇમોજી બનાવ્યું હતું તો તાહીરા કશ્યપ અને રકુલ પ્રીત સિંહે પણ કમેન્ટ કરી હતી.

image soucre

વિરાટ કોહલીએ એમના ઇન્સ્ટાગ્રામ પર દીકરી વામિકા અને અનુષ્કા શર્મા સાથે જે ફોટો શેર કર્યો છે એને અત્યાર સુધી લાખો લોકો લાઈક કરી ચુક્યા છે અને હજારો લોકો એના પર કમેન્ટ કરી રહ્યા છે.