કારણ વિના વોટ્સએપ થઈ જતુ હોય લોગઆઉટ તે લોકો તુરંત કરે આ કામ, સરળ છે ટ્રિક

એન્ડ્રોઈડ ડિવાઈસ પર કેટલાક વોટ્સએપ યુઝર્સને કેટલીક ફરિયાદો ઉઠી છે. તેમના વોટ્સએપ એકાઉન્ટ્સ ગઈ કાલે કારણ વિના લોગઆઉટ થઈ ગયા હતા અને ત્યારે યૂઝર્સ પરેશાન થઈ ગયા. કેટલાક યૂઝર્સ એવા હતા કે જેમને એક મેસેજ પણ મળ્યો હતો કે, ‘તમારો ફોન નંબર હવે આ ફોન પરના વોટ્સએપ સાથે રજિસ્ટર્ડ નથી. જો તમે બીજા ફોન પર WhatsApp માટે રજીસ્ટર કરાવો ત્યારે આવું થતું હોય છે. પરંતુ અચાનક આવો મેસેજ યુઝરને મળતાં લોકો ચિંતામાં પડ્યા હતા.

image soucre

આવી ઘણી ફરિયાદો આવી હતી અને વોટ્સએપ યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે હેકર્સ દ્વારા તેમની પ્રાઈવસી અને ડેટા સાથે છેડછાડ કરવામાં આવી છે. આ વાત ચિંતાજનક તો હતી જ કેમકે મોટાભાગના લોકો વોટ્સએપ પર સૌથી વધુ એક્ટિવ હોય છે. તેઓ વોટ્સએપ પર કોઈની સાથે સતત વાત કરતા હોય છે. યૂઝર્સના સંવેદનશીલ ફોટા, વીડિયો, પાસવર્ડ અને તેમના નામ સહિતની વિગતોનો પણ દુરઉપયોગ થઈ શકે છે. તેવામાં આ રીતે સમસ્યા થવાથી યૂઝર્સની ચિંતા વધી છે.

image soucre

જો કે આ વાતનો અંત સુખદ આવ્યો છે. ટ્વીટર પર આ સમસ્યાને લઈ જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ યુઝર સાથે જે થયું તે એક બગના કારણે થયું હતું. કોઈપણ યૂઝરે તેની પ્રાઈવસીને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કંપનીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, જો તમે વોટ્સએપમાંથી લોગ આઉટ થયા છો તો તમારે ચિંતા કરવી નહીં. ફરીથી એકવાર લોગઈન કરી શકો છો. કંપનીએ વોટ્સએપનો ફોટો પણ શેર કર્યો છે.

image soucre

જો કે આ ઘટનાને લઈ યૂઝર્સે સતર્ક રહેવાની પણ જરૂર છે. વોટ્સએપ યુઝર્સને ખબર હોવી જોઈએ કે સ્કેમર્સ તેમના પૈસાની લુંટી લેવા ફિશિંગ હુમલા પણ કરતા હોય છે. તાજેતરમાં જ રિપોર્ટ સામે આવ્યો હતો કે વોટ્સએપ યૂઝર્સ પર ફિશિંગના હુમલા અનેકગણા વધી ગયા છે.

image soucre

આ હુમલાથી બચવા માટે સૌથી સારો રસ્તો એ છે કે યૂઝર્સે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ મોકલેલી લિંકોને ખોલવી જોઈએ નહીં. આમ કરવું યૂઝર્સ માટે હાનિકારક હોય શકે છે. આવા ઘણા મેસેજ આવતા હોય છે જેમાં ઈનામ જીત્યા, લોટરી જીત્યા જેવી લોભામણી વાત કરવામાં આવી હોય છે અને તેની સાથે લિંક મોકલાવેલી હોય છે. તે ખોલવાથી ફોન હૈક થઈ શકે છે.