વર્ષ 2025 – 26 સુધીમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહન ઉતારશે ફોક્સવેગન, બજારમાં 5 ટકા ભાગીદારીનું લક્ષ્ય

દેશમાં પેટ્રોલ અને ડીઝલ સરકાર હસ્તકના એવા સ્રોતો છે કે જેમાં સરકાર ક્યારે વધારો નાખી દે એ નક્કી નહીં. જો તમે છેલ્લા એક બે વર્ષમાં પેટ્રોલ ડીઝલના ભાવનું મૂલ્યાંકન કરશો તો જાણવા મળશે કે સરકાર પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો કરીને પોતાની આવક વધારવા તનતોડ મહેનત કરી રહી છે. છેલ્લા એક બે વર્ષની વાત જવા દો તમે ફક્ત છેલ્લા છ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અને તેમાં કરવામાં આવેલ વધારાનું મૂલ્યાંકન કરશો તો ઉપર જણાવી તે બાબત તમને પુરવાર કરીને આપવાની જરૂર નહીં રહે.

image soucre

આ ભાવવધારાને કારણે ઘણા ખરા પેટ્રોલ ડીઝલ સંચાલિત વાહન ધારકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. એટલું જ નહીં હવે ભારતના ઇલેક્ટ્રીક વાહન બજારમાં પણ વિવિધ કંપનીઓ ઉજળી તકો જોઈ રહી છે.

image soucre

જર્મનીની પેસેન્જર કાર કંપની ફોક્સવેગન આગામી અમુક વર્ષોમાં ભારતીય ઇલેક્ટ્રીક વાહન બજારમાં ઉતરવાની યોજના બનાવી રહી છે. વિગત અનુસાર જર્મનીની પેસેન્જર કાર કંપની ફોક્સવેગન આગામી વર્ષ 2025 – 26 માં ભારતીય ઇલેક્ટ્રિક વહિકલ એટલે કે બેટરીથી સંચાલીત વાહન બજારમાં ઝંપલાવી શકે છે. કંપનીના એક અધિકારીએ ગત શનિવારે આ માહિતી આપી હતી.

image soucre

ફોક્સવેગન પેસેન્જર્સ કાર્સ ઇન્ડિયા લિમિટેડના બ્રાન્ડ ડાયરેકટર આશીર્ષ ગુપ્તાએ કોયતંબુરમાં કહ્યું હતું કે કંપની પશ્ચિમી બજારોમાં પ્રમુખ ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરર છે. હાલ ભારતમાં આવા વાહનોનો ભાગ માત્ર 0.5 ટકા જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કંપનીને વર્ષ 2025 – 26 સુધી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં ભાગીદારી વધીને 5 ટકાથી વધારે થઈ જવાની આશા છે.

કાર ઇન્ડસ્ટ્રી માટે 2020 નું વર્ષ ઘણું નબળું રહ્યું

image source

કોરોના મહામારીને કારણે કાર ઇન્ડસ્ટ્રી પર તેના પ્રભાવ.વિશે પૂછવામાં આવતા ફોક્સવેગન પેસેન્જર્સ કાર્સ ઇન્ડિયા લિમિટેડના બ્રાન્ડ ડાયરેકટર આશીર્ષ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2020 નું વર્ષ ઘણું નબળું રહ્યું. પરંતુ ઓક્ટોબરમાં આ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી હતી. ચાલુ વર્ષમાં જાન્યુઆરી – માર્ચ દરમિયાન તેમાં 45 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ફોક્સવેગનએ પોલો અને વેન્ટોની કિંમતો વધારી

image soucre

અત્રે એ નોંધનીય છે કે ઇનપુટ કિંમતોમાં ભાવવધારાને કારણે ફોક્સવેગન પેસેન્જર્સ કાર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગત 3 સપ્ટેમ્બરના રોજ કહેવામાં આવ્યું હતું કે તેના પ્રમુખ મોડલ પોલો અને વીંટોની કિંમત 1 સપ્ટેમ્બર 2021 થી વધારી દેવામાં આવી છે. પોલો અને વીંટોનીં કિંમતોમાં કંપનીએ ક્રમ અનુસાર 3 ટકા અને 2 ટકા સુધીનો ભાવવધારો જોવા મળશે. ભાવવધારો પોલો કારલાઈનના GT વેરીએન્ટ પર લાગુ નહીં કરવામાં આવે જે ગ્રાહકોએ 31 ઓગસ્ટ 2021 સુધીમાં તેના વાહનો બુક કરાવી લીધા હોય તે ગ્રાહકોને ફોક્સવેગન પેસેન્જર્સ કાર્સ ઇન્ડિયા લિમિટેડએ કમિટમેન્ટના લીધે ભાવવધારાથી દુર રાખ્યા છે.