વોટ્સએપ ટ્રિક : હવે ચેટિંગ વોઇસ મેસેજ દ્વારા કરવામાં આવશે અને મોકલતા પહેલા, આ જુગાડુ યુક્તિ નો ઉપયોગ કરો

વોટ્સએપમાં એવા ઘણા ફીચર્સ છે, જે વિશે બહુ ઓછા લોકો જાણે છે. વોટ્સએપમાં વોઇસ મેસેજમાં વાત કરવા વાળા ની સંખ્યા પણ ખુબ મોટી છે, પરંતુ શું તમે જાણો છો કે વોઇસ મેસેજ મોકલતા પહેલા ફરી થી તેને સાંભળી શકાય છે ? ચાલો જાણીએ આ મનોરંજક સુવિધા વિશે …

image soucre

વોટ્સએપ એ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી એક લોકપ્રિય એપ્લિકેશનોમાં ની એક છે. વોટ્સએપમાં ઘણા એવા ફીચર્સ છે, જેના વિશે બહુ ઓછા યુઝર્સ ને ખબર છે. મોટાભાગ ના લોકો વોઇસ મેસેજ નો ઉપયોગ કરે છે, પરંતુ આને લગતી એવી ઘણી વસ્તુઓ છે, જેના વિશે તમારે જાણવું જોઇએ. શું તમે જાણો છો કે વોઈસ મેસેજ મોકલતા પહેલા તમે તેને સાંભળી પણ શકો છો. હા, આ વર્ષે વોટ્સએપે દ્વારા આ સુવિધા રજૂ કરવામાં આવી છે. તો ચાલો તેના વિશે જાણીએ ….

તમે વોઇસ મેસેજ મોકલતા પહેલા સાંભળી શકો છો

image soucre

ઘણા લોકો એ માંગ કરી હતી કે વોઇસ મેસેજ મોકલતા પહેલા તેનું પૂર્વદર્શન કરવામાં આવે. આ વર્ષે વોટ્સએપે લોકો ની આ ઇચ્છા ને પણ પૂરી કરી છે. હવે તમે વોટ્સએપમાં વોઇસ સંદેશા ઓ મોકલતા પહેલા સાંભળી શકો છો. ત્યારબાદ તમે તેને ડિલીટ પણ કરી શકો છો, અથવા મોકલી પણ શકો છો.

તમે મેસેજ મોકલતા પહેલા વોઇસ કેવી રીતે સાંભળી શકશો

સૌથી પહેલા તમે તમારું વોટ્સએપે ખોલો. તે પછી, તમે કોને વોઇસ મેસેજ મોકલવા માંગો છો, તે ચેટ બોક્સ ખોલો. ત્યાર પછી માઇક દબાવો અને તેને પકડી રાખો અને ત્યારબાદ વોઇસ મેસેજ ને રેકોર્ડ કરો. આખી વાત પૂરી થયા પછી, માઈક બટન દબાવીને, પ્લે બટન પર ક્લિક કરો. તમે સમગ્ર રેકોર્ડ કરેલ મેસેજ સાંભળી ને ડિલીટ અથવા મોકલી શકો છો.

image socure

વોટ્સએપ પર વોઇસ મેસેજ ની પ્લેબેક સ્પીડ પણ વધારી શકાય છે. વોટ્સએપે દ્વારા આ ફીચર પણ બહાર પાડવામાં આવ્યું છે. જેવી જ રીતે તમારી પાસે વોઇસ મેસેજ આવે કે તરત જ તમે તેને હાઇ સ્પીડ પર પણ સાંભળી શકો છો. તેનાથી વપરાશકર્તા નો સમય પણ બગાડતો નથી અને તે મેસેજ ઝડપ થી સાંભળી પણ શકે છે.