વિરપુરના જલારામ મંદિરમાં ચોવીસ કલાક ચાલે છે સદાવ્રત, નથી લેવામાં આવતું એકપણ રૂપિયાનું દાન

ગુજરાતની ભૂમિ મહાપુરુષો, સંતો, વીર પુરુષોની ભૂમિ છે. આ ધરતી પર ઘણા મહાપુરુષો થઈ ગયા છે જેમના મંદિરો આજે ગુજરાતમાં બનેલા છે. તો આજે અમે તમને એવા જ એક મહાન વ્યક્તિ અને એક અત્યંત મહાન સંતના સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છે. જ્યાં સહેજ પણ દાન લેવામાં આવતું નથી. તેમ છતાં ત્યાં રોજેરોજ હાજરો લાખો લોકો જમે છે. તો ચાલો જાણી લઈએ આ મંદિર વિશેની કેટલીક રસપ્રદ માહિતી.

તમે નાના મોટા દરેક મંદિરમાં સામાન્ય રીતે દાન સ્વીકારવા માટે દાનપેટીઓ તો જોઈ જ હશે. પણ ગુજરાતની ધરતી પર એક એવું મંદિર છે જ્યાં હાલ એક પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં નથી આવતું, તેમ છતાં પણ ત્યાં દરરોજ હજારો લોકોને જમાડવામાં આવે છે અને આ મંદિર દ્વારા એક બહુ મોટું ભોજન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. એ મંદિર આજે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે અને લોકો ત્યાં દૂર દૂરથી દર્શન માટે આવે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે આ મંદિર ક્યાં છે અને ત્યાં એકપણ રૂપિયાનું દાન લીધા વગર ભોજણક્ષેત્ર કઈ રીતે ચાલે છે.

image soucre

આપણે બધા જ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં ઘણા સંતો અને મહંતો થઈ ગયા છે. એમાં જલારામ બાપનું નામ સૌથી મોખરે છે. જલારામ બાપાનો જન્મ વર્ષ 1856માં કારતક સુદ સાતમના રોજ લોહાણા સમાજના ઠક્કરપુર નામના ગામમાં થયો હતો. જલારામ બાપાને બાળપણથી જ ભગવાનની ભક્તિમાં રસ હતો અને એ સદાય એમાં જ ડૂબેલા રહેતા હતા. એટલું જ નહીં એક સમય એવો પમ હતો જ્યારે એમને એમની પત્નીના ઘરેણાં પણ ભુખ્યાને ભોજન કરવા માટે વેચી દીધા. એવા મહાન સંત જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી હતી જે આજે પણ યથાવત છે.

વીરપુર જૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોંડલ અને જેતપુરની વચ્ચે આવેલું છે. આજે ત્યાં એક બહુ જ મોટું મંદિર છે અને એ વીરપુર ધામના નામે આખી દુનિયામાં જાણીતું છે. કોઈપણ જાતિના લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર મંદિરમાં પ્રવેશી શકે છે અને અન્નક્ષેત્રમાં પણ બધાનું જ માનભેર સ્વાગત કરવામાં આવે છે. વીરપુરમાં આવેલો કોઈપણ વ્યક્તિ મંદિરના ભોજનક્ષેત્રમાં વિનામૂલ્યે જ પ્રસાદી મેળવી શકે છે.

પણ નવાઈની વાત એ છે કે આજે વીરપુર જલારામ બાપાના સ્થાનમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું. તેમ છતાં ત્યાં લાખો લોકોને રોજ ભોજન કરાવવામાં આવે છે. આ દુનિયાનું એકમાત્ર મંદિર છે જ્યાં એક પણ રૂપિયાનું દાન સ્વીકાર નથી કરવામાં આવતું. તો હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે જો દાન સ્વીકારવામાં નથી આવતું તો આખરે એ અન્ન ક્ષેત્ર દાન વગર ચાલે છે કઈ રીતે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ આ મંદિરને એટલું દાન આપવામાં આવ્યું હતું કે 9 ફેબ્રુઆરી 2002 પછી કોઈપણ ભક્ત પાસે એકપણ રૂપિયાનું દાન નથી લેવામાં આવ્યું.પહેલા મંદિરમાં દાન અને અનાજ બંનેનો સ્વીકાર કરવામાં આવતો હતો પણ ત્યારે કહેવામાં આવ્યું હતું કે મંદિરને એટલું દાન મળ્યું છે કે સદાવ્રતના 100 વર્ષ પણ સારી રીતે ચાલશે. જેના કારણે ટ્રસ્ટે એકદમ વિનમ્રતાથી દાન સ્વીકારવાની ના પાડી દીધી જેથી કરીને કોઈપણ ભક્તનું સમ્માન ન હણાય.

વીરપુરમાં સદાવ્રત ચોવીસ કલાક ચાલે છે અને કહેવામાં આવે છે કે જે પણ વીરપુર જલારામ બાપાને ત્યાં પુરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે આવે છે, એ બધા જ એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. પણ જો તમે અહીંયા એક પણ રૂપિયાનું દાન કરો છો તો ટ્રસ્ટ ખૂબ જ નમ્રતાથી જલારામ બાપાને આપેલું દાન પરત કરી દે છે. મિત્રો જલારામ બાપાના પરચાઓને કારણે આ મંદિર આખી દુનિયામાં પ્રસિદ્ધ છે અને આ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે.

image soucre

ગયા વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દેશમાં લોકડાઉન થયું ત્યારથી ભક્તો માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું, આ પાંચેક હજાર લોકોને મંદિરમાં નહીં, પરંતુ તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જઈને ભોજન આપવામાં આવ્યું હતું, એટલે અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ રહ્યું નથી.