જો તમને પણ કારમાં જોઈએ છે વિશાળ બુટ સ્પેસ, તો આ ખાસ કાર હોઈ શકે છે તમારી પસંદ, જાણો કિંમત અને ફીચર્સ

દેશમાં અચાનક જ SUV કારોની માંગ વધવા લાગી છે. જેને ધ્યાનમાં રાખીને Kia, Renault, Honda, Ford અને Hyundai એ પણ બજેટ SUV કારો લોન્ચ કરી છે. આ SUV ને ખરીદતા પહેલા ગ્રાહકો તેના પાવર અને ફીચર્સ સિવાય પણ એક વસ્તુ તરફ વધુ ધ્યાન આપવા લાગ્યા છે અને તે વસ્તુ છે બુટ સ્પેસ. બુટ સ્પેસની માંગ ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ કરી રહ્યા છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી SUV કાર વિશે માહિતી આપવાના છીએ કે જેની કિંમત 10 લાખ રૂપિયા આસપાસ છે પણ તેમાં બુટ સ્પેસ અન્ય કારોની સરખામણીએ વધુ આપવામાં આવ્યો છે. ત્યારે આ કારો કઈ કઈ છે તે જાણીએ.

Renault Kiger

image source

રીનોલ્ટએ પોતાની આ SUV ને આ વર્ષે જ લોન્ચ કરી હતી જેને ગ્રાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ SUV માં કંપનીએ 405 લીટરનું બુટ સ્પેસ આપ્યું છે આ કારની બેઝ વેરીએન્ટની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 5 લાખ 45 હજાર રૂપિયા રાખવામાં આવી છે જે તેના ટોપ વેરીએન્ટ માટે 9 લાખ 72 હજાર રૂપિયા સુધી જાય છે.

Ford EcoSport

image source

ફોર્ડએ તાજેતરમાં જ EcoSport નું અપડેટેડ વર્ઝન ભારતમાં લોન્ચ કર્યું હતું. જેમાં ગ્રાહકને 353 લીટરનું બુટ સ્પેસ આપવામાં આવ્યું છે. અહીં એ પણ નોંધનીય છે કે આ SUV ની દિલ્હી એક્સ શોરૂમ બેઝ વેરીએન્ટની કિંમત 7 લાખ 99 હજાર રૂપિયા રાખવામાં આવી છે જે કિંમત તેના ટોપ વેરીએન્ટ મુજબ 11 લાખ 49 હજાર રૂપિયા સુધી પહોંચે છે.

Honda WR “V

image source

જાપાની ઓટોમેકર Honda ની WR V SUV માં કંપની તેના ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને 363 લીટરનું બુટ સ્પેસ આપી રહી છે. જો આ SUV ની કિંમતની વાત કરીએ તો આ કારની બેઝ વેરીએન્ટ દિલ્હી એક્સ શોરૂમની કિંમત 8 લાખ 55 હજાર રૂપિયા છે જે કિંમત તેના ટોપ વેરીએન્ટ મુજબ 11 લાખ 5 હજાર રૂપિયા સુધી પહોંચે છે. જો કે આ કારની કિંમત અન્ય રાજ્યોમાં થોડી ઘણી વધુ ઓછી પણ હોઈ શકે છે.

Hyundai Venue

image source

હ્યુન્ડાઇની આ SUV માં ગ્રાહકને 350 લીટરનું બુટ સ્પેસ મળે છે. જ્યારે તેની કિંમતની વાત કરીએ તો હ્યુન્ડાઇ વેન્યુના બેઝ વેરીએન્ટની કિંમત 6 લાખ 86 હજાર રૂપિયા રાખવામાં આવી છે જે કિંમત તેના ટોપ વેરીએન્ટ મુજબ 11 લાખ 66 હજાર રૂપિયા સુધી પહોંચે છે.

Kia Sonet

image source

હ્યુન્ડાઇ બાદ સાઉથ કોરિયાની બીજી એક કંપની જેણે ભારતમાં પોતાનો સારો એવો ગ્રાહક વર્ગ ઉભો કર્યો હોય તો એ છે કિઆ મોટર્સ. આમ તો કિઆ મોટર્સ હ્યુન્ડાઇનો ભાગ છે પણ કંપની Kia ની કારોનું બ્રાન્ડિંગ અને સેલ અલગ અલગ કરે છે. કિઆ મોટર્સએ ગયા વર્ષે Sonet SUV લોન્ચ કરી હતી જેમાં કંપનીએ 392 લીટરનું બુટ સ્પેસ આપ્યું છે. જ્યારે તેની કિંમતની વાત કરીએ તો તેના બેઝ વેરીએન્ટની કિંમત 6 લાખ 79 હજાર રૂપિયા છે જે તેના ટોપ વેરીએન્ટ પર 13 લાખ 19 હજાર રૂપિયા સુધી પહોંચે છે.