આજથી જ અમૂલ દૂધ-LPG સિલેન્ડર-બેંક સર્વિસ ચાર્જ બધું વધી ગયું, જાણો કોનો ભાવ હવે કેટલો વસુલાશે

મોંઘવારીના વધારે એક મારના ભાગ રૂપે આજથી અમૂલ દૂધના ભાવ વધી રહ્યાં છે, દિલ્હી હોય કે મહારાષ્ટ્ર પછી યૂપી-ગુજરાત એક જૂલાઈથી અમૂલના મિલ્ક પ્રોડક્ટ મોંઘા થઈ ગયા છે. અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારવાનો નિર્ણય કર્યો છે અને આજથી અમલમાં મુકાઈ ગયું છે. અમૂલે લગભગ દોઢ વર્ષ પછી દૂધના ભાવ વધાર્યા હોવાની જાણકારી સામે આવી છે. જેની જાણકારી કંપનીએ બુધવારે આપી હતી. કોરોનાકાળ વચ્ચે રોજગારનો સંકટ યથાવત છે અને આ વચ્ચે આમ આદમી પર મોંઘવારીનો માર સતત પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હવે આજથી એટલે નવો મહિનો શરૂ થતાં જ અનેક ચીજોના ભાવ વધી રહ્યાં છે.

image source

જો હાલમાં માહોલ છે એ પ્રમાણે વાત કરીએ તો ઠેર ઠેર લોકોમાં ત્રાસ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એક જૂલાઈથી નવી કિંમતો લાગૂ થયા પછી અમૂલ ગોલ્ડ 58 રૂપિયા પ્રતિ લીટર, અમૂલ તાજા 46 પ્રતિ લીટર, અમૂલ શક્તિ 52 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ મળશે. આ સાથે જ ખિસ્સાનો ભાર વધારે એવા બીજા સમાચાર મળી રહ્યા છે કે દેશની સૌથી મોટી બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હવે પૈસા નિકાળવા પર ચાર્જ વધારી દીધો છે. હવે ગ્રાહક મહિનામાં ચાર વખત જ પૈસા નિકાળી શકશે. જો આનાથી વધારે વખત બ્રાન્ચમાંથી પૈસા નિકાળવામાં આવ્યા તો 15 રૂપિયા વધારાનો ચાર્જ લાગશે.

image source

એ જ રીતે પહેલી જૂલાઈથી એટલે કે આજથી જે લોકોએ બે વર્ષથી પોતાનું રિટર્ન ભર્યું નથી, તેઓ એક જૂલાઈથી તેમને વધારે TDS આપવું પડશે. આ નવો નિયમ તેમના પર લાગું થશે જેમના પર વર્ષ 50 હજાર રૂપિયાથી વધારે ટીડીએસ કપાય છે એને જ લાગુ પડશે. એલપીજી સિલેન્ડરના ભાવ પણ આજથી જ વધી રહ્યાં છે. એક જૂલાઈથી સબ્સિડીવાળા સિલેન્ડર માટે 25 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

image source

ઉલ્લેખનીય છે કે, આ બધી ચીજો ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે એ તો છે જ. ત્યારે હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ મોંઘવારીને પહોંચી વળવા માટે લોકો કોઈને કોઈ રસ્તો શોધી રહ્યા છે.

image source

આ સાથે જ કેનેરા બેન્ક 1 લી જુલાઈ 2021 થી સિન્ડિકેટ બેંકનો IFSC code બદલવા જઈ રહી છે. સિન્ડિકેટ બેંકના તમામ ગ્રાહકો તેમની શાખામાંથી અપડેટ કરેલા આઈએફએસસી કોડ તપાસો. કેનેરા બેંક વતી કહેવામાં આવ્યું છે કે સિન્ડિકેટ બેંકના મર્જર બાદ તમામ શાખાઓનો આઈએફસી કોડ બદલી દેવામાં આવ્યો છે. તો આ વાતનું પણ લોકોએ ધ્યાન રાખવું પડશે નહીંતર ભારે પડશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!